Saturday, April 13, 2019

નવસારી- જિલ્લા વિકાસ અધિકારીનવસારીના હુકમ ની ઐસી કી તૈસી કરતી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વાસદા

જિલ્લા વિકાસ અધિકારીનવસારીના હુકમ ની ઐસી કી તૈસી કરતી  આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વાંસદા 
આરટીઆઈ-૨૦૦૫,આરસીપીએસ,અને લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ સાથે ભ્રષ્ટાચાર માં ટોપટેન માં બીજા ક્રમે
જવાબદાર કૌણ..? 
૧.૫ લાખ વેતન દર માસે સાથે રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે..? 
સરકારને બદનામ કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કૌણ કરશે..? 
             નવસારી જિલ્લાના વાંસદા તાલુકા જેના હદ વિસ્તાર માં આજે સૌથી વધુ ટ્રાઈબલ એરિયા હોવાથી વિકાસની જરૂર છે. વર્ષોથી સરકાર સદર વિસ્તાર ના નાગરિકો ના દરેક પ્રકારથી વિકાસ જેવા સ્વરોજગાર, ચોખ્ખુ પાણી, ગટર, પાકા રસ્તાઓ, ગરીબો માટે રાહત દરે સસ્તા અનાજ , શિક્ષણ માટે સરકારી પ્રાથમિક થી ઉચ્ચ સ્તરીય ભણતર આઈટીઆઈ સરકારી હોસ્પીટલ અવર જવર માટે દરેક ગામો સુધી સરકારી વાહનો વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા વિવિધ યોજનાઓ થકી કાયદેસર ખરચી રહી છે. જેમા કોઈ શંકા નો સ્થાન નથી. પરંતુ જમીની હકીકત માં વાંસદા તાલુકાના નાગરિકોની હાલાત દર રોજ બદથી બદતર જોવા મળે છે. નાગરિકો ના વિકાસ ક્યાં અટકે છે..? કરોડો રૂપિયા અહિં સરકાર દ્વારા આપવામાં આવતો ક્યાં જાય છે. જમીની હકીકત માં આજે પણ અસાધ્ય બીમારીઓ ફકત ગરીબ ભાઈ - બહેનો ને જ કેમ વારંવાર થાય છે. ? એવા સવાલો ના જવાબ કૌણ આપશે..? આજે સરકાર ખરેખર રૂપિયા આપે છે કે કેમ..? એના માટે પ્રશાનિક અધિકારીઓ છે કે કેમ ..? એવા સવાલો ના જવાબ કૌણ આપશે ..? સઘન તપાસ કરતા વાસદા તાલુકા ની ગરીબી આજે વર્ષો સુધી કેમ ટકી રહી છે. ગરીબી બેરોજગારી ની જળ ક્યાં છે ..? એના માટે જાગૃત નાગરિકો અને જાણકારો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અહિં લખી શકાય નહિં. છતા મા.અ.અ.૨૦૦૫ ના કાયદા મુજબ ગુજરાત સરકાર વાંસદા તાલુકા ને ટ્રાઈબલ એરિયા માં ગણી ને અહિં કાયદેસર કચેરી બનાવી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી અને દરેક પ્રકાર ના કર્મચારીઓ અધિકારીઓ ની એક ટીમ સુસજ્જિત કરેલ છે. અને દર વર્ષે કરોડો રૂપિયા કાયદેસર ગરીબો ના વિકાસ માટે પણ ખર્ચે છે. પરંતુ જમીની હકીકત માં અહિં અધિકારીઓ એક બીજા અધિકારી સાથે કાયદેસર સંકલન કરી સરકાર દ્વારા આપવામાં આવતો કરોડો રૂપિયા માં મોટા ભાગે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેમા અહિં સંબધિત મોટા ભાગ ના અધિકારીઓ સામેલ છે. 
વાસદા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા કરોડો રૂપિયા થતો ખર્ચ માટે નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક થયેલ હોવા છતા એક પણ અધિકારી પોતાની જવાબદારી લેવા તૈયાર નથી.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...