Thursday, September 16, 2021

નવસારી વિનપા માં ફાયર NOC ફક્ત શાણાઓ અને હોસ્પિટલમાં જ બાકીનો શું...?




નવસારી જિલ્લામાં ઠેરઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો નો રાફડો આજે વર્ષોથી ચાલી રહ્યુ છે.વર્ષ ૨૦૧૫ માં ગુજરાત સરકાર એ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરી.અને એમાં ચેરમેન તરીકે નવસારી જિલ્લા કલેકટર શ્રી જેવા સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અધિકારીઓ ની નિમણુંક કરી. સરકાર ની નીતિ નિયમો ખરેખર કાબીલે તારીફ છે.પરંતુ નવસારી જિલ્લામાં એવા નિયમો ફક્ત મોટી મોટી ફાઈલો માં પણ નેતાઓ અને અધિકારીઓના મિલીભગત થી ચાલી શકે નહીં. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં થી નવસારી શહેર ને તત્કાલ અસરથી બાકાત કરવામાં આવ્યું છે. અને આજે છ વર્ષ માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ના હદ વિસ્તારમાં એક પણ બિલ્ડીંગ કાયદેસર સરકાર ના ધારાધોરણ મુજબ નથી. નવસારી કલેકટર શ્રી જેમાં ચેર પર્સન હોય અને એના હદ વિસ્તારમાં એક પણ બાંધકામો કાયદેસર ન થતો હોય ત્યારે ચીફ ઓફિસર શ્રી એની સામે ક્યા સત્તા ધરાવે છે? એ ખરેખર વિચારવા જેવું છે. નવસારી નગરપાલિકા હોય કે વિજલપોર નગરપાલિકા તાલુકા વિકાસ અધિકારી શ્રી હોય કે ગ્રામ પંચાયત આજ સુધી એક પણ બાંધકામો કાયદેસર નથી.સરકારી નિયમો નવસારી જિલ્લામાં આજે અધિકારીઓ અને નેતાઓની મિલીભગત થી શોભના ગાંઠીયા સમાન છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ષ ૨૦૧૩ ના કાયદા મુજબ ફાયર સેફ્ટી નો એન ઓ સી શોધવા નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ જોવા નિકણયા છે. જેમાં કે દરેક બાંધકામો માં કાયદા મુજબ ફાયર સેફ્ટી હોવુ ફરજીયાત છે. નવસારી વિજલપોર નગરપાલિકા ની પોતાની નગરપાલિકા માં જ ફાયર સેફ્ટી નથી. નવસારી વિજલપોર નગરપાલિકા પોતે નગરપ્રાથમિક સમિતી માં મોટા ભાગના પ્રાથમિક શાળાઓ પોતે સંચાલન કરે છે.હવે એમાં ફાયરસૈફટીની જવાબદારી કોણી છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ વર્ષો થી ચાલી રહ્યો છે. ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી દ્વારા તપાસ કરતા મોટો કોભાંડ વહાર આવેલ હતો પરંતુ જમીની હકીકત માં આજ સુધી એક પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ મોટા ભાગના કોલેજ શાણાઓ  નો સંચાલન કર્તા ધરતા નવસારી વિજલપોર નગરપાલિકાના નેતાઓ જ છે. 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...