Tuesday, March 3, 2020

નવસારી જિલ્લાના પ્રખ્યાત ગેસ એજન્સીમાં લેબર ઈંસપેક્ટર દ્વારા નોટિસ ફટકારી..!તમામ ગેસ એજન્સીના પરવાનેદારો માં ફફડાટ.. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર એજન્સીઓ સામે કોર્ટ માં થશે કાર્યવાહી...

નવસારી જિલ્લાના પ્રખ્યાત ગેસ એજન્સીમાં લેબર ઈંસપેક્ટર દ્વારા નોટિસ ફટકારી..!તમામ ગેસ એજનસીના પરવાનેદારો માં ફફડાટ.. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર એજન્સીઓ  સામે 
કોર્ટ માં થશે કાર્યવાહી...
નવસારી જિલ્લા માં આજે વર્ષોથી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવતો એલ.પીજી. ગેસ એજન્સીના પરવાનેદારો દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ઘરેલુ ગેસ ના સિલેન્ડરો માં આજે જોરદાર હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. હોટલો કે ચા-નાસ્તાના લારીઓ માં કાયદેસર કોમર્સીયલ ગેસના સિલેન્ડરો વાપરાનો હોય છે. પરંતુ જમીની હકીકત માં પુરવઠા ના તપાસ કરનાર અધિકારીઓ કાયદેસર તપાસ કરતા નથી. અને તપાસ ન કરવા બદલે શું કાર્યવાહી કરે છે.એ અહિં લખવો શક્ય નથી. જુના એક્સપાયરના ગેસ ના સિલેંડરો પણ નાગરિકો ને આપવાની ફરિયાદ આજે ચર્ચિત છે. સુરક્ષાના સાધનો મોટાભાગની એજન્સીઓમાં મળવો મુશ્કેલ છે. ફસ્ટ એડ વિશે ખબર હશે કે કેમ એ સમજવો અઘરૂ છે. આજે દર વર્ષે કાયદેસર એજન્સીના પરવાનેદારોને બદલવાનો  કાયદો નાબુદ થઈ ગયા છે. બીજા રાજ્યોની જેમ ગુનો સાબિત થતા તરતજ બદલવો જોઈયે. એજન્સી ફકત ડિલવરી કરવા માટે  એક  પરવાનેદાર તરીકે  આપવામાં આવે છે.એ કોઈ  માલિક નથી. ગોડાઉન ડિલવરી માં પણ હોમ ડિલવરીના ચાર્જ વસૂલ કરી રહ્યા છે. ભારત સરકાર અરબો રૂપિયાની સબસિડી આપે છે.છતા આજે પરવાનેદારો  પોતાની મર્જી મુજબ જ કામ કરી રહ્યા છે. હાલ માં મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લાના લેબર ઈંસપેકટર શ્રી એક પ્રખ્યાત ગેસ એજન્સીમાં લઘુત્તમ માસિક વેતન  ધારો ૧૯૪૮  મુજબ એક નોટિસ ફટકારી છે. અને જાણકારોના મંતવ્ય મુજબ  વર્ષોથી સદર કચેરી જ નહિ નવસારી જિલ્લાના મોટા ભાગના ગેસ એજન્સીના પરવાનેદારો  લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના ઉલ્લંઘન કરી રહ્યા છે. અને નવસારી જિલ્લા લેબર ઈંસપેક્ટર શ્રીએ  રૂબરૂ જાતે  તપાસ કરી કામ કરતા કર્મચારીઓ ને પૂછતા કર્મચારીઓ  જણાવેલ છે કે એમને કાયદેસર  સરકારના ધરાધોરણ મુજબ વેતન આપવામાં  આવતો નથી. અને સદર
ગેસ એજન્સીના માલિક પાસે લેબર એક્ટ મુજબ લાયસંસ પણ નથી. સરકારને જાણ પણ કે નજીકના પોલિસ સ્ટેશન માં નોધ પણ કરાવેલ નથી. નવસારી જિલ્લા કલેક્ટર શ્રીના જાહેરનામુ ને કાયદેસર ભંગ કરી રહ્યા છે. કાયદેસર તપાસ કરવામાં આવે ત્યારે મોટુ કોભાન્ડ પણ વહાર આવશે એમા કોઈ શક નથી. નવસારી જિલ્લામાં મોટા ભાગની ગેસ એજન્સીના પરવાનેદારો માં સદર બાબતે ફફડાટની ચર્ચા ચાલી રહી છે. આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દરેક એજન્સીઓ માં સરકારના  પરિપત્ર મુજબ તપાસ કરી કાર્યવાહી કરશે ખરા ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...