Thursday, September 23, 2021

ગુજરાત માહિતી આયોગ કમિશનર દ્વારા નવસારી જિલ્લા પંચાયતને નોટિસ ફટકારી..! RTI 2005, RCPS2013 અને ESIS સુવિધા સાથે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ અમલવારી કરાવવા માટે જવાબદાર અધિકારી કોણ ...?





  ગુજરાત માહિતી આયોગ કમિશનર દ્વારા નવસારી જિલ્લા પંચાયતને નોટિસ ફટકારી..! 
RTI 2005, RCPS2013 અને  ESIS સુવિધા સાથે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ અમલવારી કરાવવા માટે જવાબદાર અધિકારી કોણ ...?  

    નવસારી જિલ્લા પંચાયત હેઠણ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ગ્રામ પંચાયત માં આજે વહીવટી કામગીરી તદ્દન ઉતરતી કક્ષાએ પહોંચી છે. દર રોજ સમાચાર પત્રો માં ગુજરાતમાં એક ન એક અધિકારી , તલાટી, સરપંચ એન્ટીકરપસન માં જમા થઈ રહ્યા છે. હવે સામાન્ય પ્રજાના કામો કેવી રીતે થશે? એ સમજવો અઘરુ છે. નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત માં સરકાર કાયદેસર સર્વોચ્ચ ડિગ્રી ધરાવતા આઇએએસ અને જીએએસ જેવા વિદ્વાનોને નિમણૂંક કરી છે. છતા આજે જન હિત થી સંકળાયેલ માહિતી અધિકાર અધિનિયમ જેના વખાણ દેશના સર્વોચ્ચ જજો, પ્રધાનમંત્રી શ્રી અર્થશાસ્ત્રીઓ એ કરી રહ્યા છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયત માં એનો કોઈ અર્થ નથી. ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એ નોટિસ ફટકારી ને જાહેર માહિતી અધિકારીઓ અપીલ અધિકારીઓના નામ લખવા જણાવ્યું છે. પરંતુ નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓ સર્વોચ્ચ અધિકારીઓ પણ એના હુકમને કોઈ મહત્વ આપી રહ્યા નથી.જાહેર માહિતી અધિકારીઓ કાયદેસર જવાબ આપવા ગુનો સમજી રહ્યા છે. અપીલ અધિકારીઓને આરટીઆઇ વિશે કોઈ જાણકારી નથી. ૩૦ દિવસ પછી પુરાવા સાબિત કરતા પછી નાણાં ભરવાની હુકમ કરતાં અપીલ અધિકારીઓ ને ગુજરાત હાઇકોર્ટેના એક હુકમ મુજબ એક દિવસ વેતન લેવાના અધિકાર નથી. કાયદા વિશે વર્ગ એકના અધિકારીઓ અજાણ હોય એવા પ્રદર્શન કરતા નજરે પડે છે. હાલ માં નવસારી પ્રાંત અધિકારીની કાયદાકીય સર્વશ્રેષ્ઠ જાણકારી વિશે પાસા હેઠળ બે કેસ હાઈકોર્ટે પહોંચતા દસ  દસ હજાર રૂપિયા દંડ ફટકારી હુકમ કર્યો છે. થોડા સમય પહેલા કર્ણાટક હાઇકોર્ટે એ ત્રણ સમાહર્તાઓને જેલ ભેગા કરવા હુકમ કરી હતી. 
નવસારી જિલ્લા પંચાયત માં આજે ૭૫ ટકા વસ્તી રહે છે. જેની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પંચાયતના અધિકારીઓની છે. પરંતુ રહેવા માટે બનાવેલ તમામ બાંધકામોને તપાસ કરવા આજ સુધી એક અધિકારી નથી કે અધિકારીઓને કાયદેસર તપાસ કરવાની ખબર બાપુ દર્શન સામે જરૂર નથી સમજતા એ આજે સમજવો પણ અઘરુ છે. સામાન્ય હિસાબી અધિકારીની કચેરી માં એરકન્ડીશન ક્યાં થી આવી ? ગેરકાયદેસર એરકન્ડીશન ગુજરાત વિકાસ કમિશનર શ્રીનો હુકમ મુજબ કઢાવવા જોઇએ એ ખબર નથી એવો ન બને. જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ દરેકનો ભ્રષ્ટાચારના બિલો મંજુર કરતા હોય ત્યારે એ ગેરકાયદેસર એરકન્ડીશન કચેરી થી દૂર કરવા સર્વોચ્ચ અધિકારીઓ એમની સામે મજબૂર નજરે પડે છે. નવસારી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક અપીલ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે એની કચેરી માં પણ એરકન્ડીશન ગેરકાયદેસર છે. અપીલ ની સુનવણી દરમિયાન તાલુકા વિકાસ અધિકારીઓ હાજર પણ રહેતા નથી. એમના હુકમનો પાલન કરવા કોઈ પણ સંજોગોમાં તાલુકા વિકાસ અધિકારીઓ તૈયાર નથી. નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓ પાસે મહેકમ વગર અન્ય વિભાગો ના કર્મચારીઓ ને પોતાની કચેરી માં રાખવાની સત્તા નથી. છતા આજે વર્ષોથી અન્ય વિભાગો ના કર્મચારીઓ ને પોતાની કચેરી માં ફરજ બજાવવા મજબૂર કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત માં પ્રમુખ હોય કે જિલ્લા વિકાસ અધિકારી સરકાર દ્વારા પીએ માટે મહેકમ મંજૂર કર્યા નથી છતા ગેરકાયદેસર એરકન્ડીશન સાથે અન્ય વિભાગોના કર્મચારીઓને કામ કરવા મજબૂર કરવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના કોભાંડ માં અધિકારીઓ જ સામેલ હોય ત્યારે તપાસ કોણ કરશે? સરકાર ના હુકમ મુજબ કોભાંડ કરવો કે કરવા દેવો અથવા પોતાના ફરજ દરમિયાન સત્તા હેઠણ કોભાંડ થાય એની સંપૂર્ણ જવાબદારી ખાતાના વડાની હોય છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...