Monday, September 16, 2019

ભારતીય પરિવાર દેવાદાર, આંકડા જાણી આંખો ફાટી જશે, મોદી સરકાર માટે વધુ એક માઠા સમાચાર





આર્થિક મંદી બાદ મોદી સરકાર સામે બીજો મોટો પડકાર, દેવામાં પણ ડૂબી રહ્યા છે ભારતીયો

 
ભારતીય અર્થવ્યવસ્થાનું હાર્દ કહેવાતા ઘરેલુ બચતની સ્થિતિ ખરાબ ગઈ છે. પાંચ વર્ષમાં કુલ દેવાદારી 58 ટકા વધીને 7.4 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. જ્યારે વર્ષમાં એટલે કે 2017માં વધારો માત્ર 22 ટકા રહી ગયો છે. આ આંકડો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રિસર્ચ વિંગનો છે. આ પાંચ વર્ષમાં પરિવારોનું દેવુ બે ઘણું વધી ગયું છે જ્યારે આ દરમિયાન ખર્ચ થનારી આવક એટલે કે ડિસ્પોજેબલ ઈનકમ માત્ર દોઢ ગણી જ વધી છે. પરિણામે દેશની કુલ બચતમાં 4 ટકાનો જંગી કહી શકાય તેટલો ઘટાડો નોંધાયો છે. જે 34.6 ટકાથી ઘટીને સીધી 30.5 ટકા પર આવી ગઈ છે. બચતમાં આટલા મોટા ઘટાડાનું સૌથી મોટું કારણ ઘરઘથ્થુ સ્તર પર બચતમાં આવેલો ઘટાડો. છેલ્લા પાંચ વર્ષમાં પરિવારોની બચત લગભગ 6 ટકા ઘટી છે. નાણાંકિય વર્ષ 2012માં જે ઘરઘથ્થુ બચત દર 23.6 ટકા હતો જે 2018માં ઘટીને 17.2 ટકા રહી ગયો છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, માત્ર દેવાની ટકાવારી ઓછી કરવાથી મુદ્દાનો ઉકેલ નહીં આવે. હવે સરકાર તરફથી કંઈક વધારે પગલા ભરવા પડશે. બેંકે પોતાના રિસર્ચ નોટમાં કહ્યું છે કે, કેપિટલ ગેન ટેક્ષને હટાવવામાં આવ્યા બાદ 2018માંનાણાંકિય બચત પર થોડી અસર જોવા મળી છે પણ 2019માં તે ઘટી છે. બેંકનું એમ પણ કહેવું છે કે, ગ્રામીણ ક્ષેત્રમાં સરકારે માંગણી વધારવા માટે કટલાક ખર્ચા એટલે કે કુલ ખર્ચ વધારવા પડશે. ખેડૂતોને આર્થિક મદદ માટે જે સ્કિમ શરૂ કરવામાં આવી છે, તેમાં અત્યાર સુધીના ટ્રાર્ગેટ કરતા ખેડૂતોને ઓછી ચુકવણી થઈ છે. પીએમ-કિસાન પોર્ટલના આંકડા જણાવે છે કે, નિર્ધારીત લક્ષ્યાંક કરતા લગભગ અડધા જ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. જૂન 2019 સુધી 6.89 કરોડ ખેડૂતોનું વેલિડેશન થયું હતું જ્યારે ટાર્ગેટ 14.6 કરોડ રૂપિયા હતો. તેને વધારીને ગ્રામીણ માંગ વધારવામાં આવી શકે છે. બજેટમાં ફાળવવામાં આવેલી રકમને ખાસ કરીને મૂડીગત ખર્ચામાં ઘટાડો નોંધાયો છે. અત્યાર સુધી સરકારની માત્ર 32 ટકા જ રકમ ખર્ચ થઈ શકી છે જ્યારે ગત વર્ષે આ દરમિયાન 37.1 ટકા રકમ ખર્ચ થઈ હતી. અંગત રોકાણમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. 2007થી 2014 દરમિયાન થનારી બચત 50 ટકાના બદલે 2014થી 2019 દરમિયાન 30 ટકા રહી ગઈ છે.  આ આંકદા દર્શાવે છે કે, આ માત્ર આર્થિક સંકટ નથી અને તેના મૂળિયા વધારે ઉંડા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ બેલ આઉટ પેકેજ કેટલી મદદ કરશે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...