Monday, September 16, 2019

ગુજરાતની સૌથી મોટી જુની પ્રખ્યાત ટકાઉ ઇન્ડસ્ટ્રીઝ ....? ખાનગી હોટેલમાંથી 5 પોલીસકર્મી સહિત 7ની ધરપકડ, અમવાદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા,


     ગુજરાત માં આજે દરેક ઇડસ્ટ્રી માં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફકત એક જ ઇન્ડસ્ટ્રીઝ દારૂ શરાબની પોતાના વર્ચસ્વ ટકાવી રાખેલ છે. સામાન્ય થી સર્વોચ્ચ સુધીને દરેક પલો માં ખૂબ સહકાર આપી રહી છે. દરેક સુખ દૂખ માં પણ મદદરૂપ થઇ રહી છે.સરકારના દરેક કાયદો માં ખૂબજ સહકાર આપી રહી છે. ગુજરાતના સોથી મોટો શહર અમદાવાદ માં પોલીસ વિભાગના પોલીસ તસવીર માં ખૂબજ આનંદ માં નજરે પડી રહ્યા છે.અને ગુજરાત માં ગમે એવી મંદી હોય એ ઇન્ડસ્ટ્રીઝ ખૂબજ મદદગાર સાવિત થઈ રહી છે. આજે જરૂર છે સકારાત્મક વિચાર ધારાની . એ ઇન્ડસ્ટ્રીઝને ભલે લોકો બદનામ કરી રહ્યા છે. ગુજરાત માં દારુ બંદી આજે લાખો નાગરિકોને રોજગાર આપી રહી છે.સરકારને એક બાર ફરી જેમ દરેક કાયદાઓમા ફેરફાર કરે છે . એમાં પણ વિચાર કરવાનો સમય આવી ગયો છે.એક ભારત એક ટેક્સ એક આધાર .. 
     દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આપણે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકોનાં ઝડપાવવાનાં સમાચાર સાંભળીએ છીએ. ત્યારે નરોડાની એક ખાનગી હોટેલમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 પોલીસકર્મી સહિત 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં DCPના આદેશ બાદ તમામ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાંચની બિયરની બોટલ તથા બે ટીન ઝડપાયા છે. આ ઉપરાંત એક કાર અને બે ટુ વ્હિલર સાથે મળીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં નરોડાની એક ખાનગી હોટેલમાં બેસીને દારૂની મહેફિલ માણતા 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 7 લોકોમાંથી 5 પોલીસકર્મીઓ છે. પોલીસે બાતમીના આધારે નરોડાની ખાનગી હોટેલમાં રેડ કરી હતી, ત્યાંથી તમામ આરોપીઓ રંગેહાથે ઝડપાયા હતા. ઝડપાયેલા લોકો પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાચની બિયર બોટલ અને બે ટીન મળી આવ્યાં છે. આ ઉપરાંત એક કાર અને બે ટુવ્હિલર મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ લોકોનો હવે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે બાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. આ ઘટના પરથી ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાય છે, ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે સાચે જ ગાંધીનાં ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે?

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...