નવસારી જિલ્લા શિક્ષા અધિકારી દ્વારા મતદાર જાગૃતિ માટે ઐતિહાસિક કામગીરી કાબીલેતારીફ અને પ્રશંશનીય
નવસારી જિલ્લામાં લોકસભા માં ૧૦૦ ટકા મતદાન થાય જેના અનુસંધાન માં આજે સરકાર એડી ચોટીની જોર લગાવી રહી છે. સરકાર સાથે આજે નાગરિકો અને વિભિન્ન સંસ્થાઓ પણ એમા સહભાગી થવા માં કોઈ કસર બાકી નથી રાખતા. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી પણ પોતાનુ વિશાલ અનુભવ સાથે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આજે નવસારી જિલ્લા માં પહેલીવાર નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત કુમાર ચૌધરી એ એક નવો અભિગમ થી લોકશાહીના નવા પર્વ જેમા કોઈ પણ જાત-પાત કે રંગ ભેદ વગર નવસારી જિલ્લા માં હજારો શિક્ષકો સાથે ૧૦૦% મતદાન માટે લ્યુંસીકુઈ મેદાન પર ૨૩ એપ્રિલ ગુજરાતના નક્શો શિક્ષકોને ક્રમબદ્ધ ઉભા રાખી ફ્લેશ લાઈટ થી એક ઐતિહાસિક અને પ્રશંશનીય કામગીરી રજુ કરેલ છે. અને સદર કાર્યક્રમ ક્રમમાં મીડિયા વિભાગ નામિત્રો સાથે નવસારી જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી ડો.મોડિયા પોલિસ અધ્યક્ષ ડો.પંડયા નવસારી જિલ્લા ના આઈકોન શ્રી બોમી જાગીરદાર શ્રી રોહિત દેશાઈ નાયબ જિલ્લાચુંટણી અધિકારી શ્રી પ્રજાપતિ ગુજરાત રાજ્યના સેલિબ્રિટી આઈકોન સાથે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ ડો.મિશ્રા સાથે નવસારી નગરપાલિકાના ચિફ ઈંજીનિયર શ્રી રાજુ ભાઈ ગુપ્તાની હાજરી જોવા મળી હતી. લ્યુંસીકુઈ મેદાન માં શિક્ષકો લાઈન માં શિસ્તબદ્ધ ઉભા રહી એક જ સાથે પોત પોતાના મોબાઈલ થી ફ્લેશ લાઈટ થી રેડી ટુ ગુજરાત અને ગુજરાતનો નક્શો સાથે ૨૩ એપ્રિલ જે તસ્વીર માં નજરે પડે છે. ખરેખર શિક્ષકો દેશ ના ભવિષ્યના નિર્માતા છે .એ પુરવાર થયેલ છે. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત કુમાર ચૌધરીની સદર કામગીરી ખરેખર કાબીલે તારીફ અને પ્રશંશનીય છે. અને એમની ટીમ માં સામેલ નવસારી જિલ્લા શાસના અધિકારી શ્રીમતી ભુમિકા પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ ભાઈ પટેલ જેવા મહા ગુરૂઓ આજે નવસારી જિલ્લાની સાથે ગુજરાત કે ભારત દેશ માટે ગૌરવ છે.
સદર કામગીરીની બીજા દિવશે દરેક સરકારી સંસ્થાઓ અને પ્રખ્યાત સ્થળે રંગોળી થી ગુજરાત અને રેડી ટુ વોટ કાર્યક્રમની ઉજવણી પણ કરેલ છે. એવા કાર્યક્રમો નવસારી જિલ્લા માં કાયમી થતો રહે . નવસારી જિલ્લાના નાગરિકો માટે ભાઈ-ચારાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ મળેલ છે.
No comments:
Post a Comment