નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરી કાબીલે તારીફ અને એસીબી સ્વર્ણ પદક સાથે સરકારી સેવાલયનો લાભ મળવા પાત્ર .?
આજે નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરીથી નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. સુપ્રિમ કોર્ટ આશરે ૩૨૯ દવાઓ જાન ઘાતક હોય જેથી કાયમી ધોરણે પ્રતિબંધ લગાવેલ છે. ગુજરાત સિવાય અન્ય પ્રદેશો માં મળતો અહેવાલ મુજબ કરોડો રૂપિયાની દવાઓ નો તપાસ કરી નાશ કરાવવામાં આવ્યો છે.ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં પણ એક તપાસ માટે ગુજરાત સરકાર લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સાથે એક કચેરીની રચના વર્ષોથી કરેલ છે. કાયદા મુજ્બ જન હિતથી સંકળાયેલ તમામ પ્રકારની દવાઓ ખોરાક કે તમામ સોન્દર્ય પ્રસાધન વગેરેની તપાસ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ૨૪ ક્લાક સક્રિય હોય છે. અને નવસારી જિલ્લામાં સદર કચેરીમા એક પણ અધિકારી ના મોબાઈલ નં. કોઈ નાગરિક કે સદર કચેરી સામે બોર્ડ માં લખવામાં આવેલ નથી. અને એક પણ ફોન કોઈ અધિકારી ઉપાડવાનો તો અલગ મોટા ભાગે અહિં અધિકારીઓ કાયદેસર કચેરીમાં હાજર પણ રહેતા નથી. નવસારી જિલ્લાની સદર કચેરી વિશે મોટા ભાગના નાગરિકોને ખબર જ નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા એલોપૈથી દવાઓ ઉપર પ્રતિબંધની તપાસ માટે એક માહિતી માગવામાં આવેલ હતી જેના અનુસંધાન માં મળેલ માહિતી મુજબ આશરે ૮૫૦થી વધુ નવસારી જિલ્લામાં મેડિકલ સ્ટોર છે. જેમા સદર કચેરીના અનુભવી કાયદા કાનૂન નો જાણકાર નવયુવક અધિકારી આશરે ૧૬ દુકાનોની તપાસ કરી છે. સદર કચેરીના સરકારશ્રી દ્વારા તજજ્ઞ અધિકારી શ્રી તપાસ કરેલ મેડિકલ સ્ટોરના આવક ,જાવક કે બિલો અથવા ગ્રાહકોને આપેલ બિલો તમામ પ્રકારના રજીસ્ટરો તપાસ કરેલ નથી.મળેલ માહિતી માં ફકત મેડિકલ સ્ટોરના માલિકો પાસે લખાવેલ છે કે અમો એવી કોઈ પ્રતિબંધિત દવાઓના વેચાણ કરતા નથી. અને રૂબરૂ મુલાકત માં પૂછતા ખરેખર એ દવાઓના નામ પણ અધિકારી શ્રીને ખબર નથી. જે દવાઓ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે એની લિસ્ટમાં ફકત દવાઓના કન્ટેન જ લખવામાં આવેલ છે. એનો દરેક કંપની પોત પોતાના નામે બનાવતી હોય છે. આજે એ દવાઓ બનાવવા માટે ગુજરાતમાં જ હજારોની સંખ્યામાં કંપનીઓ નામી અનામી રીતે કાર્યરત છે. હવે નવસારી જિલ્લાના ડ્રગ ઈંસપેક્ટર કઈ રીતે તપાસ અને કામ કરે છે સમજવો અઘરૂ છે.
નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી સાથે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના હુકમ મુજબ આજે ૧૪ વર્ષે પણ મા.અ.અ.૨૦૦૫ના કોઈ પણ નિયમનો પાલન કરતો નથી.મા.અ.અ.૨૦૦૫ ના કાયદા મુજબ એક બોર્ડ લગાડવા ગુનો સમજે છે.જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે નિયમો નો પાલન કરવામાં તકલીફ થતી હોય એવો વર્તન કરતા જોવા મળે છે. સરકારના દરેક નિયમોનુ પાલન નહિ કરનાર ગુજરાતના વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક કહેવાય.છતા સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તા સાથે ગાંધીનગરના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ..

No comments:
Post a Comment