Tuesday, January 22, 2019

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સત્તા પક્ષ સામે નતમસ્તક...!

    નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય              અધિકારીઓ  સત્તા પક્ષ સામે નતમસ્તક ....!

                       નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના તા.9/12/2015 ના રોજ કરવામાં આવી. ગુજરાત સરકાર દ્વારા  નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના ના હેતુ માં બાધકામ માં કાયદેસર ભ્રષ્ટાચાર બંધ થશે. સરકારની નીતિ અને નિયમો પારદર્શક થશે. અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં શૈક્ષણિક લાયકાત જાબાજ અનુભવી ક્લાસવનના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી. મળેલ માહિતી અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ટોપ મોસ્ટ અધિકારીઓ એનો મુખ્ય અધિકારી છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ફકત નામ માં જ નવસારી શહેરી વિકાસ છે. નવસારી શહેર ને તરતજ બાદબાકી કરતા પોલ ખુલ્લી પડી હતી.
                           નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના પછી હદ વિસ્તારમાં બાધકામની તમામ પરવાનગીઓ  કે અન્ય તમામ વિકાસના કામો કચેરી મારફતે કરવામાં આવશે. પરંતુ શાસક  પક્ષમાં  સભ્યો નેતાઓ આગેવાનો  પોતાની સરકારના નિયમો પોતે જ નથી માનતા.  પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેકટર શ્રીની કચેરી માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં  ગૈરકાયદેસર શહેરી વિકાસ સત્તા મંડળની પરવાનગી વગર એક ફરિયાદ પુરાવા સાથે  કાયદેસર કાર્યવાહી કરવા શરતભંગના કેસો કરવા માટે  અરજીઓ કરી. અને કલેકટર કચેરી માનવ અધિકાર સંસ્થાને ગુમરાહ કરવા માટે  નવસારી તાલુકાના વિકાસ અધિકારી શ્રીને નોટિસ આપી રહી છે.  આજે વર્ષ પણ બદલાઈ ગયા. ત્રણ ત્રણ નોટિસો મોકલવામાં આવેલ છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ખબર નથી કે અરજદાર ને ગુમરાહ કરવા કે શો પુર્તુ નોટિસ મોકલવા થી  સરકારના પારદર્શિતા વિકાસ અને અધિકારીઓ સામે નાગરિકોમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓની મિલીભગત અને સરકાર ના સંવિધાનના નિયમો મુજબ કાયદેસર કામો ન કરવા બદલે   સરકાર ની મહેનત મસકકત ની ધજાગરા ઉડાવવા માં કદાચ મોટો નુકશાન પણ થઈ શકે. આજે ભાજપ સરકાર વિશ્વની સૌ થી મોટી પાર્ટી છે. પરંતુ એક મછલી પૂરે તલાવ કો ગંદા કરતી હૈ. એજ હાલત આજે નવસારી જીલ્લાની છે. હાલ મા  એક અરજદારની એક આરટીઆઇ થી નવસારી જીલ્લાના મોટા ભાગના ઈમાનદાર નેતાઓ પાર્ટીના આગેવાનો  માહિતી ન લેવા માટે  પ્રયાસો કરી રહ્યાં છે.   .નવસારી જીલ્લામાં કલેકટર કચેરી અને શહેરી વિકાસ સત્તા મંડળમા પુરાવો રજુ કરવા આજે છ માસ પૂર્ણ થતા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીઓ પંચાયતના આગેવાનો સભ્યોને ગૈરકાયદેસર સુરક્ષા શા માટે આપી રહ્યા છે. એ સમજવું અઘરું નથી. ગ્રામ પંચાયત માં તલાટી કમ મંત્રી ફકત શો પુરતો કામ કરે છે.એની પાસે કોઈ વિશેષ સત્તા નથી. પરંતુ નવસારી જિલા કલેકટર પાસેની સત્તા સામે સવાલો ઉભા થાય . એ દૂર્ભાગ્યપૂર્ણ છે.
               નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એક મુલાકાત માં જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. હવે આજે એમની બુદ્ધિ વિવેકનો સવાલ ઉભા થયા છે. એક તાલુકા વિકાસ અધિકારી ત્રણ ત્રણ નોટિસ આપવા છતા એક જવાબ નહિ આપે ત્યારે નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને કાયદેસર કાર્યવાહી કરવા માટે  કયા કાયદો નડે છે. એ સમજવું અધરુ છે. હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા સમાહર્તા અને નવસારી જિલ્લાના જિલ્લા મજીસ્ટ્રેટ શ્રી તત્કાલ કાર્યવાહી કરશે કે ચૌથી નોટિસ અપાવશે કે કાર્યવાહી કરવા માટે હુકમ કરશે એ જોવાનું બાકી રહ્યુ.
                         નવસારી જિલ્લા માં મોટાભાના અધિકારીઓ મા.અ.અ.૨૦૦૫ના કાયદાથી આજે પણ અજાણ છે. કે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર ને નાબુદ કરવા અંકુશ કરવા માં સાથે વિકાસ, પારદર્શિતા સમૃદ્ધિ માટે ના કાયદાઓ જેવા કે મા.અ.અ.૨૦૦૫, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ સાથે ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદાઓ આજે ૨૧ વીં સદીમાં પણ ફકત ફાઈલો માં જ દમ તોડી રહી છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...