Sunday, April 7, 2019

નવસારી લેબર કમિશ્નરની ગરીબ મજુરો અને ચૌકીદારોના વેતન કાયદેસર આપવા માટે નોટિસનો અપમાન કરતા વિજલપોર નગરપાલિકા ..!

નવસારી લેબર કમિશ્નરની ગરીબ મજુરો અને ચૌકીદારોના વેતન કાયદેસર આપવા માટે  નોટિસનો અપમાન કરતા

 વિજલપોર નગરપાલિકા ..!

          જાયે તો જાયે કહાં ..?                 જવાબદાર કૌણ...? 

                       નવસારી:- નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં વર્ષોથી ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. રાજનેતાઓ અને અધિકારીઓ ની મિલીભગત થી દરેક કામો ને અંજામ આપવામાં આવે છે. અને ગુજરાત ના વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકારની યોજનાઓ આજે મોટી મોટી ફાઈલો માં દમ તોડી રહી છે. જમીન ઉપર ક્યારે આવશે..? અચ્છે દિન આ ગયે..? મૈ ભી ચૌકીદાર જેવા શબ્દો ફકત સાંભણવા માં  સારુ લાગે છે. આજે વિજલપોર નગરપાલિકાના ચૌકીદારોને બે વખત પેટ ભરીને ખાવા માટે પણ વેતન આપવામાં નથી આવતુ. સરકાર લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદાઓ અહિં વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ સામે લકવાગ્રસ્ત છે. અહિ વિજલપોર નગરપાલિકા માં દરેક વિભાગ માં કાયદેસર ભ્રષ્ટાચાર સાથે રાખીને જ કામ કરવામાં આવે છે. રાજનેતાઓ ને સંવિધાનના કાયદા મુજબ કોઈ ડિગ્રી કે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.પરંતુ એના બદલે અધિકારીઓને કાયદેસર શૈક્ષણિક લાયકાત મુજબ રાખવો ફરજીયાત છે. અને આજે વર્ષોથી વિજલપોર નગરપાલિકા માં મળેલ માહિતી મુજબ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓની અક્ષત છે. જેથી વિજલપોર નગરપાલિકા માં બિન જરૂરી કામોની પ્રધાનતા આપવામાં આવે છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય જેવા કામોને પ્રવેશ કરવા માટે અહિં વર્ષોથી પ્રતિબંધ છે. અહિં ચોખ્ખુ પાણી નાગરિકોને આપવો ગુનો સમજવામાં આવે છે. શિક્ષણ ખાતુ અહિં વિજલપોર નગરપાલિકા માં અદૃશ્ય છે. સ્વાસ્થ્ય વિભાગ  કે નાગરિકોની  સુરક્ષા માટે વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ  દેશ દ્રોહ જેવા સંગીન ગુનો સમજે છે. જેથી પ્રાથમિક સુવિધાઓ કાયદેસર નાગરિકોને મળે એવો કામ કરવો અધિકારીઓ ગુનો કેમ સમજે છે .. એ જાણવા માટે કાયદેસર મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ ૨૪ મુજબ માહિતી માગવામાં આવેલ હતી જેનો જવાબ ૬ માસ પૂર્ણ થતા વિજલપોર નગરપાલિકાના જાહેર માહિતી અધિકારીશ્રી આપેલ નથી.
                    નવસારી જિલ્લામાં  લેબર કમિશ્નરની કચેરી સરકારશ્રી દ્વારા વર્ષોથી કાર્યરત છે. જેમા લેખિત અને મોખિક માં વારંવાર ફરિયાદ કરતા સદર કચેરીના અધિકારી શ્રી એક નોટિસ તારીખ ૨૯/૧૧/૨૦૧૮ નારોજ આપેલ હતી જેની એક ઝેરોક્ષ નકલ અહિં મુકવામાં આવેલ છે. એ પછી પણ નોટિસ આપેલ છે. અને આજે ૪ માસ પૂર્ણ થતા કોઈ જમીની હકીકતમાં કાયદેસર મજુરો અને ચૌકીદારોને વેતન આપવામાં આવતો નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે નવસારી જિલ્લાના સમાહર્તા અને ગાંધીનગરની મ્યુનિસપાલિટી કમિશ્નર સાથે શ્રમ આયુક્ત ગાંધીનગર શ્રી નવસારી જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત વિજલપોર નગરપાલિકા માં સંબધિત અધિકારીશ્રીને સદર બાબતેની મિલીભગત માં ગુનો નોધણી કરી કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..? એની રાહ જોવાઈ રહી છે..
મ્યુનિસિપાલિટી એડિમિનિસ્ટ્રેટ કમિશનર ગાધીનગર દ્વારા પણ સદર બાબતે એક પરિપત્ર આપવામાં આવેલ છે. જે કદાચ પાડોસી દેશોની ભાષા માં હશે . જેથી અહીં પાલન થયેલ નથી. હવે એના ઉપર તકેદારી આયોગ ને એની ભાષામાં સૂચન કરવામાં આવેલ છે. જે ટુક સમય માં જવાબ આપશે....

 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...