Thursday, March 26, 2020

નવસારી જિલ્લા માં કોરોનાના એક પણ દર્દીઓના રિપોર્ટ પોજીટિવ નથી... પોલિસ વિભાગની કામગીરી કાબીલેતારીફ


નવસારી જિલ્લા માં કોરોનાના એક પણ દર્દીઓના રિપોર્ટ પોજીટિવ નથી... 
પોલિસ વિભાગની કામગીરી કાબીલેતારીફ 
વેંટિલરની સુવિધા નવસારી સિવિલ માં ફકત એકજ 
                              ગુજરાતની એતિહાસિ સંસ્કારી નગરી નવસારી જિલ્લા જે આજે વિશ્વ માં સૌથી મહાન હસ્તીઓની જન્મ ભુમિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ નમક આંદોલન નવસારી જિલ્લાની દાંડી થી શરૂવાત કરી હતી.આજે પણ છુટાછવાયા કેસો સિવાય નાગરિકોની એકતાની મિશાલ ઉભી કરી છે. અને નાકે નાકે નવસારી જિલ્લાની પોલિસ વિભાગના જવાનો જે ખડે પગે ૨૪કલાક સેવા આપી રહ્યા છે.મીડિયાના મિત્રો કોઈ પણ સ્વાર્થ કે વેતન વગર ઠેર ઠેર થતી ઘટનાઓની પારદર્શી સમાચારો માટે કોઈ પણ બીક વગર ફોટોગ્રાફ સાથે જીવંત સમાચારો આપી રહ્યા છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રી દિલીપ ભાઈ ભાવસાર અને ડો.શ્રી મહેન્દ્ર ભાઈ ડેલીવાલાની રૂબરૂ મુલાકત કરતા જણાવેલ છે કે કોરોના વાયરસની તપાસ નવસારી જિલ્લા માં જિલ્લા માં ૩૨૦૩૦૩ મકાનો માં  ઘરે ઘરે જઈ રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે . જેમા ૧૪૦૯૧૭૫ નાગરિકોની તપાસ કરાવેલ છે. જેમા શરદી ખાંસી તાવ ના ૬૪૫૭ દર્દીઓ મળી આવેલ છે.અને સ્થળ પર સારવાર ૬૪૪૩ દર્દીઓની કરવામાં આવેલ છે.અને ૧૪ દર્દીઓને રીફર કરવામાં આવેલ છે. ૮ ફેબ્રુઆરી થી ૧૯ માર્ચ સુધી ૧૦ દર્દીઓને સારવાર આપી રજા આપવામાં આવેલ છે. અને આજ દિન સુધી એક પણ કોરાના વાયરસના શંકાસ્પદ કે પોજીટિવ કેસો નથી. 
                            નવસારી જિલ્લામાં કોરોન્ટાઈન માટે સીએચસી ખડસૂપા માં ૧૦ , સીએચસી ચિખલીમાં ૧૦, સીએચસી મંદિર જલાલપોર માં ૨૦,   સીએચસી ગણદેવીમાં ૧૦,   સીએચસી મરોલીમાં ૧૦,   ડો.બાબા સાહેબ આંબેડકર હાલ સરદાર કોલોની વિજલપોર માં ૫૦ , આલીપોર ટ્રસ્ટહોસ્પીટલમાં૨૦,  નવસારી એગ્રીકલચર  યુનિવર્સિટી  કિસાન હોસ્ટલ માં ૫૦, સ્પંદન હોસ્પીટલ ચિખલી ૧૫, અને વીરવાડી હનુમાન મંદિર માં ૧૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આઈશોલેશન માટે નવસારી સિવિલ માં ૨૦, કોટેજ હોસ્પીટલ વાસદામાં ૧૦ , મેંગુસી હોસ્પીટલ બીલીમોરા ૫ , અને ઓરેંજ હોસ્પીટલ નવસારી ખાતે ૩૨ ની વ્યવસ્થા કરવામાં આવી છે. વેંટિલરની સુવિધા માટે નવસારી જિલ્લામાં હાલના તબક્કે નવસારી સિવિલ હોસ્પીટલ માં ફકત એકની સુવિધા છે. 
                    નવસારી જિલ્લા માં કોરોના વાયરસથી લોકડાઉન, ધારા ૧૪૪ માટે આજે ફકત પોલિસ વિભાગના જવાનો જ ૨૪ કલાક ૭ દિવસ મુજબ નજરે પડી રહ્યા છે. અને હાલના તબક્કે પોલિસ વિભાગની કામગીરી કાબીલે તારીફ છે. નવસારી નગરપાલિકા જે આજે વર્ગ ૧ માં આવે છે.અને સૌથી વધુ જનસંખ્યા અને સરકારી ફંડના વાપરતો નગરપાલિકા કે અન્ય ઉદ્યોગપતિઓની કોરોના થી રાહત કે મદદની કામગીરી ઉપરોક્ત માહિતી માં નામ પણ નથી. 
                  નવસારી જિલ્લા માં દરેક નાગરિકો દ્વારા નિયમોનુ પાલન અને અધિકારીઓ જેમા ખાસ કરીને સુરક્ષા વિભાગની રાત દિવસની મહેનત થી કોરોના થી વિજય મેળવવા મુશ્કેલ નથી. છતા આજે આપણે સૌની એકતાની જરૂર છે. સરકાર દ્વારા દરેક નિયમો માનવજીવનને બચાવવા માટે છે. આજે આ સમાચાર વાંચકોને નમ્ર અપીલ છે કે બને તેમ બહાર નિકળવા ટાળવો. અતિ જરૂરી સંજોગો માં જ ઘરથી બહાર નિકળશો.અને સાબુ થી દરેક વખતે જવા પહેલા અને આવીને હાથ ધોવા અને મોડા ઉપર રૂમાલ કે માસ્ક પહેરવા.અને આનંદ પૂર્વક ઘરમાં પરિવાર સાથે બાકીના દિવસો માં સમય પસાર કરવો. અને આપણા સૌ મિત્રોને સરકારના તમામ નિયમોના પાલન કરવા નમ્રતાથી આગ્રહ કરવો.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...