Wednesday, September 1, 2021

ઘુંટણ ના દુઃખાવો મટાડવા માટે નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માટે ભવ્ય શરૂઆત






ઘૂંટણનો દુ:ખાવો


માનવ શરીરની રચનાની ર્દષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતાં સૌથી વધુ કાર્યરત અને ભારવહન કરતો સાંધો છે. શરીરનાં હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાન પણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ઘસારો અને દુઃખાવાની ફરિયાદ વધુ જોવા મળે છે.


ઘૂંટણનાં સાંધા વિશે સમજીએ




ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો (Joint) કહે છે. ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

આથી જ ઘૂંટણમાં સોજો આવે, દુખાવો થાય, ઘૂંટણની હલન-ચલનની ક્રિયામાં બાધા થાય તે દરેક તકલીફ ઉભી કરે. સામાન્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવાય પરંતુ ઘૂંટણનો સાંધાના કયા ભાગમાં તકલીફ છે, તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે. આથી સામાજિક પ્રસંગે કે અન્ય પ્રસંગે ઘૂંટણની તકલીફથી પીડાતા હોય તેઓ ઘૂંટણનો દુખાવો મેથી ખાવાથી મટી જાય છે, સાચી વાત ? અથવા તો ઘૂંટણ દુખતા હોય તો ચાલવાની કસરત કરવાથી તકલીફ થાય ખરૂં ને ? આવા પ્રશ્નો પુછતાં હોય છે. પ્રશ્ન પુછનારની આતુરતા સમજી શકાય. પરંતુ તેઓને થતાં ઘૂંટણનાં દુખાવા માટેનાં કારણ વિશે સમજ્યા-નિદાન કર્યા પહેલાં જવાબ આપી શકાય નહીં. આથી જ બઝારમાં ઘૂંટણનો દુખાવા માટે ચમત્કારિક ઉપચાર તરીકે વહેંચાતી દવાઓથી દર્દીઓને ફાયદો થતો નથી. ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે. આથી જ યોગ્ય પરિક્ષણ, વ્યક્તિગત જીવનશૈલી જ્યારે જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો-ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

ઘૂંટણનાં રોગ માટે સામાન્ય ઉપચાર 

જે રીતે બારી-બારણામાં મિજાગરા કામ કરે છે, લગભગ તેવું જ કામ ઘૂંટણનો સાંધો પણ કરે છે. ઉભા રહેવા દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. શરીર નીચે નમે, બેસે, ઉઠે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન થડકારો ન આવે તે માટે ઘૂંટણ વપરાય છે, થડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિનિસ્કસ કાર્ટીલેજ સાથે જોડાયેલી નર્વસ શરીરનું બેલેન્સ જાળવવામાં તથા નીચેના બંને ટિબ્યુલા અને ફિમર હાડકાઓમાં વજન યોગ્ય રીતે વહેંચાય તેનું નિયમન આ નર્વસ કરે છે. આ ઉપરાંત હાડકાઓને એકબીજા સાથે બાંધતા લીગામેન્ટ તથા હાડકા અને લીગામેન્ટને જોડતાં ટેન્ડન્સથી ઘૂંટણનો સાંધો સરળતાથી જોડાયેલો અને કાર્યરત રહે છે.

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

  • ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે.
  • ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે જોવું.
  • ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ કે ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ' જવાબદાર હોય શકે છે.

આથી જ પ્રકૃતિને અનુરૂપ ખોરાક-પીણા, ચરીનું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો,આથાવાળી-પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન' માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને દુખાવામાં રાહત થાય છે.

  • ઓસ્ટીયો આર્થરાઈટીઝ, ગાઉટ, રૂમેટીઝમ કે અન્ય કારણસર ઘૂંટણમાં થતો દુખાવો મટાડવા યોગ્ય માર્ગદર્શન મુજબ દવા, પંચકર્મ, ફિઝીયોથેરાપી, શેક પૈકી તમારાં કેસમાં શું યોગ્ય રહેશે .એની સંપૂર્ણ જાણકારી મેળવવા વિનંતી ્
  • પ્રકૃતિગત માફક આવતાં ખોરાક સાથે એરંડભૃષ્ટ હરડે જેવા સાદા ઔષધથી પાચન જાળવવાથી ‘આમ' થતો અટકાવવો જરૂર જણાય તો આયુર્વેદિય પદ્ધતિથી લંઘન, સંસર્જનક્રમની મદદથી શરીરમાં હલકાપણું આવે તથા સાંધાનો સોજો દૂર થાય તેવા ઉપચાર માટે વૈદની સલાહ લેવી.

શલ્લકી, ગળો, અશ્વગંધા, પુનર્નવા, હળદર જેવી આયુર્વેદિય વાનસ્પતિક દવાઓ ખૂબ જ સરળતાથી લઇ શકાય છે. આ બધા ઔષધો સ્નાયુ, લીગામેન્ટનો સોજો ઘટાડવાની સાથે સાંધામાં રહેલાં કુશનિંગ આપતા હાડકાઓ તથા ચીકાશમાં વાયુને કારણે થતી વિકૃતિ દૂર કરી ત્યાંના કોષોને પુનર્જીવિત કરવાનો ગુણ ધરાવે છે.

 વધતી ઉંમર સાથે હાડકામાં થતાં ઘસારા માટે તથા અયોગ્ય પોષણથી હાડકા નબળા પડ્યા હોય ત્યારે ખોરાકમાં ગાયનું દૂધ, ઘી, ખજૂર, લીલા શાકભાજીનો નિયમિત ઉપયોગ કરવો. માત્ર વિટામીન્સ અને કેલ્શ્યમની દવા પર આધાર રાખવો નહીં. લોકરક્ષક હેલ્થ કેયર નવસારી માં ઘુંટણ કમર ખભો ગર્દન હાથનો દુઃખાવો મટે એના માટે નૈસર્ગિક આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે.


આજે જ સંપર્ક કરવા વિનંતી

લોકરક્ષક હેલ્થ કેયર અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી મો.૯૮૯૮૬૩૦૭૫૬ 


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...