Wednesday, September 4, 2019

નવસારી નગરપાલિકા દ્વારા બનાવેલ કરોડો રૂપિયાના ડામર રોડમાંથી ડામર ગાયબ ..?

નવસારી નગરપાલિકા દ્વારા બનાવેલ કરોડો રૂપિયાના ડામર રોડમાંથી ડામર ગાયબ ..? 
તપાસ કરનાર અધિકારીઓ રાજીનામુ આપશે ખરા..?
અન્ય વિભાગોની અધિકારીઓ અને કર્મચારીઓને જેમ બીજી નગરપાલિકાઓકે અન્ય વિભાગોમાં ટ્રાન્સફર કરવાની તાંતી જરૂર..!
નવસારી  નગરપાલિકા આજે દર વર્ષે કરોડો રૂપિયા ફકત નવા જુના રોડો પાછળ ખર્ચે છે.અનેતપાસ કરનાર ઈંજીનિયરો અધિકારીઓની એક મોટી ફોજ સરકાર નિમણુંક કરી છે. દર માસે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહીછે.
ડામર રોડ હોય કે આરસીસી રોડ ક્વોલિટી તપાસ કરાવી છે કે કેમ..? નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા વર્ગ-૧ માં આવે છે. જેથી અહિં તમામ અધિકારીઓ સૌથી વધુ વેતન અને સુવિધાઓ મેળવે છે.ક્વોલિટી તપાસ કરવા માટે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે રોડના કોંન્ટ્રાકટરો પોતે જ તપાસ રિપોર્ટ કરાવે છે. જેથી અહિં ક્વોલિટી કે મજબૂતીનો સર્ટીફિકેટ એમની મરજી મુજબ ફાઈલ કરવામાં આવે છે. તપાસ માટે મટીરિયલ સ્થળથી મેળવવા બદલે  રોડ કોંન્ટ્રાકટરો પોતે જ ભેળસેળ કરી રિપોર્ટ કરાવતા હોય અને બિલો માં કામ કરવા સાથે સેટિંગ ડોટ કોમ થી કામ થયેલ હોય. જેથી આજે નવસારી નગરપાલિકાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડો માં ડામર પોતે ગાયબ છે. જેથી રેતી કપચી એક જ ચોમાસા માં વહાર નજરે પડી રહી છે. નવસારી નગરપાલિકા માં આજે કાયદા કાનૂન ક્યાં છે ..? શોધવો મુશ્કેલ છે ? ગુજરાત સરકાર નવસારી શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયા આપે છે. પરંતુ જમીની હકીકતમાં એ ક્યાં વપરાય છે..? આજે ફકત ફાઈલો માં વિકાસ જોવા મળી રહ્યુ છે. બેરોજગારો માટે અહિં કોઈ યોજના નથી. લઘુ ઉદ્યોગો માટે સરકારની ગ્રાંટ ક્યાં વપરાય છે. મળેલ માહિતી મુજબ એક નાગરિકના દ્વારા ફરિયાદ થતી સુરતના પ્રાદેશિક કમિશ્નર દ્વારા તપાસ કરાવતા નવસારી નગરપાલિકા દ્વારા બનાવેલ ડામર રોડની પોડાઈ ઓછી મળી હતી.પરંતુ સંબધિત અધિકારીના રાજીનામુ કેમ લેવામાં નહિ આવ્યુ.આજે નવસારી નગરપાલિકા રામ ભરોસે પણ ચાલતી નથી. હવે નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી સમાચારની ગંભીરતાથી નોધ લઈ સંબધિત અધિકારીઓના ભારત સરકારની નવી જોગવાઈ મુજબ સ્વેચ્છિક રાજીનામુ લઈ તપાસ કરાવશે ખરા..?
                      નવસારી જિલ્લાની તમામ વિભાગો માં તમામ કર્મચારીઓ અને અધિકારીઓને દર ત્રીજા છઠા કે વર્ષે બદલી કરવામાં આવે છે. જેના અનુસંધાન માં નગરપાલિકાના ચિફ સિવાય આજે વર્ષોથી અધિકારીઓ અને કર્મચારીઓ એકજ સ્થળે કામ કરી રહ્યા છે. જેથી ભ્રસ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. પ્રાદેશિક કમિશ્નર સુરતની તાબા હેઠળ ૨૨ નગરપાલિકાઓ કાર્યરત છે .જેમા એમને મળેલ સત્તા ના રૂ એ ટ્રાંન્સફર કરી શકે છે. અને બદલી થી ભ્રસ્ટાચાર માં કમી આવશે અને કર્મચારીઓને કામ કરવાની નવી નવી તકો અને પરમોશન પણ મળી શકે છે. એ નિયમો હવે તત્કાલ અમલવારી કરવાની જરૂર છે. જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ હવે જ્યારે દેશ બદલાઈ રહ્યુ છે ત્યારે નગરપાલિકાઓ માં પણ ફેરફાર અને નવા નિયમો સાથે ફેરબદલ કરવાની તાંતી જરૂર છે. સુરત પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર સાથે અધિક કલેકટર સરકારની નવી યોજનાઓ સાથે કર્મચારીઓને સમાન કામ સમાન વેતનનો હક અપાવશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...