જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કોરોના વાઈરસ સામે
તકેદારીના
ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ
શહેર- જિલ્લાની ધાર્મિક સંસ્થાઓના વડાઓને ધાર્મિક
કાર્યક્રમો
મોકૂફ રાખવાની અપીલ કરતાં
જિલ્લા કલેકટર શ્રીમતિ
આદ્રા અગ્રવાલ
નવસારી/શનિવારઃ- નવસારી જિલ્લા કલેકટરશ્રી આદ્રા
અગ્રવાલે કોરોના વાયરસ સંદર્ભે ધાર્મિક અગ્રણીઓ તથા સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓ
સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય
સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા
પગલાંને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત હિંદુ-મુસ્લિમ,
ખ્રિસ્તી અને સ્વામીનારાયણ સંપ્રદાયના
સ્થાનિક ધાર્મિક અગ્રણીઓઍ કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે
રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે સહકાર આપવા ખાતરી આપી હતી. ખાસ કરીને
શહેર અને જિલ્લાની ધાર્મિક સંસ્થાઓને તેમના ધાર્મિક કાર્યક્રમો હાલ મોકૂફ રાખવાની
અપીલ કરવામાં આવી હતી. જે સંદર્ભે વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને સંબધિત વિભાગો દ્વારા કોરોનાને
અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન કરાવવામાં આવી રહયુંં છે, અને શહેર ને જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કોઈ
પોઝિટિવ કેસ નોંધાયો નથી. સાથોસાથ નાગરિકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને
અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાવા તેમજ સરકાર દ્વારા મુદ્રિત અને વીજાણુ માધ્યમો દ્વારા
સાવચેતીના જે ઉપાયોની અધિકૃત્ત જાણકારી આપવામાં આવે છે તે મુજબ યોગ્ય તકેદારી લેવા
જિલ્લા કલેકટરશ્રીઍ અનુરોધ કર્યો હતો. શહેર આરોગ્યતંત્ર દ્વારા અને મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અટકાયતી તકેદારીઓનો
સઘન અમલ કરવામાં આવી રહયો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ
પારીક, નિવાસી અધિક
કલેકટરશ્રી કે.જે.રાઠોડ, મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ડો.ભાવસાર, વિવિધ સંપ્રદાયના
ધાર્મિક વડાઓ, સામજીક-સ્વૈચ્છિક
સંસ્થાઓના હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.
નવસારીનો દાંડી બીચ તા.૩૧ મી માર્ચ સુધી બંધ રહેશે
નવસારીઃશનિવારઃ તાજેતરમાં વિશ્વભરમાં પ્રસારીત
થયેલા કોરોના વાયરસની હાડમારીના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ સરકારશ્રી તરફથી
સૂચના અનુસાર કોરોના વાયરસનો વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી માટે નવસારી જિલ્લામાં
આવેલો દાંડી બીચ ઉપર મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ઍકઠા થતા હોય છે. જેનાથી
કોરોના વાયરસનો ફેલાવાની શકયતા રહેલ છે. જેથી કોરોના વાયરસનો વધુ પ્રસાર ન થાય
તેની સાવચેતી માટે નવસારી જિલ્લામાં આવેલ દાંડી બીચ તાત્કાલિક અસરથી આગામી
તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેશે. જેની જાહેર જનતાને નોîધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારીની યાદીમાં
જણાવાયું છે.જણાવાયું છે.
કોરોના સામે સાવચેતી રાખવા નવસારીના ધાર્મિક
અગ્રણીઓની લોકોને ઍકસૂરે અપીલ
નવસારીઃશનિવારઃ નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો
પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા સ્થાનિક ધાર્મિક
અગ્રણીઓઍ ઍક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત
રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે પણ આ અગ્રણીઓઍ અપીલ કરી છે.
નવસારી સ્વામીનારાયણ મંદિરના સંતશ્રી કોઠારી
સ્વામીઍ જણાવ્યું કે, કોરોનાની મહામારી
સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાયરસના સંસર્ગમાં આવવાથી તે લાગું પડે છે. તેથી
તમામ નાગરિકોઍ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇઍ. બહારથી
આવીને હાથ સારી રીતે હાથ ધોવા જોઇઍ. કોઇ પણ માંદગીના લક્ષણ જણાઇ તો તુરંત જ તબીબને
બતાવવું જોઇઍ. તેમણે સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચુસ્તપણે અમલ કરવો જોઇઍ.
મેળાવડામાં ના જવું જોઇઍ.
ધૃતિમાન નાથ સંપ્રદાય, નવનાથ આશ્રમ, બિલીમોરાના સદ્દગુરૂ શ્રી છોટેદાદાઍ જિલ્લાની
જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં
કોરોના વાઇરસ ફેલાઇ રહયો છે, ઍનાથી ગભરાઇ ન જતાં
સતર્ક રહેવા અને કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે. છીંક આવે, માથું દુઃખે કે તાવ આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક
કરવો. છીંક આવે ત્યોરે મોઢું ઢાંકેલું રાખવું જોઇઍ. સ્વતચ્છતા ઉપર ધ્યાન આપીશું.
તેમણે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો અમલ કરવા ખાસ અનુરોધ કર્યો
હતો.
ગુરૂદ્વારા બિલીમોરાના જ્ઞાની પ્રેમસીંગે કહયું
હતું કે, વારંવાર સાબુથી હાથ
ધોવા જોઇઍ. પોતાને બચાવો અને અન્યને પણ બચાવા માટે તકેદારી રાખી સમગ્ર દેશને
ભયમુક્ત બનાવવામાં સહયોગ આપવો જોઇઍ. આ વૈશ્વિક મહામારીના સંજોગોમાં નાગરિકોની
સજાગતા અને સાવધાની જ તેને અટકાવી શકે તેમ હોવાનું જણાવી જ્ઞાની પ્રેમસીંગે
સરકારશ્રીની માર્ગદર્શિકાનું આગામી બે-ત્રણ સપ્તાહ સુધી મક્કમતાથી પાલન કરવા
અનુરોધ કર્યો હતો.
નવસારી જિલ્લામાં મુસ્લીમ સમાજના ધાર્મિક અગ્રણી
મુફતી સલમાન મેમણઍ કોરોના બાબતે જનસંદેશ આપતા જણાવ્યું કે, કોરોનાનો પ્રભાવ વધતો જાય છે ત્યારે આપણે સૌઍ
સાવચેતીના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇઍ. સરકાર દ્વારા આ માટે વ્યાપક પ્રચાર
કરવામાં આવી રહયો છે તે ધ્યાને લઇ ઍ પ્રમાણે અમલ કરીઍ. અફવાઓથી દૂર રહીઍ. સામાજિક
મેળાવડામાં જવાનું ટાળીઍ. જાહેરમાં થુકવું નહી, નમસ્તે કે સલામની આદત પાડી ઍક સલામત અંતર જાળવીઍ.
ખોટી મુસાફરી કે અવરજવર ટાળવી જોઇઍ. આપણે સૌઍ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો
જોઇઍ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇઍ.
નવસારી શહેરમાં વસતા મુસ્લિમ સમાજના અગ્રણી તથા
ડો.અખ્તર હુસેન ઍ.મલિકે કોરોના બાબતે લોક અપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી
જરૂર રાખવી. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હસ્તધનુન ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું
આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલનો
અવશ્ય ઉપયોગ કરો. સરકાર તરફથી પગલાં લેવામાં આવી રહયાં જ છે આપણે પણ સરકારને સહયોગ
આપીઍ અને વખતોવખત સરકાર તરફથી કરવામાં આવતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરો.
કોરોનાના ભય સામે કેટલાક સાવચેતીના પગલા
કોરોનાથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુઃ
નવસારી/શનિવારઃ- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીઍ
ભારતીયોને આગામી રવિવાર, ૨૨ માર્ચના રોજ ‘જનતા કર્ફ્યું’નું આહ્વાન કર્યું છે, ત્યારે કેટલાક શહેરીજનો અફવા અને ભયના કારણે ‘પેનિક બાઈંગ’ કરી રહયાંં છે. આ પેનિક બાઈંગ શું છે ઍ જાણવું
જરૂરી છે. આગામી અછત અથવા ભાવ વધારાના અચાનક ભયને કારણે કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા
જીવનજરૂરી ચીજવસ્તુઓની મોટી માત્રામાં ખરીદી કરવાને પેનિક બાઈંગ કહેવામાં આવે છે.
વડાપ્રધાનશ્રીઍ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,
દેશમાં હાલ જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ કમી
નથી, તેમજ ઍવા સંજોગોનું નિર્માણ ન થાય તે માટે
તંત્ર ખડેપગે છે. શહેરીજનોઍ ભયગ્રસ્ત બનીને ઘર માટે વધારે પડતો ઘરગથ્થુ સામાન
ખરીદવો નહિ, પરંતુ સામાન્ય રીતે
કરતા હોય તેમ ખરીદી કરવી. કારણ કે ખાવા-પીવાની ચીજ વસ્તુઓની કોઈ પણ અછત વર્તાશે
નહિ.
ઉપરાંત, કોરોનાથી
બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇઍ (૧) બની શકે તેટલું બહાર જવાનું ટાળશો
અને ઓફિસનું કામ ઘર બેઠા થઈ શકે તો કરવું.(૨) સમયાંતરે હેન્ડ વોશ વડે હાથ ધોવા અને
સેનેટાઈઝરનો ઉપયોગ કરવો (૩) બહારનું બને ત્યાં સુધી ન ખાવુ (૪) ભીડભાડ વાળી જગ્યાઍ
જવાનું ટાળો (લાઈબ્રેરી, થિઍટર, રેસ્ટોરન્ટ) (૫) બીજા વ્યક્તિથી ઓછામાં ઓછુ ઍક
મીટરનું અંતર જાળવો.(૬) અફવાઓ અથવા ખોટા સમાચારોથી ભરમાવુ નહિં (૭) સોશિયલ મીડિયા
પર ખરાઈ કર્યા વગરના સંદેશાઓ ફેલાવવાનું ટાળો (૮) શરદી, ઉધરસ કે તાવ જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો
સંપર્ક કરો (૯) સરકાર દ્વારા આપવામાં
આવેલી સુચનાઓનું પાલન કરો.
જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ
સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ
કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર- હોર્ડિંગ
લગાવાયા
નવસારી/શનિવારઃ- જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા
જારી થયેલા આદેશોના ચુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં
કોરોના વાયરસના સંક્રમણથી બચવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની
વ્યવસ્થા કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહિત અરજદારોને પણ સાબુ અને પાણીથી હાથ
ધોઈ અંદર પ્રવેશવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક કચેરીમાં કોરોના
વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તમામ ધાર્મિક સ્થાનો
પણ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને પ્રવેશદ્વારે હોર્ડિંગ
પણ લગાડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓમાં
સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે.
વોટ્સઍપ ઉપર કોરોના હેલ્પડેસ્ક કાર્યરત
૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર પરથી પ્રશ્નો પૂછી શકાશે
કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૦૯૧ ૧૧
૨૩૯૭૮૦૪૬ અને
ટોલ ફ્રી ૧૦૭૫ નંબર કાર્યરત
નવસારીઃશનિવારઃ-
ભારત સરકાર દ્વારા લોકોના કોરોના વાયરસ અંગેના કોઈપણ પ્રશ્નોનો ઉકેલ અને યોગ્ય
માર્ગદર્શન માટે લોકપ્રિય મેસેજિંગ ઍપ્લિકેશન વોટ્સઍપ પર ચેટબોટ શરૂ કર્યું છે.
વોટ્સઍપ ચેટબોટને માય ગોવ કોરોના હેલ્પડેસ્ક કહેવામાં આવે છે અને તે બધા વોટ્સઍપ
વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ચેટબોટનો ઉપયોગ કરવા લોકોઍ પોતાના ફોનના
કોન્ટેક્ટ્સમાં ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર સેવ કરી વોટ્સઍપ પર ઍક સંદેશ મોકલવાનો રહેશે.
સંદેશોના પ્રતિસાદમાં સ્વચાલિત, સ્પષ્ટ અને ઝડપી
પ્રત્યુત્તર મળશે. આ ચેટબોટ થકી ફેલાતી બિમારી વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો આ ઍક
ઉમદા પ્રયાસ છે.
આ વોટ્સઍપ ચેટબોટ
ઉપરાંત સરકારે કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૦૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને ટોલ
ફ્રી ૧૦૭૫ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ ઇમેઇલ આઈડી
ઁણૂંરુ૨૦૧૯ક્િંંરુ.જ્ઞ્ઁ પણ જાહેર કર્યું છે જ્યાં નાગરિકો કોરોના વાયરસ માહિતગાર
થઇ શકશે.
કોરોના વાયરસના કારણે નવસારી જિલ્લાના
જિમ્નેશીયમ-પાર્ટી પ્લોટ, લગ્નવાડી
તા.૩૧ મી માર્ચ સુધી બંધ રાખવા અંગેનુ જાહેરનામું
ઃ
નવસારીઃશનિવારઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના
કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ, દેશમાં
તથા રાજયમાં જાવા મળેલા શંકાસ્પદ દર્દીઅોની સંખ્યા જાતાં રાજયમાં અગમચેતીના
પગલાંરૂપે રાજય સરકાર ઘ્વારા કોરોના વાયરસ ઘ્બ્સ્ત્ઝ઼-૧૯ ની ભવિષ્યની અસરોને પહોîચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી
કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર ઍપેડેમિક ડીસીઝ ઍકટ ૧૮૯૭ અન્વયે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વાયરસ પહોîચી વળવા તેમજ રોગ અટકાયત માટે જાહેરનામું બહાર
પાડવામાં આવ્યું છે.
જે અંતર્ગત નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા
અગ્રવાલને મળેલ સત્તાની રૂઍ નવસારી જિલ્લામાં આવેલી તમામ જીમ્નેશીયમ, વોટરપાર્ક, અોડીટોરિયમ, ઍમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્નવાડી, ગેમ
ઝોન, રીક્રીઍશન કલબ તાત્કાલિક અસરથી
તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી સતત બંધ રાખવા જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર
થશે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ
બોર્ડ, ગુજરાત
શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી
શિક્ષણ સહાય
નવસારીઃશનિવારઃ રાજ્યમાં બાંધકામ શ્રમયોગી
કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી
કલ્યાણ બોર્ડ, દ્વારા વિવિધ
કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં
નોંધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રુચિ વધે
તથા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉચ્ચ પદ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે, તે હેતુથી નોંધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને
શિક્ષણ સહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આગામી સને ૨૦૨૦-૨૧ ના શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ
વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી, તેમજ ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતી શ્રમયોગી
લાભાર્થીની પત્નિને શિક્ષણ સહાય આપવામાં આવનાર છે. આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ
મેળવ્યા તારીખ/શૈક્ષણિક શત્ર શરુ થયા થી ૩ માસ (૯૦ દિવસ) માં નિયત ધારા-ધોરણ
પ્રમાણે નિયત સમય મર્યાદામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ
બોર્ડની જીલ્લા કચેરીને નિયત નમુના/ફોર્મમાં અરજી કરવાની રહેશે.
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં જે
શ્રમિકોના બાળકો ધોરણ ૧ થી ૪ અભ્યાસ કરે છે. રૂ.૫૦૦/- અભ્યાસ સહાય તથા ધોરણ ૫ થી ૯
માં અભ્યાસ કરતા બાળકોને રૂ. ૧૦૦૦/- ની સહાય આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૦ થી ૧૨
માં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળા
અભ્યાસ કરતા બાળકોને રૂ. ૨૦૦૦/- સહાય તથા રૂ. ૫૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.
આઈ.ટી.આઈ. માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જોડાયેલા બાળકોને તેમજ પી.ટી.સી.,
સેનેટરી ઈન્સ્પેકટર કોર્ષમાં અભ્યાસ કરતા
બાળકોને રૂ.૫૦૦૦/- અભ્યાસ સહાય આપવામાં આવે છે. ડિપ્લોમા ઍન્જીનિયરમાં, નર્સિગ, પી.જી.ડી.સી.ઍ.
માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૨૫૦૦ હોસ્ટેલ સહાય, તેમજ રૂ.૩૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવે છે. જ્યારે
બી.બી.ઍ., બી.કોમ, બી.ઍસ.સી, ઍલ.ઍલ.બી.,
બી.સી.ઍ., બી.ઍડ., જેવા
વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૦૦૦૦ શિક્ષણ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવશે. ઍમ.ઍ.,
ઍમ.કોમ., ઍમ.ઍડ., ઍમ.ઍસ.સી.,
ઍમ.ઍસ.ડબ્લ્યુ., ઍલ.ઍલ.ઍમ., ઍમ.સી.ઍ., ઍમ.બી.ઍ.,
માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦
અભ્યાસ સહાય અને રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.
ફીઝીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, ફાર્મસી,
બી.ફાર્મ, અને બી.ઍસ.સી. નર્સિંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
રૂ.૧૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ
અને રૂ.૫૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવે છે. ઍમ.બી.બી.ઍસ., બી.ડી.ઍસ., ઍમ.ડી.ઍમ.ઍસ., મેડિકલમાં અભ્યાસ કરતા શ્રમિક કુટુંબના બાળકોને
રૂ.૨૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૧૦૦૦૦ પુસ્તક
સહાય, રૂ. ૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે.
જયારે ઍન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા રૂ.૨૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય, રૂ.૫૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવશે. જયારે
પી.ઍચ.ડી. અને ઍમ.ફીલ ના અભ્યાસના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યેથી ઍક વખત
ઉચ્ચક રૂ.૨૫૦૦૦ ની સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય માટે જો હોસ્ટેલમાં રહી
અભ્યાસ કરતા હોય તો તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજુ કરેથી સહાય મળવા પાત્ર
રહેશે.તથા પુસ્તક સહાય માત્ર અભ્યાસના પ્રથમ વર્ષે જ મળવા પાત્ર છે. આ શિક્ષણ સહાય
યોજનાનો નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોઍ આગામી વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રવેશ
મેળવ્યા તારીખ/સત્ર શરુ થયા તારીખથી ૩ માસ (૯૦ દિવસ) સુધીમાં જીલ્લા કચેરીઓમાં
અરજી કરવાની રહેશે. શિક્ષણ સહાય યોજનાનો નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓના બાળકોને
લાભ લેવા માટે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ખાનપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ
બોર્ડ
કોરોના વાયરસના કારણે શ્રમિક અન્નપુર્ણા યોજનાના
કેન્દ્રો બંધ કારાયા ઃ
નવસારીઃશનિવારઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસના
ફેલાવો ન થાય તે માટે જારી કરેલા માર્ગદર્શિકાના આધારે રાજ્યના આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગે કોરોના વાયરસથી લોકોના જીવન ધોરણ અને સુરક્ષાની સંબધિત અસરના
નિયંત્રણ માટે અગમ ચેતીના પગલાં લેવા માટે માર્ગદર્શન સુચનાઓ આપી છે. તે મુજબ
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા સંચાલિત
રાજ્યના ૧૨ જિલ્લાઓમાં આવેલ ઙ્કશ્રમિક અન્નપુર્ણા યોજનાઙ્ખ અંતર્ગત કડીયાનાકા પર
૧૧૯ ભોજન વિતરણ કેન્દ્રો પર ભોજન માટે શ્રમિકોની મોટી સંખ્યા ઍકત્રિત થાય છે,
જેથી શ્રમિકો અને સંસ્થાના કર્મચારીઓને
કોરોના વાયરસ સામે સુરક્ષા પૂરી પાડવા તથા સાવચેતીના પગલાં રૂપે તા.૩૧/૦૩/૨૦૨૦
સુધી શ્રમિક અન્નપુર્ણા ભોજન કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે ઍમ સભ્ય સચિવશ્રી,
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી
કલ્યાણ બોર્ડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
No comments:
Post a Comment