Friday, September 3, 2021

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ગેરકાયદેસર બાંધકામો માં અધિકારીઓની ભુમિકા દુર્ભાગ્યપૂર્ણ..!





ગુજરાત રાજ્ય માં સરકાર આજે નવા કાયદાઓ ધડી રહી છે. અને એમના અધિકારીઓ ઉપર આજે કોઈ અંકુશ નથી.આજે ભ્રષ્ટાચાર માં ગુજરાત રાજ્ય ના મોટા ભાગના અધિકારીઓ પહેલા નંબર મેળવવા માટે રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે. સરકારી અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા માટે કાયદેસર એના ઉપરી કયા અધિકારી છે ? એ આજે સમજવો મુશ્કેલ છે. ગુજરાત તકેદારી આયોગ પણ આજે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ ને જેના ઉપર ભ્રષ્ટાચારનો પુરાવો સાથે આરોપ હોય એની પાસે તપાસ કરવા હુકમ કરે છે. હજુ સુધી નવસારી જિલ્લામાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં ૫ વર્ષ પુર્ણ થતા કાયદેસર અધિકારીઓના એક બોર્ડ નથી. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ગુજરાતની પહેલી કચેરી છે કે નવસારી શહેરી વિકાસ માં નવસારી શહેરને બાકાત રાખવામાં આવેલ છે. અને છેલ્લે આજુ બાજુના ગામોને સમાવેશ કરવામાં આવ્યો છે.પરંતુ જમીની હકીકત માં એ ગામો માં પહેલા થી જ લોકચર્ચા મુજબ તાલીબાની રાજ ચાલે છે. ગામો માં ૧૨મીટર સુધી બાંધકામો કરવા માટે પરવાનગી હોય અને વઘુ બાંધકામો માટે પહેલા તલાટી કમ મંત્રી તરતજ નોટિસ ફટકારી એ બાંધકામો અટકાવી દેવામાં આવતો હતો. આજે દારૂ શરાબનો અડ્ડોની જેમ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં રામ રાજ ચાલી રહયો છે.અને ૧૦૦ % ગેરકાયદેસર હોય કે સરકારી ગોચરની જમીન હોય પરંતુ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની હદ વિસ્તારમાં માં હોય ત્યારે કોઈ પણ પરવાનગી લેવાની જરૂર જ નથી. વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ એક સંસ્થા તરીકે બિન જરૂરી કચેરી છે. જે ફક્ત સરકારી અધિકારીઓ સાથે નેતાઓના બિન અધિકૃત ખર્ચ જેમાં ખર્ચની જોગવાઈ નથી. એમા આજે સરકારી મોટા અધિકારીઓ હોય કે મોટા નેતાઓનો તમામ પ્રકારનો ખર્ચ જેમાં કાયદેસર બિલ મુકી શકાય નહીં.એવા ખર્ચ પણ કરોડો રૂપિયા માં થતો હોય એની મોટાભાગની જવાબદારી એવી કચેરીઓ દ્વારા પુરી પાડવામાં આવે છે. જેથી ભવિષ્યમાં પણ એવી કચેરીઓ માં ભ્રષ્ટાચાર ભલે હોય પરંતુ એ આજે નવા નામો શિષ્ટાચાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. 1972 માં જંગલોમાં આખલાઓના આતંક વધી જતા એમનો નામ બદલીને નીલ ગાય કરવામાં આવેલ હતો. નામ બદલીને નીલગાય પછી લીલગાહ મુકી લાખોની સંખ્યા તત્કાલ નાબૂદ કરવા માં આવી હતી. આજે એવી રીતે સરકાર માં અધિકારીઓ જ પોતે પોતાની રીતે એક નવી કચેરી ઘડી છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં હજુ સુધી એક પણ કાયદાઓની અમલવારી કરાવવા માટે સક્ષમ અધિકારી કોણ છે ? એ સમજવુ સંભવ નથી. અને સદર કચેરીના અધિકારીઓ કર્મચારીઓની તમામ કામગીરી ખરેખર કાબીલે તારીફ અને પ્રશંસનીય છે. આજે તાલીબાનની પ્રશંસા કરવો અને ખુશામદીદ રીતે માથું ઝુકાવી ને કરવો ફરજીયાત છે. વિશ્વ માટે સરાહનીય છે.દરેકે દરેક માટે ભવિષ્યમાં ફરજીયાત થશે.એવી રીતે આજે નવસારી જિલ્લા કલેકટર કચેરી હોય કે પ્રાન્ત કચેરી , જિલ્લા પંચાયત હોય કે ગ્રામ પંચાયત, નવસારી નગરપાલિકા હોય કે વિજલપોર નગરપાલિકા . દરેકે દરેક માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર રાજ કરી રહ્યા છે. પરંતુ એનો નામ બદલીને જોવા મા આવે ત્યારે ખરેખર કોઈ સમસ્યાનો સ્થાન નથી. એવી રીતે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાયદો ઘડીને થાકી ગઈ. એવા જ અધિકારીઓની કાબિલે તારીફ કામગીરી થી આજે મોટા ભાગના વિભાગોના ખાનગી કરણ કરવા સરકાર મજબૂર છે. આજે જે અધિકારીઓ લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા છતા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.એજ અધિકારીઓ એજ કામો માટે ભવિષ્યમાં નવ હજાર માં બાર કલાક કામ કરવા માટે ત્રણ સૌ રૂપિયાના ફોર્મ ભરી એક કિલોમીટરની નાની નાની લાઈન માં ઉભા મળશે. ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે ફટકાર સરકારને ખાવી પડે છે. એક વિદ્વાનના મંતવ્ય મુજબ સરકાર જરૂરીયાત પુરતો નાણાં રાખવા માટે એક નિયમ આવશે. જેથી જરૂરિયાત થી વધુ સંપત્તિ સરકાર કબજો માં લેવો આજે જરૂરી છે. અને આજે સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. ખોટી રીતે ભેગા કરેલ સંપત્તિ જમીન મકાન વધુ પ્રમાણમાં હોવાથી સરકારની યોજનાઓ પણ તફડી રહી છે. એનો વેલેન્સ કરવો જરૂરી અને એ સમયની માંગ છે.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...