Wednesday, April 10, 2019

નવસારી નગરપાલિકા દ્વારા ઉઘરાણું કાયદેસર કે ....?

નવસારી નગરપાલિકા દ્વારા  ઉઘરાણું કાયદેસર કે ....?
નવસારી નગરપાલિકા આજે ભ્રષ્ટાચાર બાબતે ગુજરાત રાજ્યની પારદર્શિતા અને વિકાસ સમૃદ્ધિ જેવા ભારતના ટોપટેન રાજ્યોં માં પ્રથમ સ્થાન ધરાવતો રાજ્યમાં સૌથી આગળ છે. ઠેર ઠેર ગેરકાયદેસર હાઈરાઈજ્ડ પરવાનગી વિરૂદ્ધ કામો, રસ્તાઓ, બ્લોકપેવિંગ વગેરે તમામ કામો માં ભ્રષ્ટાચાર વગર કામો ન કરવામાં પોતે મહાન સમજી રહ્યા છે. નવસારી નગરપાલિકા માં દર વર્ષે કરોડો રૂપિયાના કોભાંડો વહાર આવે છે. પરંતુ કાયદેસર તપાસ કરવા કે કાયદેસરના અધિકારીઓ ન હોવાથી ચંદ દિવશો માં એન કેન પ્રકારેણ તમામ ગેરકાયદેસર કામો કાયદેસર ગણી લેવામાં આવે છે. 
નવસારી નગરપાલિકા માં દુધિયા તળાવ માં નાગરિકોને ચોખ્ખુ પાણી પીવા માટે અંબિકા ડિવીઝન નવસારીની કચેરીથી લેવામાં આવે છે. અને નાગરિકો પાસે પાણી વેરા તરીકે દર વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવવા માં આવે છે. નાગરિકો દ્વારા આપવામાં આવતો પાણી વેરા જે ખરેખર અંબિકા ડિવીઝનમાં ભરવો જોઈએ. પરંતુ સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આજે આશરે ચાલીસ કરોડ રૂપિયા પાણીના બાકી છે. 
    નવસારી નગરપાલિકા અડીને વિજલપોર નગરપાલિકા જેની હદ વિસ્તારમાંથી ઉપરોક્ત પાણીની લાઈનો પસાર થાય છે. વર્ષો પહેલા અંબિકા ડિવીઝન દ્વારા આપવામાં આવતો પાણીની લાઈન માંથી જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારના રહીશોને પણ ચોખ્ખુ પાણી માટે તળાવ બનાવી ફકત ટ્રાઈ કરવા પુરતુ પાણી લીધેલ હતુ. ત્યાર બાદ વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તાર માં સદર તળાવની કામગીરી સદંતર બંધ હોય અને વરસાત નો પાણી થી તળાવ માં ભારી ભરખમ પાણી ભરાયેલ હતો. મળેલ માહિતી મુજબ નવસારી નગરપાલિકાની સદર લાઈન માં થી જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા પાણીના કનેક્શકન લેવામાં આવેલ છે. અને બે વર્ષ કાયદેસર સંચાલન જીયુડીસી  (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા કરવામાં આવશે. પછી વિજલપોર નગરપાલિકાને સુપુર્ત કરવામાં આવશે. એવા કરારો કરવામાં આવેલછે.
નવસારી નગરપાલિકાની દુધિયા તળાવમાં આવતી પાણીની લાઈન માં થી ટ્રાઈ પુર્તુ લીધેલ પાણીના બિલો સૌ પહેલા લેવાનો હક અંબિકા ડિવીઝન નવસારી અને ચુકવવા માટે જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) જવાબદાર છે.   
જેના અનુસંધાન માં નવસારી નગરપાલિકા દ્વારા વિજલપોર  નગરપાલિકા ને નોટિસ પાઠવી આશરે ૯ લાખ જેવી માતબર રકમ ભરાવી રહી છે. જાણકારો અને મળેલ માહિતી  મુજબ એ ગેરકાયદેસર છે. જેથી નવસારી નગરપાલિકાના સદર  બાબતે અંબિકા ડિવીઝન નવસારી ને ટેલીફોનિક જાણ કરવામાં આવેલ છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી નગરપાલિકા દ્વારા  પરવાનગી વગર પાણીના બિલો વિજલપોર નગરપાલિકા થી લેવા માટે અંબિકા ડિવીઝન  નવસારીના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..?  કે અંબિકા ડિવીઝન નવસારીના અધિકારીઓ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત માં પોતાના નામ નોધાવી તપાસ કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ. નવસારી જિલ્લાની અંબિકા ડિવીઝનમાં વર્ષોથી કાયદા કાનૂનથી કામ કરવા ગુનો સમજે છે.  જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ના કાયદાનો અપમાન કરનાર અધિકારીઓ સદર બાબતે પોતે વિચારણા કરી તત્કાલ કાયદેસર સમજી વિચારી ને નવસારી અને વિજલપોર નગરપાલિકાના નાગરિકોને જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિક સુવિધા ચોખ્ખુ પાણી મળી રહે  એના માટે  જરૂરી કાર્યવાહી કરશે જે આજની અત્યંત જરૂર અને સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...