સુરત જિલ્લા માં તોલમાપના કાયદાનો ભંગ કરનારા
૪૧ વેપારીઓ દંડાયા - સુરત જિલ્લા માહિતી કચેરી
એક માસ દરમિયાન રૂા.૪૦
હજાર દંડ સરકારી તિજોરીમાં જમાઃ
બારડોલી, બુહારી સહિત
ત્રણ વે-બ્રીજ ધારકો પાસેથી રૂા.ત્રણ હજારનો દંડ વસુલાયોઃ
ઉધના વિસ્તારની ધરતી
ફ્રુડ પ્રોડકટસ પ્રા.લિ.ને ત્યાં તપાસણી કરી પેકેટ પર છાપેલ એમ.આર.પી. પર ચેકચાક
કરવા બદલ રૂા.૮૦૦૦નો દંડઃ
ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત
કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક તરકીબો અપનાવીને ગ્રાહકો સાથે છેતરપીડી
કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂરત
અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના
નિરિક્ષકોએ ફેબ્રુઆરી-૨૦૨૦ મહિના દરમિયાન તોલમાપ કાયદાનો ભંગ કરનારા કસૂરવાર
વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન
ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી બી.આર.વિશાણાના માર્ગદર્શન હેઠળ કચેરીના જુનીયર/સીનીયર
નિરીક્ષકો દ્વારા વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના
ભંગ બદલ ૪૧ વેપારી/એકમો સામે કેસ કરી રૂા.૪૦,૬૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
સુરત અને તાપી જિલ્લાના
૨૧૮૫ વેપારી એકમોની ચકાસણી અને મુંદ્દાકનની કામગીરી હાથ ધરી રૂા.૨૪,૫૯,૭૦૮ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી. બે મોબાઈલ
કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૧૫ વેપારી
એકમો પાસેથી પ્રોશીકયુશન કેસ કરી રૂા.૨૩,૨૦૦નો દંડ તથા તાપી
જિલ્લાના વાલોડ ખાતે મોબાઈલ કોર્ટ દરમિયાન ૨૩ વેપારીઓ એકમો સામે કેસ કરી રૂા.૧૩,૪૦૦નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો હતો.
વિગતવાર
જોઈએ તો જલારામ પાન એન્ડ કોલ્ડ્રીકસ,
આનંદ મહલ રોડ, સરથાણા જકાતનાકા ખાતે ગોપીનાથ
પાન સેન્ટર, ભુલકા ભવન સ્કુલ પાસે મહાવીર આઈસ્ક્રીમ, માતાવાડી ખાતે મધુવન પાન એન્ડ કોલ્ડ્રીકસ તથા તાપી જિલ્લાના વાલોડ ખાતે
પ્રતાપભાઈ પુરોહિત સહિત પાંચ વેપારી એકમોની સાથે પેકેઝ કોમડીટીઝના નિયમ મુજબ પાણી
અને ઠંડા પીણાની બોટલ પર વધવુ ભાવ લેવા બાબતે પ્રોસીકયુશન કેસ કરી રૂા.૧૦ હજારનો
દંડનીય ફી વસુલ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાપીના બુહારીના જય જલારામ વે-બ્રિજ,
બારડોલીના ભારત વે-બ્રીજ અને ગરીબ નવાઝ વે-બ્રીજ ધારકોને ત્યાં
ઓચીતી તપાસણી હાથ ધરીને ટેસ્ટિંગ વજન રાખેલ ન હોવાથી ત્રણેય એકમો સામે રૂા.૩૦૦૦નો
દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મોબાઈલ
કાર્યવાહી દરમિયાન ઉધના વિસ્તારની ધરતી ફ્રુડ પ્રોડકટસ પ્રા.લિ.ને ત્યાં તપાસણી
કરી પેકેટ પર છાપેલ એમ.આર.પી. પર ચેકચાક કરવા બાબતે કેસ કરી રૂા.૮૦૦૦નો દંડ વસુલ
કરવામાં આવ્યો છે. ઉધના વિસ્તારની આશાનગર ખાતે આવેલી વિધાતા ફુડ પ્રોડકટસ(મમ્મી
ફરસાણ)ને પી.સી.આર. રજીસ્ટ્રેશન ન કરવા બાબતે કેસ કરી રૂા.૧૨,૦૦૦નો દંડ વસુલ કરવામાં
આવ્યો છે. ઉપરાંત તોલમાપ ને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ગ્રાહક સરક્ષા બાબતે મળેલી
૧૮ ફરીયાદોમાંથી નવ ફરિયાદોને નિકાલ કરવામાં આવ્યો છે તથા તોલમાપને બે ફરિયાદોનો
નિકાલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જો કોઈ ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહર
સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો મદદનીશ નિયંત્રક
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી,
જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોક, ગ્રાઉન્ડ
ફલોર અઠવાલાઈન્સ, સુરત સંપર્ક સાધવો તેમ મદદનીશ નિયંત્રક
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment