કોરોનાથી ગભરાવાની જરૂર નથી, નાગરિકો ભીડવાળી જગાઍ જવાનું ટાળે
-જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલ
નવસારી શહેર અને જિલ્લામાં
સંક્રમણકારી કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
લેવામાં આવેલા પગલાંની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરશ્રીમતિ
આદ્રા અગ્રવાલે જણાવ્યું કે, લોકોની સલામતી માટે
જિલ્લા વહીવટી તંત્ર સઘન પગલાં લેવામાં આવશે. લોકોનું ઍકઠા થવાનું ટળે ઍ માટે
વિવિધ પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
પત્રકારો સાથે સંવાદ કરતા શ્રી અગ્રવાલે જણાવ્યું
હતું કે, કોરાના વાયરસથી
લોકોઍ ડરવાની બિલ્કુલ જરૂર નથી. નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આ રોગનો ઍક પણ દર્દી
જોવા મળ્યો નથી. પણ, આ વાયરસ સામે
સાવચેતી ઍ જ સલામતી છે. ઍટલે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો
નવસારીમાં અસરકારક અમલ કરવામાં આવી રહયો છે.
તેમણે
કહયુંં કે, જિલ્લામાં આ માટે
તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર કરીને નાગરિકોને જાગૃત કરવામાં આવી રહયાંં છે.
જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે તેમજ
ખાનગી હોસ્પિટલોમાં પણ કુલ બેડ કેપીસીટીના ૨૦ ટકા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે
જણાવ્યું કે, આગામી ૧૫ દિવસ
દેશમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ખૂબ મહત્વના હોય જિલ્લા વહિવટી તંત્ર આ
માટે સંપૂર્ણ સજ્જ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં જનજાગૃતિ માટે બેનર્સ લગાવવામાં આવી રહયાં છે અને પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યું છે.
સોશિયલ મિડીયાથી પણ પ્રચાર કરવામાં આવી રહયો છે.
તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૨૮ જાન્યુઆરીથી આજદિન સુધીમાં વિદેશથી
આવેલ કુલ ૨૨૦ વ્યક્તિઓને હોમ કવોરન્ટાઇન
કરવામાં આવ્યા હતા જેમાંથી ૯૮ વ્યક્તિઓને સતત ૧૪ દિવસ સુધી કવોરન્ટાનઇન પીરીયડ
પુર્ણ થયેલ છે. આ વાયરસના કોઇપણ લક્ષણ નથી જણાયા. અત્યાર સુધી જિલ્લામાં અને
રાજયમાં ઍક પણ પોઝેટિવ કેસ નથી નોંધાયો.
નવસારી જિલ્લામાં જાહેરમાં થૂંકનારી વ્યક્તિને દંડ
કરવામાં આવી રહયો છે. નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી સઘન રીતે થાય ઍવી સૂચના આપી
દેવામાં આવી છે. સરકારે માસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સનો આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ
સમાવેશ કર્યો છે અને આ વસ્તુઓમાં કોઇ પણ જાતની નફાખોરી ન કરવામાં આવે તે માટે
તંત્ર દ્વારા આવશ્યક પગલા લેવામાં આવી રહયાંં છે.
ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, દરેક સામન્ય માણસે માસ્ક પહેરવો જરૂરી નથી. ફક્ત
જે લોકો સંદિગ્ધ છે તેમના પરીવારજનોઍ માસ્ક પહેરવાની આવશ્યકતા છે. નાગરિકો આ
વાયરસથી બચવા માટે જાહેર કરવામાં આવેલી સાવચેતીઓનું અવશ્ય પાલન કરે અને ધાર્મિક કે
સામાજિક પ્રસંગોમાં કે ભીડભાડવાળી જગ્યાઍ જવાનું ટાળવું જાઇઍ. વારંવાર હાથ સાબુ કે
સેનીટાઇઝરથી ધોવા જોઇઍ. જયાં ત્યાં થુકવું ન જાઇઍ.
પત્રકાર પરીષદમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી
પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક
કલેકટરશ્રી કે.જે.રાઠોડ, મુખ્ય જિલ્લા
આરોગ્ય અધિકારી ડો. ભાવસાર, સહાયક માહિતી
નિયામકશ્રી રાજ જેઠવા તેમજ મોટીસંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયાં હતા.
No comments:
Post a Comment