નવસારી જિલ્લા પુરવઠા અધિકારીઓ ઈમાનદાર કે...? જવાબદાર કૌણ ...?
નવસારી જિલ્લામાં સામાન્ય હોય કે સર્વોચ્ચ , દરેકે દરેક નાગરિકો સાથે સંકળાયેલ વિભાગ પુરવઠા વિભાગ આજે વર્ષોથી લકવા ગ્રસ્ત છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અહિં અધિકારીઓ હોય કે કર્મચારીઓ નોકરી કાયદેસર કરવામાં કોઈ રસ નથી. અહિં અધિકારીઓ પોતાની કચેરીમાં બેસવુ ગુનો સમજે છે. છેલ્લા બે વર્ષથી પુરવઠા વિભાગ માં કૌણ અધિકારી છે ? જાહેર જનતાને ખબર જ નથી. જોબ ચાર્ટ મુજબ કામગીરી કૌણ કરશે..? એ સમજવો અઘરૂ છે. હાલમાં પુરવઠા વિભાગના એક અધિકારી સાથે એક કર્મચારી સુરત જિલ્લા માં મહુવા ખાતે નકલી પોલિસ ઈંસપેક્ટર બની મળેલ માહિતી અને સમાચાર પત્રના અહેવાલ મુજબ રૂપિયા ૨૫ હજારનુ ઉઘરાણુ કરેલ છે. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ અધ્યક્ષ સાથે આઈ.જી. સુરત ને ફરિયાદ કરવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં રજી.શાખામાં જિલ્લા પુરવઠા અધિકારીના નામે અરજી કરવા છતા આજ સુધી જિલ્લા પુરવઠા કચેરીમાં જે બીજા માળે છે અજુ સુધી પહુંચેલ નથી. અને આજ દિન સુધી નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા અને સમાહર્તા તરીકે કાર્યરત અધિકારી કોઈ કાર્યવાહી કરેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અધિકારીઓના કામકાજો આજે જગ જાહેર છે. મોટા ભાગ ના મામલતદાર કચેરીના અધિકારીઓ ના કામકાજો થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લાના તમામ પુરવઠા તપાસ અધિકારીઓના કામકાજો થી આજે વેપારી વર્ગ પણ ત્રાહિમામ થઈ ચુકયો છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી સાથે નવસારી જિલ્લા કલેક્ટર મળેલ સત્તા મુજબ તત્કાલ કાર્યવાહી કરી શકશે ખરા... ?
No comments:
Post a Comment