નવસારી જિલ્લામાં મહાત્માગાંધીના નિર્વાણ દિવસે તારીખ૩૦/૦૧/૨૦૧૯નારોજ વિકાસ માં શૌચાલય રોજગારમાં સ્વદેશી ચાય સાથે રંગારંગ કાર્યક્રમ સંપન્ન
ગ્રામોત્થાનથી
ભારત ઉત્થાનનો સંકલ્પ વ્યક્ત કરતા
દાંડીની
ઐતિહાસિક ભૂમિમાં આકાર પામેલા નમક સત્યાગ્રહ સ્મારકનું રાષ્ટ્રાર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
સ્વદેશી
ઉત્પાદન સાથે ખાદી અને રેંટિયાને અદકેરૂ સન્માન આપવાની નેમ વ્યક્ત કરતા
વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઇ મોદી
દાંડી
નમક સત્યાગ્રહ સ્મારક આગામી દિવસોમાં
ભાવિ
પેઢીમાં નવો જોમ અને જુસ્સો પૂરતો રહેશે
દાંડીનું
આ ઐહિાસિક સ્મારક વિશ્વના પર્યટકો માટે તીર્થક્ષેત્ર બની રહેશે
નવસારી:- દાંડીની
ઐતિહાસિક ભૂમિ ઉપરથી પૂ.ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ નમક સત્યાગ્રહ સ્મારકના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા બદલ સૌને
અભિનંદન પાઠવ્યા હતા. પૂ.ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ
ઉજવણીના અવસરે સત્યાગ્રહ સ્મારકના લોકાર્પણ પ્રસંગે પ્રજાજનોને સંબોધતા શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ ગાંધીજી અને નમક સત્યાગ્રહ વિશે અનેક જાણી અજાણી વાતો સાથે, આગામી દિવસોમાં આ ભૂમિ તિર્થક્ષેત્ર બની રહેશે તેમ જણાવ્યું હતું.
પર્યટન ઉઘોગને પણ આ સ્મારક નવી
ઊંચાઇએ લઇ જશે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાંડી હેરીટેજ માર્ગ સહિત દાંડી નમક
સત્યાગ્રહ સ્મારકને આવનારી પેઢી યાદ રાખે તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.
સાબરમતીથી શરૂ થયેલી દાંડી યાત્રાએ
અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા, ત્યારે દેશના આ જન
આંદોલનને રચનાત્મક આંદોલન ગણાવી, ગાંધીજીની દીર્ધદ્રષ્ટિ તથા
તેમની સુઝબુઝનો ખ્યાલ આપતા ઐતિહાસિક નમક સત્યાગ્રહની તારીખ અને તવારીખનો પણ ખ્યાલ આપ્યો
હતો. નમક સત્યાગ્રહ અને સ્વદેશી આંદોલને
બિ્રટિશરોને ધૃજાવી દેવા સાથે આઝાદીના દિવાનાઓમાં નવો જોમ અને જુસ્સો પૂર્યો હતો તેમ
પણ તેમણે જણાવ્યું હતું.નમક સત્યાગ્રહ વેળા પણ ગાંધીજીના
આ નિર્ણયમાં સંદેહ કરવાવાળા નેતાઓની જેમ, વર્તમાન સમયે પણ શૌચાલય,
સ્વચ્છતા અભિયાન જેવા જન આંદોલનની મજાક ઉડાવનારા તત્વોને દેશની જનતા
માફ નહીં કરે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ નકારાત્મક વિચારસરણી સાથે સરકારના કાર્યક્રમોની
હાંસી ઉડાવનારા તત્વોને જવાબ આપવાનો સમય હવે પાકી ગયો છે તેમ જણાવ્યું હતું.સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતભરમાં
અંદાજીત ૯ કરોડ જેટલા શૌચાલયો બન્યા છે, જેને કારણે માં બેટીઓને
કેટલી રાહત મળી છે તે આ નકારાત્મક વિચારસરણી ધરાવતા લોકો સમજી નહીં શકે તેમ પણ તેમણે
ઉમેર્યું હતું.ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને
પૂર્ણ કરીને પણ તેમને સાચી શ્રદ્ધાંજલી આપી શક્યા હોત, તેમ જણાવી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂ.ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ તા.રજી ઓક્ટોબર સુધી
ભારતને સંપૂર્ણ રીતે ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાની સરકારની નેમ છે તેમ જણાવ્યું
હતું. પૂ.બાપુના જીવન
કવનમાંથી દેશ અને દુનિયા સતત પ્રેરણા મેળવતી રહે તેવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપવાની
નેમ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ ગાંધીજીના પિ્રય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ.. દુનિયાના
સો દેશના ગાયકોએ એક સાથે ભાવપૂર્ણ રીતે ગાઇને, આ ભજનની તાકાતનો
વિશ્વને પરિચય આપ્યો છે તેમ જણાવ્યુ હતું. આ ભજન દાંડીના નમક સત્યાગ્રહ સ્મારકના મુલાકાતીઓને
પણ સાંભળવા મળે તેવા પ્રયાસો હાથ ધરાશે તેમ વડાપ્રધાનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. પૂ.બાપુની પ્રિય
ખાદી આઝાદીના સંદેશ સાથે મહિલા સશક્તિકરણનો પણ પર્યાય બની ગયો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ ગાંધી અને ખાદી સંસ્થાઓને પણ મોટે પાયે આધુનિક રીતે વિકસાવવામાં આવી રહી છે તેમ
જણાવ્યું હતું.
સ્વતંત્રતાના આંદોલનમાં
ખાદીની ભૂમિકાનો ખ્યાલ આપતા વડાપ્રધાનશ્રીએ હાથ ચરખા/રેંટીયાને પણ અદકેરૂ સન્માન આપવાના
ભાગરૂપે તા.૭મી ઓગષ્ટને હાથ ચરખા દિવસ તરીકે ઉજવવાની દિશામાં સરકાર પ્રયાસ કરી રહી
છે તેમ જણાવ્યું હતું. ગ્રામોત્થાનથી દેશ
ઉત્થાનના ઉદૃેશનો ખ્યાલ આપતા વડાપ્રધાનશ્રીએ ગ્રામોત્થાન અભિયાનની પણ વિસ્તૃત જાણકારી
આપી હતી. પૂ.ગાંધીજીના આદર્શો
અનુસાર સ્થાનિક રોજગારી સહિત સોલાર ચરખાના વ્યાપને પણ નવી દિશા અપાશે તેમ જણાવી શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ સૌર ઊર્જા અને સોલાર ટ્રીના કોન્સેપ્ટનો પણ વ્યાપ વધારાશે તેમ જણાવ્યું
હતું.
સ્વદેશી ઉત્પાદનની
ચર્ચા કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધમાખી પાલન અને મધ ઉત્પાદનની પ્રવૃત્તિને પણ
નવી દિશા આપવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
જેમણે માત્ર વિરોધ
જ કરવો છે તેવા લોકો તેમની નકારાત્મક ઊર્જા ફેલાવતા રહે, ત્યારે
સરકાર હેરીટેજ ટુરિઝમને વધુ વિસ્તારીને આ ક્ષેત્રે નવિન ઊંચાઇએ લઇ જવા કટીબદ્ધ છે તેમ
પણ તેમણે આ વેળા ઉમેર્યું હતું.
ભારતની ભવ્ય સાંસ્કૃતિક
અને ઐતિહાસિક વિરાસતનૈ વૈશ્વિક ફલક ઉપર વિકસાવવાનું કાર્ય આ સરકાર કરી રહી છે તેમ જણાવી
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજા સાથે સીધો સંવાદ સાધતા, આપણા ધરે
કોઇ પણ મહેમાન આવે તો તેમને ગાંધી સ્મારક બતાવવાનું વચન આપવાનું પણ આહ્વાન કર્યું હતું.
આ વિસ્તારની તમામ
શાળા/મહાશાળાઓ દાંડી તીર્થયાત્રાની અવશ્ય મુલાકાત લે તે સુનિヘતિ કરવાનું આહ્વાન કરતા વડાપ્રધાનશ્રીએ આ પ્રવૃત્તિથી
નાના, સ્થાનિક
ધંધાર્થીઓને રોજગારીનું નવુ સાધન ઉપલબ્ધ થશે તેમ પણ જણાવ્યું હતું.
ઇતિહાસ સાથે ટેકનોલોજી
અને કળાત્મક્તાનો અદ્ભુત ત્રિવેણી સંગમ દાંડી ખાતે રચાયો છે તેમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કારણે પ્રતિ માસ અંદાજીત પાંચેક લાખ લોકો કેવડિયાની મુલાકાત
લઇને, ત્યાં પ્રવાસન વિકાસના નવા દ્વાર ખોલી રહ્યાં છે તેમ જણાવ્યું
હતું.
આગામી દિવસોમાં
દાંડીના દરિયા કિનારે માનવ મહેરામણ ઉમટી પડે તેવા સહિયારા પ્રયાસોની પણ શ્રી મોદીએ
સૌને હિમાયત કરી હતી.
શાંતિ, અહિંસા અને જન આંદોલનના પ્રેરક એવા દાંડી નમક સત્યાગ્રહ સ્મારકના રાષ્ટ્રાર્પણ
કાર્યક્રમની પણ વડાપ્રધાનશ્રીએ સૌને શુભકામના પાઠવી હતી.
No comments:
Post a Comment