Saturday, March 7, 2020

સરત માહિતી ગુજરાત સરકાર મેગા ફુડ પાર્ક નિર્માણ માટે સહાય કરવા તત્પર

Dr.R.R.MISHRA  PL SEE ON also www.lokrakshak.org 


ગુજરાત સરકારસૂરત


તા.૦૬/૦૩/૨૦


ગુજરાતના ઉદ્યોગસાહસિકો મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવા ઈચ્છે તો કેન્દ્ર સરકાર


તમામ સહાય કરવા માટે તત્પર છે:


મેગા ફૂડ પ્રોસેસિંગ પાર્કના નિર્માણ માટે કેન્દ્ર સરકારની રૂ.૫૦ કરોડ સુધીની


સબસિડી મેળવી શકાય છે: કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રી


સુરત ખાતે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ રાજ્ય મંત્રીશ્રી રામેશ્વર તેલીના અધ્યક્ષસ્થાને ‘ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની ક્ષમતાઓ અને પડકારો’ વિષય પર કોન્કલેવ યોજાઈ


સુરત, કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ રાજ્યમંત્રીશ્રી રામેશ્વર તેલીના હસ્તે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ફૂડ એન્ડ એગ્રીટેક ફેર-૨૦૨૦’ને ખુલ્લો મૂકાયો હતો.

તા.૦૬ થી ૦૮ માર્ચ સુધી ચાલનાર આ ‘ફૂડ એન્ડ એગ્રીટેક ફેર’માં ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, બેકરીની આઈટમો, જ્યુસ અને પલ્પ નિર્માતા, ઓર્ગેનિક ફાર્મર્સ, નમકીન- વેફર્સ, ઈલેક્ટ્રોનિક, બાગાયત, પશુપાલન જેવા ૨૦૦ થી વધુ સ્ટોલધારકોના ઉત્પાદનો, યોજનાઓનો લાભ લેવાનો અવસર સાંપડ્યો છે.

આ વેળાએ ‘ફુડ ઇન્ડિયા’ અંતર્ગત ‘ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રની ક્ષમતાઓ અને પડકારો’ વિષય પર કોન્કલેવને સંબોધન કરતાં મંત્રીશ્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલાઓ લીધા છે. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ આઠ સ્કીમો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ૫૦ એકરના મેગા ફૂડ પાર્ક અને ૧૦ એકર જમીનના મિનિ ફૂડ પાર્કના નિર્માણ માટે રૂ.૫૦ કરોડ સુધીની સબસિડી આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના અરજીકર્તાઓ માટે ૫૦ ટકા અને જનરલ માટે ૩૫ ટકા સબસિડી આપવામાં આવે છે. બેકવર્ડ-ફોરવર્ડ લીંક યોજના હેઠળ નાના-મોટા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયને આ વર્ષે ૬ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ મંત્રાલય હેઠળની મહત્તમ યોજનાઓને ઓનલાઈન કરવામાં આવી છે. જેનો બહોળો લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

મેગા ફૂડ પાર્ક યોજના વિષે વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, મેગા ફૂડ પાર્ક દ્વારા કિસાનોની આવક બમણી કરવા અને આસપાસના સ્થાનિક લોકોને મહત્તમ રોજગારીના અવસરો મળે તેવો ઉમદા આશય છે. ફૂડ પાર્કની મજબૂત ફોરવર્ડ અને બેકવર્ડ લિન્કેજ સાથે ખેડૂતોના ખેત ઉત્પાદનો સહેલાઇથી ખેતરમાંથી સીધા બજારમાં પોષણક્ષમ ભાવે વેચાય છે.   ગુજરાતમાં માંગરોળ અને મહેસાણામાં ફૂડ પાર્ક બની ચૂક્યા છે, ત્યારે ગુજરાતના કોઈપણ ઉદ્યોગપતિ સાહસિકો આ પ્રકારના મેગા ફૂડ પાર્ક નિર્માણ કરવા ઈચ્છે તો કેન્દ્ર સરકાર શક્ય તમામ સહાય કરવા માટે તત્પર છે. ઓર્ગેનિક ખેતીના વધતા મહત્વને સ્વીકારી ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવવી જરૂરી છે એમ જણાવી મંત્રીશ્રીએ આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સને મહિલા ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવાનું સૂચન કર્યું હતું.

સુરતની ખૂબસૂરતની પ્રશંસા કરતાં મંત્રીએ કહ્યું કે, સુરતનો આર્થિક વિકાસ નજરે જોઈને આનંદની અનુભૂતિ થાય છે. ગુજરાતીઓ ઉદ્યમી અને સાહસિક પ્રજા છે. ડાયમંડ અને ટેક્ષટાઇલ ક્ષેત્રના સફળ ઉદ્યોગકારો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પદાર્પણ કરે તેવી અપેક્ષા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે એક્ઝિબિટર્સ ગાઈડ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ, GAICLના એમ.ડી. શ્રી કે.એસ. રંધાવા (આઇ.એફ.એસ), ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના ડિરેક્ટરશ્રી કે.બી. સુબ્રમણ્યમ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી કેતન દેસાઈ, ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખશ્રી દિનેશ નાવડિયા, સુમૂલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, એપીએમસીના ચેરમેનશ્રી રમણભાઈ જાની સહિત મોટી સંખ્યામાં ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગકારો, એક્ઝિબિટર્સ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.  


સુરતના આંગણે રાષ્ટ્રીયકક્ષાના રિજીયોનલ સરસ મેળા-૨૦૨૦’’ને ખુલ્લો


મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિતીબેન પટેલ


દેશભરમાંથી ૩૦ જુથો અને ગુજરાતના ૧૩૭ સ્વ-સહાયજુથો દ્વારા


ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની સુવર્ણતકઃ

૧૦ દિવસીય મેળામાં સ્વ-સહાયજુથો/કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધુ વેચાણ


સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની તકઃ


સુરત, ભારત સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો અને સ્વ-સહાયજુથ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને રાષ્ટ્રીય કક્ષાની વેચાણ સુવિધા ઉપલબ્ધ કરાવવાના આશયથી સુરતના આંગણે આયોજિત રાષ્ટ્રીયકક્ષાના રિજીયોનલ સરસ મેળા-૨૦૨૦ને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ પ્રિતીબેન પટેલ તથા મહાનગરપાલિકાના ડે.મેયરશ્રી નિરવ શાહના હસ્તે ખુલ્લો મૂકાયો હતો.

           અડાજણ ખાતે જયોતિન્દ્ર ગાર્ડનની બાજુમાંમહાનગરપાલિકાના હનિપાર્ક ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો મેળો તા.૧૨મી માર્ચ સુધી દરરોજ બપોરના ૧૨.૦૦ થી રાત્રીના ૧૧.૦૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામિણ મહિલા સ્વ-સહાય જૂથોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમના દ્વારા ઉત્પાદિત કરાયેલી કલાત્મક વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી પ્રોત્સાહિત કરવાનો હેતુ રહેલો છે. સૂરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની ઘરઆંગણે તક મળી છે.

       રાષ્ટ્રીય સરસ મેળામાં વિવિધ રાજ્યોના ૪૦ સ્ટોલ તેમજ ગુજરાતના તમામ જિલ્લાઓના ૧૦૫  તથા સુરત મહાનગરપાલિકાના ૨૦ મળી કુલ ૧૭૫ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

    ગ્રામિણ મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં મેળામાં ગુજરાતના પટોળાચણીયાચોલી, હરિયાણાની ટેરાકોટાની ચીજવસ્તુઓઓરિસ્સાના હેન્ડલુમત્રિપુરાની સિલ્ક સાડીઓ, આસામના વુડન પેઈન્ટીંગ, મધ્યપ્રદેશના સુતર પ્રોડકટ, પંજાબની ફુલકારી, બિહારનું મધુબની પેઈન્ટીંગ, ઉત્તરાખંડની જયુટબેગ, હિમાચલ પ્રદેશની હસ્તકલા અને ઉનની બનાવટો મળી ગુજરાતની પ્રચલિત અનેક ચીજવસ્તુઓ ખરીદવાનો સુવર્ણ અવસર ઘર આંગણે મળ્યો છે. જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ શકે છે.


સૂરત ખાતે યોજાયેલા સરસ મેળામાં


ખીલી અને દોરાની મદદથી ગીર સોમનાથની બહેનોએ


અવનવા ચિત્રોમાં પોતાની કલાને કંડારી છે


કાચની બોટલમાં બનાવેલો ગીરનો ખાટલો બન્યો આકર્ષણનું કેન્દ્રઃ

સુરતઃ- છેવાડાની વન્ય વિસ્તારોના ગામડાઓમાં રહેતી મહિલાઓ પોતાની ધગશઆવડત અને કોઠાસૂઝ વડે ધારે તે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે સુરત શહેરના અડાજણ ખાતે યોજાયેલા રાષ્ટ્રીયકક્ષાના સરસ મેળામાં.

          સમગ્ર ભારત અને ગુજરાતમાંથી આવેલા સ્વ-સહાય જુથની બહેનો દ્વારા અવનવી વસ્તુઓ બનાવીને વેચાણ માટે મુકવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના છેવાડાના જંગલ વિસ્તારમાં આવેલા બોરવાવ ગામની મધુરમ મંગલમ સ્વ-સહાય જુથની બહેનોએ ખીલી અને દોરા વડે અવનવા કલાત્મક વોલપીસ તૈયાર કરીને મૂકયા છે. જેને નેઈલ એન્ડ થ્રેડ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ વોલપીસની ખાસિયત એ છે કે, ગમે તેવા ચિત્રને ખીલી અને રંગીન દોરાની મદદથી તૈયાર કરવામાં આવતા હોવાથી આકર્ષક લાગે છે. છેવાડાના ગામડાઓમાં વસતા બહેનો દ્વારા પોતાની કોઠાસુઝ વડે બનાવવામાં આવતા વોલપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

          સખીમંડળના સભ્ય ગીતાબેન રૂપારેલીયાએ જણાવ્યું કે, અમારા ગામની ૧૦ બહેનોએ ભેગા મળીને મધુરમ મંગલમ સખીમંડળની રચના કરી છે. અમે બહેનો નવરાશના સમયે ગણેશજી, કૃષ્ણ, સાંઈ બાબા, જલારામ બાપા જેવા અનેક ચિત્રો વોલપીસ પર કંડાર્યા છે. ઓર્ડર મુજબ કોઈ પણ પ્રકારના ચિત્રોને કલાત્મકતાથી કંડારીને બહેનો બનાવી આપે છે.

             ગામડાઓમાં બેસવા અને સુવા માટે વપરાતા ખાટલાને નાની કાચની બોટલની અંદર આબેહુબ તૈયાર કરીને બનાવ્યો છે. જે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગીતાબેન કહે છે કે, અનેક દિવસોની મહેનતથી કાચની બોટલની અંદર નાના લાકડાના પાયા અને મોટી વળાંકવાળી સોયની મદદથી બહેનોએ ખાટલો બનાવ્યો છે, જેને અમોએ ગીરનો ખાટલો નામ આપ્યું છે.   


રાજય સરકાર રૂા.૧૯૨૫ પ્રતિ કિવન્ટલના લધુત્તમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરશેઃ



રાજય સરકાર દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૩૦ મે સુધી


લઘુત્તમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી કરાશેઃ




સુરતઃશુક્રવારઃ- રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સુરત દ્વારા આગામી તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૩૦/૫/૨૦૨૦ દરમિયાન જિલ્લાના બારડોલી, કડોદરા, કિમ, મઢી, મહુવા, માંડવી, માંગરોળ(કોસંબા), નવાગામ, ઓલપાડ જેટલા એ.પી.એમ.સી.ખરીદ કેન્દ્રો / ગોડાઉન કેન્દ્રો તથા તાપી જિલ્લાના કુકરમુંડા, સોનગઢ, વાલોડ, વ્યારા, ઉચ્છલ ખાતેના એ.પી.એમ.સી ખરીદ કેન્દ્રો/ ગોડાઉન કેન્દ્રો કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવ ઘઉં માટે ૧૯૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. લધુત્તમ ટેકાના ભાવે ધઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ.પી.એમ.સી./નિગમના ગોડાઉન કેન્દ્રોથી શરૂ કરવામાં આવી છે જે તા.૩૧/૩/૨૦૨૦ સુધી કરાવી શકાશે. જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર દ્વારા જણાવાયું છે.


પેટા ચુંટણીના અનુલક્ષીને ધાર્મિક સ્થળો પરથી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ


સૂરતઃ ચુંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજયની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની પેટા ચુંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર જીલ્લામાં કનકપુર-કનસાડ નગરપાલિકાના વોર્ડ નં.૧ તથા કામરેજ તાલુકા પંચાયતના ૮-કઠોદરા મતદાર મંડળોની પેટા ચુંટણી તા.૨૨/૩/૨૦૨૦ના રોજ મતદાન યોજાનાર છે આ ચુંટણીને અનુલક્ષીને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

       જાહેરનામાં અનુસાર ઉપરોકત વિસ્તારમાં મંદિરોમસ્જિદોચર્ચગુરુદ્વારા જેવા ધાર્મિક સંસ્થાઓ/સ્થળો અથવા કોઈપણ પ્રાર્થના સ્થળોએથી કોઈપણ રાજકીય પક્ષોઉમેદવારો તથા તેમના કાર્યકરોસમર્થકોએ ચુંટણી પ્રક્રિયા દરમિયાન ભાષણોપોસ્ટરોસંગીત દ્વારા ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી. આ હુકમ તા.૨૪/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.


કનકપુર-કનસાડ અને કઠોદરાની પેટાચુંટણીને ધ્યાને લઈ હથિયારબંધીઃ


સૂરતઃશુક્રવારઃ- રાજય ચુંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજયની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોની પેટા ચુંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર જીલ્લામાં કનકપુર-કનસાડ નગરપાલિકાના વોર્ડ નં.૧ તથા કામરેજ તાલુકા પંચાયતના ૮-કઠોદરા મતદાર મંડળોની પેટા ચુંટણી તા.૨૨/૩/૨૦૨૦ના રોજ મતદાન યોજાનાર છે આ ચુંટણીને અનુલક્ષીને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.વસાવાએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

            જાહેરનામાં અનુસાર ઉપરોકત વિસ્તારોમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરવું કે સાથે લઇને ફરવું નહીં.  અથવા આવા હથિયાર સાથે હરવું ફરવું નહી. સુરત શહેર વિસ્તારમાં બહારથી મેળવેલા પરવાના ધારણ કરનાર વ્યકિતઓએ આ વિસ્તારમાં વસવાટ કરતા હોય  તેઓએ પણ હથિયાર ધારણ કરવું કે જાહેરમાં સાથે લઇ હરવું ફરવું નહી. આમ્ર્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલા વ્યકિતગત હથિયારના પરવાના હથિયારો પો.સ્ટેશને જમા કરાવવાના રહેશે. આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ લાગુ પડશે નહીં. સલામતીની ફરજ બજાવતા ગાર્ડને કામકાજના સમય દરમિયાન હથિયાર સુરક્ષા અર્થે રાખી શકશે. જાહેરનામું તા.૨૪/૦૩/૨૦૨૦ સુધી  અમલમાં રહેશે. હુકમનો ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.



અડાજણ ખાતે રહેતા નંદુ વિશ્વકર્માની ભાળ મળે તો જાણ કરશો


સુરત,અડાજણ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૮/૦૨/૨૦૨૦ના રોજ ગૌરીપાર્ક સોસા. ના ગોડાઉનમાં, ભુમિ કોમ્પલેક્ષની બાજુમાં, હનીપાર્ક રોડ, અડાજણ (મૂળ વતન-અલાવલપૂર તા.જામુરાવા, જી.હસવા, યુ.પી) ખાતે રહેતા ૨૬ વર્ષીય નંદુ વિશ્વકર્મા પોતાના ઘરેથી કોઈને કંઈક કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણ તથા ઉંચાઈ ૫.0 ફૂટ છે. તેમણે શરીરે ચોકડીવાળુ લીલા કલરનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા અડાજણ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

અમરોલીથી શિવાનીબેન ભીલ ગુમઃ


 સુરત અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૫/૦૩/૨૦૨૦ ના રોજ ઘર નં. ૧58, રિલાયન્સ નગર સોસા., સાયણ રોડ, અમરોલી (મૂળ વતન- ગળથર, તા.મહુવા, જી. ભાવનગર) ખાતે રહેતા પરષોત્તમભાઈ બોધાભાઈ ભીલની ૧૬ વર્ષીય પુત્રી શિવાનીબેનનુ અજાણ્યાઓ દ્વારા અપહરણ થયા હોવાની ફરિયાદ નોંધાય છે. જે શરીરે પાતળા  બાંધાના, રંગે ધઉં વર્ણ તથા ઉંચાઈ ૫.૧ ફૂટ છે અને શરીરે લીલા રંગ જેવો વિવેકાનંદ સ્કુલનો ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.


અમરોલીથી માનસીબેન પાલ અપહરણ થયેલ છે


 સુરત, અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૬/૦૨/૨૦૨૦ના રોજ ઘર નં. ૧૪૫, જલારામ નગર, ગુ.હા.બો. અમરોલી (મૂળ વતન- મંગળપુર, તા.આસ્કા, જી. ગજામ ઓરિસ્સા) ખાતે રહેતા અનીલભાઈ સુરેન્દ્રભાઈ પાલની ૧૬ વર્ષીય પુત્રી માનશીબેનનું અજાણ્યાઓ દ્વારા અપહરણ થયા હોવાનું ફરિયાદ નોંધાય છે. જે શરીરે મધ્યમ બાંધાના, રંગે ધઉં વર્ણ તથા ઉંચાઈ ૫.૧ ફૂટ છે અને શરીરે બ્લેક જીન્સ, બ્લુ ટી-શર્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.



 


 


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...