Friday, April 5, 2019

નવસારી -૨૫ લોક સભા સામાન્ય ચંટણી માટે તંત્ર સુસજ્જ જનરલ ઓબ્ઝર્વર નિમાયા




૨૫- નવસારી લોકસભા બેઠક માટે ઓબ્ઝર્વરો નિમાયાં
 નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૫-નવસારી બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો  ચુસ્તપણે અમલ થાય તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.), પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી પવાર પ્રવિણ મધુકર (આઇ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે.
જનરલ ઓબ્ઝર્વર શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૯૬૬૨૪૨ તથા પોલીસ ઓબ્ઝર્વર શ્રી પવાર પ્રવિણ મધુકર (આઇ.પી.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૯૪૪૯૨૭ છે. જાહેર જનતાને ઓબ્ઝર્વરની ચૂંટણીસબંધી ફરિયાદો કરવા માટે ઉકત મોબાઇલ નંબરો તથા કચેરી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૫૦૧ પર સંપર્ક કરી શકાશે.
વધુમાં ચુંટણીસબંધી કોઇપણ ફરિયાદ અંગે જનરલ ઓબ્ઝર્વર શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.) ને દરરોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ, પ્રથમ માળે, નવસારી ખાતે રૂબરૂ મળી શકાશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા ઘ્વારા જણાવાયું છે.    

ચુંટણી સંબંધી આદર્શ આચારસંહિતાની કાર્યવાહી બાબતે જરૂર    
              જણાય તો અમારો તુરંત સંપર્ક કરવો               
                                        – જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘ
૨૫-નવસારી લોકસભા મતવિસ્તારની બેઠક અન્વયે ચુંટણી પંચ દ્રારા નિયુકત કરવામાં આવેલ ચુંટણી ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના મીટીંગ હોલ ખાતે નોડલ ઓફીસર તથા એ.આર.ઓ.સાથે બેઠક યોજવામાં આવી હતી
જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘે બેઠકમાં જણાવ્યુ હતુ કે, ચુંટણી તંત્ર ચુંટણી અંગે થઇ રહેલી ગતીવિધિ અંગે ખુબજ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહયુ છે. ચુંટણી સંબંધી આદર્શ આચાર સંહિતાની કાર્યવાહી બાબતે જરૂર જણાય તો અમારો તુરંત સંપર્ક કરવો તે માટે આપ દરરોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન સરર્કિટ હાઉસ ખાતે અમારો સંપર્ક કરી શકો છો.
ઓબ્ઝર્વરશ્રીએ બેઠકમાં રજુ કરેલ પ્રશ્નોના જવાબમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતુ કે નવસારી જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને નિર્ભયપણે લોકો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમ પણ આપી દેવાઇ છે.મતદાન મથકોમાં લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તેવી  સુદ્રઢ વ્યવસ્થા કરાઇ છે. મતદાન મથકમાં મતદારોની સુવિધા માટે પીવાના પાણી સુવિધા, પ્રાથમિક સારવાર સુવિધા માટે એઇડ બોકસ તથા  સ્વચ્છતાની જાળવણી અંગે વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જિલ્લા તંત્ર દ્રારા ચુંટણી પ્રક્રિયા હેઠળ થઇ રહેલી કામગીરીની જાણકારી પુરી પાડી હતી અને બેઠકમાં થયેલા યોગ્ય સુચનો અંગે પણ  યોગ્ય કાર્યવાહિ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયાએ બેઠકમાં લોકોએ નિર્ભય બની મતદાન કરે તે માટે સઘન સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે અને જિલ્લામાં કોઇ અનિચ્છિનય ન બને તે માટે તંત્ર ખુબજ સર્તક છે હોવાનું જણાવ્યુ હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ચુંટણી ખર્ચનાં નોડલ અધિકારીશ્રી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર અને મેનપાવરના નોડલ અધિકારીશ્રી કે.જે.રાઠોડ, એમએમસી.ના નોડલ અધિકારીશ્રી પી.કે.હડુલા સહિતના નોડલ અધિકારીશ્રીઓ તેમજ એ.આર.ઓ.શ્રીઓ  ઉપસ્થિત રહયા હતાં.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...