નવસારી સીટી સર્વે કચેરીમાં આર.ટી.આઈ.૨૦૦૫ અને આર.સી.પી.એસ.૨૦૧૩ ના બોર્ડ લગાડવામાં આવશે નહિં- મુખ્ય અધિકારી શ્રી ગામીત
ગુજરાત સરકાર પારદર્શક સરકાર છે.વિકાસશીલ પ્રદેશ છે.સમૃદ્ધ પ્રદેશ છે. પરંતુ જમીની હકીકત માં જમીન થી જોડાયેલ જમીન દફ્તર કચેરીમાં જ સરકારશ્રીના જન હિત સંબધિત કાયદાઓ ના પાલન થતો નથી. એક જાગૃત નાગરિક દ્વારા સદર બાબતે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને સંવોધી ને એક વર્ષ અગાઉ કાયદાની જોગવાઈ મુજબ આર.ટી.આઈ.૨૦૦૫ દ્વારા જન હિત થી સંબધિત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતીઓ માગવામાં આવેલ હતી.અને એ માહિતી નવસારી જિલ્લા સીટી સર્વે થી સંબધિત હોવાથી તબ્દીલ કરવામાં પણ આવેલ હતી. જેના અનુસંધાન માંનવસારી સીટી સર્વે કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રીઓ કે અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવતા મુખ્ય અધિકારીઓ અપીલની સુનવણી દરમ્યાન પોતે સદર કાયદા વિશે અજાણ છે. કબુલાત કરી હતી.અને ટુંક સમયમાં કાયદેસર દરેક બોર્ડ લગાડવામાં આવશે એવા સંતોષકારક જવાબો પણ આપેલ હતા. અરજદાર એ જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની ગાઈડ લાઈન પણ ઉપલ્બ્ધ કરાવી હતી.
આજે નવસારી જિલ્લા માં મોટા ભાગે આરક્ષણ થી અને પરમોશનથી નિમણુંક થયેલ અધિકારીઓ પાસે કાયદાઓ ના જ્ઞાન ન હોય જેથી નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ નવસારી જિલ્લાના દરેક અધિકારીઓ ને સદર કાયદાઓ વિશે સ્પીપા દ્વારા એક દિવસીય તાલીમ પણ તારીખ ૨૦/૧૨/૨૦૧૮ના રોજ અપાવેલ છે. જે ખરેખર કાબીલે તારીફ અને પ્રશંસનીય છે. અધિકારીઓ એ કલેક્ટરશ્રી નો આભાર વ્યક્ત કરવો જોઈએ.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી માં જમીન દફ્તર સીટી સર્વે ની કચેરીના મુખ્ય અધિકારી શ્રી પાસે આજે સાંજે તારીખ ૨૧/૦૧/૨૦૧૯ના રોજ રૂબરૂ મુલાકાત માં સદર કાયદાઓ ના બોર્ડ વિશે પૂછતા જણાવેલ છે કે અમો બોર્ડ લગાવેલ નથી અને કોઈ પણ સંજોગે બોર્ડ લાગાવિયે પણ નહિ. બીજી અપીલ ગાંધીનગર કરી અમને દંડ કરાવો. અમો દંડ ભરીશું. સદર અધિકારી શ્રી પાસેથી મળેલ જવાબ મુજબ સરકાર ને વિકાસ અને પારદર્શક ની આશા રાખવો ગુનો બનશે. રૂબરૂ મુલાકાત માં મુખ્ય અધિકારી શ્રી ભુલી ગયા કે એમનો મળતો વેતન અને રાજાશાહી જેવી સુવિધા ગુજરાતના ગરીબો મજલુમો ખેડુતો થી સર્વોચ્ચ નાગરિકોના મહેનત મસક્કત અને ખુન પસીનાની કમાઈના છે. આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. અને કોઈ પણ અધિકારી સરકારશ્રીની કોઈ પણ કાયદાનો ઉલંઘન કરી શકે નહિ. સરકાર રાત દિવસ વિકાસ લક્ષી યોજનાઓ પાછડ કરોડો રૂપિયા અધિકારીઓ માટે નહિ નાગરિકો માટે ખર્ચે છે. અને દરેક નાગરિકનો હક છે કે અધિકારીઓને આજે શા માટે સરકાર મોટી મોટી રકમ આપી રહી છે. ભારતના પ્રધાન મંત્રી શ્રી પોતાના વક્તવ્ય માં કહે છે કે આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર.. તત્કાલીન પ્રધાન મંત્રી શ્રી મનમોહન સિંહ એ પણ આરટીઆઈ થી ભ્રષ્ટાચાર કમ હુઆ. પરંતુ નવસારી જિલ્લા સીટી સર્વેની કચેરીના મુખ્ય અધિકારી શ્રીને ખબર નથી અને કોઈ બોર્ડ લગાવી શકે નહિ એવા વકત્વ્યો સરકારના વિકાસ માં વાધા સ્વરૂપ છે.
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સમાચારની ગંભીરતાથી નોધ લઈ પોતાને મળેલ સત્તા મુજબ કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
No comments:
Post a Comment