Monday, March 23, 2020

નવસારી- વિજલપોર નગરપાલિકા કોરોના સામે યુદ્ધ ધોરણે કામગીરી



 વિજલપોર નગરપાલિકા દ્વારા કોરોના સામે 
યુદ્ધ ધોરણે કામગીરી
નવસારી:- વિજલપોર   નગર પાલિકાના આરોગ્ય વિભાગમાં મોહનભાઈની અધ્યક્ષતા આરોગ્ય ટીમ દ્વારા સરદાર કોલોની,નવદુર્ગા નગર, આંબેડકર નગર, નવદુર્ગા નગર,  ડોળી તળાવ  વિસ્તારમાં ઘરે ઘરે જઈ  જંતુનાશક દવાઓના છંટકાવ કરવામાં આવ્યો, અને  જાહેરમા થુંકવું બદલ દસ હજાર બસો પચાસ રૂપિયા દંડ કરવામાં આવેલ છે. ફાયર ફાઈટર દ્વારા આશાપુરી મંદિર થી  રામનગર સુધીના મેન રોડ ઉપર હાઇડ્રોક્લોરિન પાણી માં મિક્સ કરી છટકાવ કરવામાં આવેલ છે . સેની ટાઈઝર,માસ્ક.અને હાથ મોજા દરેક કામદારોને આપવામાં આવેલ છે.કોરોના થી સુરક્ષા માટે સરકારના જાહેરનામુ મુજબ વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં રીક્ષા દ્વારા જાણ કરવામાં આવે છે. 
                     વિજલપોર નગરપાલિકા વેરા વિભાગના ભુપેશભાઈ  દ્વારા જણાવવામાં આવેલ છે  કે આજ  દિન સુધી ૨.૭૭ કરોડ રૂપિયા વેરા ઉઘરાવવામાં આવેલ છે. જે આશરે ૫૭.૬૯ ટકા છે. જે ખરેખર એક સારી કામગીરી કહી શકાય છે. પરંતુ જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કરોડો રૂપિયા વેરાના બદલે પીવા લાયક ચોખ્ખુ પાણી પણ આપવામાં નિષ્ફળ  છે. શિક્ષા ,સુરક્ષા,અને સ્વાસ્થ્ય ના નામે અહિં ફકત અસામાજિક પ્રવૃતિઓ   ચાલે છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...