નવસારી જિલ્લા પંચાયત માં સિંચાઇ વિભાગ ના જાહેર માહિતી અધિકારી શ્રી RTI Act 2005, RCPS Act 2013, ESIC કાયદા વિશે અજાણ - એક જ અરજીની પહેલી જ સુનવણી માં બેનકાબ
નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રથમ અપીલની સુનવણી માં કાયદા વિશે સિંચાઇ વિભાગના વરિષ્ઠ અધિકારી PIO ને જાણકારી આપી અને એક કર્મચારી એ જાહેર માહિતી અધિકારી સાથે હાજર રહી
માહિતી વિશે જાણકારી આપી - RTI
નિવૃત્ત કરાર આધારિત બિનજરૂરી - RTI
ગુજરાત રાજ્ય વિકાસ કમિશનર પાસે કાયદેસર કાર્યવાહી કરવા અને શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની નિમણૂંક કરવા અરજી
નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર ચરમસીમા પર રાજ કરી રહ્યો છે. સરકાર કરોડો રૂપિયા ફંડ સાથે નવી નવી યોજનાઓ સાથે સર્વોચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણુંક કરી રહી છે. પરંતુ જમીની હકીકત માં આરક્ષણ થી ભરતી થયેલ કર્મચારીઓ અધિકારીઓ કાયદેસર કામ કરવા રાજી નથી. નોકરી મળી ગઈ પછી પોતાના હક સમજી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત માં આજે હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સમયસર કર્મચારીઓ અધિકારીઓ હાજર રહેવા પણ ગુનો સમજે છે. નવસારી જિલ્લા પંચાયત માં આજે ૨૧ ની સદી ડિજિટલ ઇન્ડિયા માં એક હાજિરી પુરવા માટે સામાન્ય ઈલેક્ટ્રોનિક મશીન નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓ ૧૧ પહેલા દર્શન નથી આપતા અને સાંજે ૬ પહેલા રફૂચક્કર થઇ જાય છે. કેટલાક અધિકારીઓ આરોગ્ય અધિકારીની જેમ ફીલ્ડના બહાને અન્ય સ્થળે આરામ ફરમાવતા નજરે પડે છે. નવસારી જિલ્લા પંચાયત મા માર્ગ અને મકાન હોય કે સિંચાઇ વિભાગ, તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ માટે એક પણ તપાસ અધિકારી નથી.જેથી કંન્સટ્રકસન બિલ્ડીંગ હોય કે મકાન, ફ્લેટ હોય કે કોમ્પલેક્ષ ડામર રોડ હોય કે આરસીસી તમામ કામો માં કાયદેસર ભ્રષ્ટાચાર થતો હોય છે. અને સમય પહેલા ટૂટી જાય છે. સરકાર ના કરોડો રૂપિયાના નુકસાન થઇ રહ્યો છે. ગ્રામ પંચાયત હેઠળ થતાં કામો માં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
નવસારી જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ માં એક જ આરટીઆઇની અરજી માં સિંચાઇ અધિકારી શ્રીના તમામ શૈક્ષણિક લાયકાત અનુભવના પર્દાફાશ થયા . પ્રથમ અપીલની સુનવણી માં સિંચાઇ વિભાગના જાહેર માહિતી અધિકારી શ્રી પાસે કાયદાઓ વિશે જ્ઞાન છલોછલ છલકાઈ રહ્યો હતો. જેના માટે એક કર્મચારીને સાથે લાવવાની ફરજ પડી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પ્રથમ અપીલ સુનવણી દરમિયાન કાયદેસર કાયદા વિશે સિંચાઇ વિભાગના જાહેર માહિતી અધિકારી શ્રીને જાણકારી આપવા ફરજ પડી હતી. ખરેખર આરટીઆઇના કાયદા મુજબ જાહેર માહિતી અધિકારી શ્રી પાસે માહિતી ન આપવા માટે કારણો પુછવાનો હોય છે. એવા અધિકારીઓ સાથે ગુજરાતના વિકાસ એક જુમલો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ દરેક કચેરી માં ફરજીયાત નિભાવવા માટે ફરજીયાત કરવામાં આવી છે.અને અહીં નવસારી જિલ્લા પંચાયત માં સદર કચેરીના અધિકારીને ખબર નથી. એવા અધિકારીઓ સાથે સરકાર પારદર્શક સમૃદ્ધિ વિકાસ કરવા જઈ રહી છે. એ સરકાર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી માટે હાસ્યાસ્પદ છે. નિવૃત્ત કરાર આધારિત અધિકારીની જરૂર કેવી રીતે યોગ્ય છે આજે એ સમજવો અઘરુ છે. દસ દસ હજાર રૂપિયા વેતન માટે ઈજનેરો કિલોમીટર સુધી લાઇન માં ઉભા છે. એવા સમયે નિવૃત્ત કરાર આધારિત અધિકારી કે એકસપાઈરી ડેટ પ્રોડક્ટ ફાયદા કારક હજુ સુધી કોઈ રેકોર્ડ નથી. પ્રથમ અપીલ સુનવણી માં સિંચાઇ વિભાગ માં ઇએસઆઇસી ના કાયદા જે સરકારની અમૃત તુલ્ય યોજના છે સદર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીને ખબર નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ થી અમલમાં છે. સદર કચેરીના અધિકારીઓને ખબર નથી. હવે સદર કચેરીના શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓ માટે ગુજરાત સરકારના વિકાસ કમિશનર શ્રી પાસે તમામ કામોની તપાસ માટે એક ટીમ બનાવી તપાસ કરવા માટે માનવ અધિકાર સંસ્થા દ્વારા ભલામણ કરવામાં આવશે. અને ગુજરાત રાજ્ય મુખ્ય મંત્રી શ્રી પાસે નવસારી જિલ્લા પંચાયત માં હાજીરી પુરવા માટે એક ઈલેક્ટ્રોનિક મશીન લેવા માટે મુખ્ય મંત્રીના ફંડ થી તત્કાલ પ્રભાવ થી ફંડ ફાળવવા સાથે સાથે અધિકારીઓને કાયદા વિશે જાણકારી મેળવવા માટે એક નવી અદ્યતન યુનિવર્સિટી જેમાં ફક્ત એવા અધિકારીઓને કાયદા વિશે જાણકારી મેળવવા ભણાવવા ત્યાં સુધી અન્ય વ્યવસ્થા ગોઠવવા માટે ભલામણ કરવામાં આવશે.
No comments:
Post a Comment