ડીજીવીસીએલ. વલસાડ મુખ્ય કાર્યપાલક ઈજનેર ના હુકમની ઐસી કી તૈસી કરતો ના.કા.ઈ. જલાલપોર શ્રી ગાવીત
ગુજરાત રાજ્યના વિકાસના સૌથી મહત્વપૂર્ણ આધાર પાવર વીજ કંપની છે. માનવ જીવનના વિકાસના મુખ્ય આધાર અને પ્રાથમિક સુવિધાઓ માં વીજનો સૌથી પ્રથમ સ્થાન છે. ગુજરાત રાજ્યમાં આજે ૨૪ ક્લાક પાવરનો ગીત સરકાર આખા હિંદુસ્તાન માં વગાડી રહી છે. પરંતુ જમીની હકીકતમાં અહિં ગુજરાતના મોટા ભાગના ખેડુતોને ખેતી વપરાસ માટે વર્ષો સુધી રાહ જોઈ પડે છે. ઉદ્યોગપતિઓને તત્કાલ વીજ કનેકશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વલસાડના તાબા હેઠળ નવસારી જિલ્લામાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા જલાલપોર વિભાગીય કચેરી માં જન હિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ હેઠળ તારીખ ૧૬/૦૭/૨૦૧૮ના રોજ એક માહિતી માગવામાં આવેલ હતી. આજે ૬ માસ પછી પ્રથમ અપીલ સત્તા અધિકારી અને કાર્યપાલક ઈજનેર વલસાડના હુકમ પછી અને અરજદારને નિરીક્ષણ કરવા પછી નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી જલાલપોર વિભાગીય કચેરી દ્વારા જણાવવામાં આવેલ છે કે અરજદાર દ્વારા માગવામાં આવેલ માહિતી માહિતી સ્વરૂપમાં ઉપલ્બ્ધ નથી. અને અરજદારના રૂબરૂ નિરીક્ષણ માં પહેલા દરેક માહિતી ઉપલબ્ધ હતી .હવે દિન-૧૫ માં ગાયબ કેવી રીતે થઈ શકે. અને ગુજરાત સરકારના કાયદા મુજબ મુખ્ય અધિકારીને પોતાની કચેરીથી ૩ થી ૫ કિમી.ના અંતરે રહેવો ફરજીયાત છે. જેના અન્વયે સદર અધિકારી શ્રી નવસારી જિલ્લામાં પણ રહેતા નથી. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદા મુજબ સદર અધિકારી શ્રી માહિતીઓ આપે ત્યારે કદાચિ મોટી આફત આવી શકે. હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.વલસાડના પ્રથમ અપીલ સત્તા અધિકારી શ્રી ને હુકમ પહેલા ખબર છે કે કેમ..? જે માહિતી કાયદેસર ન હોય એ પણ આપી શકાય. મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ કોઈ ને બાકાત રાખી શકાય નહિ. ત્યારે સદર વિભાગીય અધિકારી માહિતી ક્યાં સુધી ગુમરાહ કે છુપાવી શકે .સમાચારની ગંભીરતાથી નોધ લઈ વલસાડના કાર્યપાલક ઈજનેર શ્રી કાયદાની જોગવાઈ મુજબ હુકમ કરેલ માહિતી અરજદારને ન મળે ત્યારે પોતાની કચેરીમાં મગાવી પુરી પાડવાનો હોય છે. અને જાહેર માહિતી અધિકારીના સદર બાબતે ઉપરી અધિકારીઓ ને જાણ કરવાનો રહે છે. કાયદા મુજબ કાર્યવાહી કરશે કે સંબધિત કચેરીઓ માં સહભાગીદાર થઈ ગુજરાત સરકાર સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની બદનામી કરાવશે.એ જોવાનુ બાકી રહ્યુ.
No comments:
Post a Comment