Saturday, March 21, 2020

નવસારી જિલ્લાના ફુડ અને ડ્રગ મદદનીશ કમિશનર શ્રી ગઢવીની કામગીરી કાબીલેતારીફ...



 નવસારી જિલ્લાના ફુડ અને ડ્રગ મદદનીશ કમિશનર શ્રી ગઢવીની કામગીરી કાબીલેતારીફ...




નવસારી :- નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફુડ એન્ડ ડ્રગ)ની કચેરી  તારીખ 19 /3/ 2019 ના રોજ નવસારી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એશોશિએશનના પ્રમુખ તથા મદદનીશ કમિશનર શ્રી એસ.એન ગઢવી અને ઔષધ નિરીક્ષક શ્રી એમ.ડી. ચૌધરીના અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા નવસારી જિલ્લામાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરની અછત વર્તાય રહેલ છે, તે બાબતે ચર્ચા  થયેલ. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારી કચેરી દ્વારા 5000 માસ્ક દર બે-ત્રણ દિવસે નવસારી ખાતે જાહેર જનતાને વ્યાજબી ભાવે મળી રહે તે માટે નવસારી કેમિસ્ટ અને ડ્રગીસ્ટ  એસોસિએશન નવસારી દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે. જે માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરની ડિસ્ટ્રીબ્યુશન જુદી જુદી પીઢિઓ માં કેમિસ્ટ અને ડ્રગ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. તેજ રીતે હેન્ડ  સેનીટાઇઝરને પણ મંગાવી વ્યાજબી ભાવે મળી રહે તેનુ આયોજન કરેલ છે. તેમજ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનને કેટલાક મુદ્દાઓ બાબતે ધ્યાન આપવા જણાવેલ. જેમ કે દરેક વ્યક્તિને એ મેડિકલ સ્ટોર ની મુલાકાતે આવે તેઓને કોરોના વાયરસના સંક્રમણ બાબતે યોગ્ય માર્ગદર્શન આપી તેમનામાંથી ડર દૂર કરવાનો પ્રયત્ન કરીએ.તેમજ સાવચેતીના પગલાં લેવા સમજાવીએ  તેની આજે ખૂબ જ માંગ છે. એવા માસ્ક અને હેન્ડ સેનીટાઇઝર નો જથ્થો રાખીએ.અને જેઓને જરૂરિયાત છે તેવી વ્યક્તિની ઓળખ કરી તેઓને આપીએ. બિનજરૂરી માસ્ક અને હેન્ડ સેનીટાઇઝરનું વેચાણ ન કરીએ. અને કોરોના વાયરસ વિશે તમામ નાગરિકો ને જાગૃત કરીએ એવી જિલ્લા મદદનીશ કમિશનર ગઢવી તેમની તાબા હેઠળના તમામ કેમિસ્ટ એન્ડ એસોસિએશનને જોરદાર અપીલ પણ કરેલ છે.
     નવસારી જિલ્લા માં સદર કચેરીના કામગીરી થી લોકો જાગૃત નાગરિકો માં આજે કોરોના વિશે  નવસારી જિલ્લામાં માસ્ક અને હેન્ડ સેનીટાઈઝરની અછત દૂર  કરવા માટે જોરદાર સારો  સકારાત્મક પ્રતિશાદ મળી રહ્યો છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...