વિજલપોર નગરપાલિકા આજે ઈમાનદાર નગરપાલિકાઓ માં પહેલા સ્થાન ધરાવે છે ..? નેતાઓ અને પ્રશાસનિક અધિકારીઓ ઈમાનદાર છે..? પરંતુ અહિં કોઈ પણ કામ કાયદેસર નથી.અને એક જાગૃત નાગરિક દ્વારા વિજલપોર નગરપાલિકામાં રહેતા અલગ-અલગ વ્યવસાય અને નોકરી કરતા નાગરિકો પાસે પૂછતા એક પણ અધિકારી શાસન કે પ્રશાસન ઈમાનદાર છે કે કેમ? અને જે જવાબો મળેલ છે ..એ ખરેખર અહિં લખાય નહિ ..?
વિજલપોર નગરપાલિકા ના હદ વિસ્તારમાં એક વર્ષ અગાઉ બુધિયા બિલ્ડિંગ થી યોગીનગર બચ્ચે રિંગ રોડ નવસારીના નામચીન રોડ કોંટ્રાક્ટર પાસે બનાવવામાં આવેલ છે. જેમા આજે કપચી સિવાય બીજુ કઈ શોધવો દરિયામાં મોતી શોધવા બરાબર છે. હવે ક્વોલિટી અને મજબૂતી નો સવાલ કરવો પણ ગુનો છે. આજે વિજલપોર નગરપાલિકામાં એક જ પક્ષ માં બે ભાગલા પડેલ છે. અને દરેક ઈમાનદાર છે. હકીકત માં કોઈ માનવા તૈયાર નથી. ગુજરાતમાં દારૂ બંદી જેવુ ઘાટ છે. હવે જ્યારે બધાજ ઈમાનદાર છે ત્યારે તપાસ અને કાર્યવાહી કૌણ કરી શકે..?
No comments:
Post a Comment