Tuesday, September 10, 2019

નવસારી અને વિજલપોર નગરપાલિકાના વહીવટ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક...?


નવસારી અને વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી વહીવટ ભ્રષ્ટાચાર વગર થઈ શકતો નથી ...?   
 નવસારી અને વિજલપોર નગરપાલિકા પાણી વગર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક 
                       સરકાર આજે વર્ષો થી  સરકાર ગુજરાત મોડલની ગીત આખી દુનિયા માં અરબો રુપિયા  ખર્ચની સાથે ગાઈ રહી છે.અને મેઘરાજાએ દિલ ખોલીને ગુજરાત જ નહીં સંપૂર્ણ ભારતને પાણી પાણી કરી નાખી છે.છતા નવસારી નગરપાલિકા હોય કે વિજલપોર પાણી પીવા માટે અહીં કોઈ પણ સંજોગોમાં નાગરિકો ને કાયદેસર બે વખત ચોખ્ખુ પાણી આપી શકાય નર્થી એવી કસમ લીધી હોય એવો નજરે પડે છે.નવસારી અને વિજલપોર નગરપાલિકાના શાસન પ્રશાસન સરકાર અને નાગરિકોને ચૂનો લગાવી રહી છે.પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ છટકબારી કરી રહી છે.
સ્વાસ્થ્ય સુવિધાઓ માં નવસારી સિવિલ હોસ્પિટલ છે જેમાં ઝોલા છાપ સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ માં ડોક્ટરો અને નવસારી જિલ્લાના વહીવટી મિલીભગત કરી ડકૈતી નાખી રહ્યા છે. ફરિયાદ કરવા  પછી પણ તપાસ કરવા ગુનો સમજે છે.
                    મોઘવારી બેરોજગારી થી સામાન્ય થી સર્વોચ્ચ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક સર્વે મુજબ કરોડો નાગરિકો આજે ફકત આ વર્ષે બેરોજગાર થયા છે.છેલ્લા ૭૦વર્ષ નો રેકોર્ડ મોઘવારી તોડી નાખી છે. છતા સરકાર આજે કુંભ નિદ્રાધીન છે. ઉદ્યોગ પતિઓ અને અમીરોની સરકારને ગરીબી મોઘવારી બેરોજગારી એક ઉત્સવ સમાન છે.મચ્છી કી જાન ગઈ ખાને વાલે કો સ્વાદભી નહીં આયા..સરકારના એક મુખ્યમંત્રી મુજબ ભ્રષ્ટાચાર બંધ હોવાથી મંદીનો માહોલ છે. હકીકતમાં અહિં એક પણ  વિભાગ વગર ભ્રષ્ટાચાર કામ કરી શકે નહીં.
સરકારના મંત્રીઓ નેતાઓ પોતે મોઘવારી અને બેરોજગારીનો આનંદ માણી રહ્યા છે.હાલત બદથી બદતર નજરે છે સરકાર પોતે કન્ફ્યુઝન માં છે. એક તરફ મોઘવારી બેરોજગારી મંદીના દોર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. બીજી બાજુ સરકારને ગરીબ નાગરિકો અમીર કેવી રીતે નજરે દેખાય છે.એ સમજવો અઘરું છે.
દરેક પ્રકારના દરેક વસ્તુઓ મોઘી થતી છે. સરકાર રોજ નવો કાયદો ઘડી રહી છે.પેટ્રોલ ડીજલ ગેસનો ભાવ આસમાને છે. ઉપરથી હવે વાહનોનો બીમો પીયુસી લાયસન્સ હેલમેટ નશા માં ગાડી ચલાવવા વગેરેનો હજારો રૂપિયાનો દંડ એ ફકત મોટા ભાગે સામાન્ય ગરીબો માટે છે.સરકારનો મોટા ભાગનો દંડ કે મોઘવારી મંદીનો અસર ગરીબો ઉપર જ પડે છે.સરકાર ખરેખર ગરીબો માટે જ છે.એની દરેક યોજના ના ફટકો પહેલા ગરીબી ઉપર જ પડે છે.
ફકત વિચારો માં પરિવર્તન છે.
નવસારી અને વિજલપોરના ડામર રોડ હોય કે આરસીસી પાણીની સમસ્યા હોય કે સુરક્ષાની સ્વાસ્થ્ય હોય બેરોજગારીની સમસ્યા દરેકે દરેક સમસ્યાઓ આજે ચરમસીમા ઉપર છે. અને મીડિયા માં પર્દાફાશ થાય કે કોઈ ફરિયાદ કરે અહીં કોઈ ફર્ક પડતો નથી. અહીં દરેક કાયદાકીય મુશ્કેલી ફકત મધ્યમ વર્ગ કે ગરીબો માટે છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...