Monday, September 2, 2019

નવસારી જિલ્લા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ ભ્રષ્ટાચારના માર્ગે ..?નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી ની નોટિસ હવા હવાઈ ...! જલાલપોર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી નોટિસ નો અપમાન.? હવે ગેરકાયદેસર બાંધકામોમાં આકારણી કરેલ તલાટીઓ સાથે અધિકારીઓની ભાગીદારી કે ......?



નવસારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવસારી અને જલાલપોર તાલુકા વિકાસ અધિકારીઓને નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ માગી...? ગેરકાયદેસર બાંધકામોમાં આકારણી કરેલ તલાટીઓ કાયદેસર જવાબ ન આપી સેટીંગ ડોટ કોમ ના સદસ્યતાની ચર્ચા...? સ્વચ્છતા અભિયાનના બોક્સ માં નોટિસ  ...? જલાલપોર તાલુકા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબને પણ અપમાન કરવા કમર કશી...? 
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો 
ચરમસીમા ઉપર ..?
તલાટી કમ મંત્રીઓ કલેક્ટરશ્રી નવસારીના કાયદેસર કરી રહ્યા છે અવગણના...!
નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની ત્રણ-ત્રણ નોટિસના જવાબ  અજુ સુધી આપી શક્યા નહીં ..હવે એક નોટિસ ના જવાબ આપશે ખરા...!
       આજે નવસારી જિલ્લા માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના કર્યાને ચાર વર્ષ પુરૂ થયેલ છે. સરકાર એ કચેરીની રચના શા માટે કરી છે. નવસારી શહેરના વિકાસના બદલે વિનાશ થઈ રહ્યો છે.અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં નવસારી જિલ્લાના સુપર ક્લાસ વન સાથે કલેક્ટર અધિક કલેક્ટર નાયબ કલેક્ટર જિલ્લા નગર નિયોજક જેવા મહાન હસ્તીઓના સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ એ અધિકારીઓ આજ સુધી એક કાર્યવાહી કરી શકયા નથી.  

નવસારી જિલ્લા ગેરકાયદેસર બાંધકામો કરવા માં દરેક હદ પાર કરી છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની હદ વિસ્તારમાં આજે એક તલાટી પણ જિલ્લા કલેક્ટર નવસારીને ગાંઠતો નથી. નવસારી તાલુકા વિકાસ અધિકારી હોય કે જલાલપોર તાલુકા વિકાસ અધિકારી અહિં નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ-ત્રણ નોટિસ આપવા છતા એક પણ જવાબ આપતા નથી. તલાટીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓના પેટનો પાણી પણ હલતો નથી. હવે નવા કલેક્ટર શ્રીની નિમણુંક થયેલ છે. નવસારી જિલ્લાના નાયબ જિલા વિકાસ અધિકારી શ્રી તારીખ ૨૮/૦૮/૨૦૧૯ના રોજ નવસારી જિલ્લા પંચાયતના વિશેષ પંચાયત કરનાર નવસારી તાલુકા અને જલાલપોર તાલુકા વિકાસ અધિકારીઓને એક નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ માગેલ છે. નવસારી જિલ્લા કલેક્ટરને આજ સુધી કોઈ ભાવ ન આપનાર તલાટીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ હવે.સાત દિવસ પૂર્ણ થયેલ છે . કોઈ જવાબ આપવા બદલે સેટિંગ ડોટ કોમની સદસ્યતાની ચર્ચા. .?

નવસારી જિલ્લા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીઓ હોય કે ખેતી , સિચાઈ હોય કે આરોગ્ય, બાધકામો હોય કે અન્ય.. આજે કરોડો રૂપિયાના સરકારને ચૂનો લગાવી રહ્યા છે. શોભાના ગાઠીયા સમાન અધિકારીઓ અરજદારોને નોટિસ અને તારીખ આપી ગુમરાહ કરી રહ્યા છે. કાયદેસર ભ્રષ્ટાચાર સાવિત કર્યો પછી નોટિસ શા માટે આપે છે. આરટીઆઈ હેઠણ ગુનો સાવિત કરવા પછી તત્કાળ સળિયા પાછળ જવા દેવા બદલે અધિકારીઓ નોટિસ અને તારીખ આપવા પાછળનો રહસ્ય જાણકારોના મંતવ્ય મુજબ સહભાગીદાર હોય ત્યારે જ તારીખ અને નોટિસ અપાય છે. જાણો બુઝી ગુમરાહ કરવો એ છટકબારી અને ભ્રષ્ટાચાર માં સહભાગીદાર દર્શાવે છે.
નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તારીખ 30/07/2019ના રોજ પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે નિયમ મુજબ અરજદારને દિન ૧૫ માં નિરીક્ષણ કરાવી વિના મૂલ્યે માહિતી આપવા હુકમ કરેલ હતા. નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પોતે એના તમામ વિભાગીય અધિકારીઓના સુપર વિઝન ઓથોરિટી પણ છે. કાયદાની જોગવાઈ મુજબ જિલ્લા ખાતે એમની તમામ કચેરીઓ ના કાયદાકીય અમલીકરણ અધિકારી પણ છે. દરેક કાયદાઓના અમલીકરણ કરાવવા માટે સુપર કલાસ વન અધિકારી પણ છે. છતા એના હુકમ એમના જ તાબા હેઠણના એક સામાન્ય તાલુકા વિકાસ અધિકારી ન માની આશરે ચાલીસ હજાર રૂપિયાના અરજદારને બિલ મોકલી કાયદેસર અપમાન કરેલ છે. જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી નવસારી જિલ્લાના જિલ્લા કલેકટર કચેરીના જિલ્લા આયોજન અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હુકમને માનવા થી ઇનકાર કરી દીધો છે.અગાઉ જલાલપોર તાલુકા માં જ એમની જ કચેરી માં ભ્રષ્ટાચાર સાવિત કરવા પછી પણ એક નોટિસ પણ આપેલ નથી. 
નવસારી જિલ્લા પંચાયત માં મા.અ.અ.૨૦૦૫, લઘુત્તમ માસિક વેતન ધારો -૧૯૪૮,  સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ જેવા જન હિત માટેના નિયમોની અમલવારી કરવા કે કરાવવા અહિં અધિકારીઓ ગુનો સમજે છે. જિલા વિકાસના બદલે સ્વવિકાસ ઉપર અહિં કોઈ મતભેદ નથી. આ સમાચારના ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા વિકાસ અધિકારી સાથે નવસારી જિલ્લાના સમાહર્તા તરીકે નિમણુંક કલેક્ટર શ્રી કાયદેસર કોઈ કાર્યવાહી કરશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ...



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...