નવસારીના ધારાગીરી ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના
અધ્યક્ષસ્થાને ખેડૂત ખાટલા સભા યોજાઇ
ખેડૂત ખાટલામાં સભામાં ધારાગીરીના ગ્રામજનોએ નિખાલસપૂર્વક પડતી તકલીફ વિશે રજૂઆત કરી હતી. જેમાં વીજ કનેકશન કામગીરી તથા વીજ અનિયમિતતા, સિંચાઇની કેનાલ રીપેરીંગ તથા નિયમિત પાણી મળવા અંગે, ખાનગી જમીન પરથી વીજપોલ હટાવવા બાબતે તેમજ ગામમાં જર્જરીત વીજપોલ હટાવી નવા નાંખવા બાબત,ા તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવા, વારસાઇને લગતા પ્રશ્નો, રબારી સમાજના ઢોરો દ્વારા ઉભા પાકને નુકશાન તેમજ અન્ય ખેતીલક્ષી પ્રશ્નોની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ખેડૂતોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતાં. ત્યારબાદ કલેકટરશ્રીએ જે-તે વિભાગના અધિકારીઓને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ સમયમર્યાદામાં કરવા જણાવ્યું હતું. પર્યાવરણને લગતા તથા રખડતા પશુ પકડવા જેવા પ્રશ્નોનો થોડો સમય લાગશે પરંતુ ચોકકસપણે નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોના પ્રશ્નોના નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરી, તબકકાવાર નિકાલ કરાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પી.કે.હડુલા, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, સબંધિત વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.
નવસારી જિલ્લા કલેકટર શ્રી નવસારી જિલ્લા માં ઠેર ઠેર દારૂ શરાબ નો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો માં સંબંધિત અધિકારીઓની જવાબદારી હોવાથી ફરજમાં બેદરકારી માટે કાયદાકીય કાર્યવાહી કરવા જરૂરી
નવસારી જિલ્લામાં નગરપાલિકાઓ, નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સાથે ગ્રામ પંચાયતો દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ વગર બાંધકામો થઈ રહ્યા છે.જે વર્તમાન કે ભવિષ્ય માટે ભયજનક છે. અને સંબંધિત અધિકારીઓ એક પણ બાંધકામ માં સરકાર શ્રી ના નિયમો મુજબ તપાસ કરતા નથી. અને રૂબરૂ મુલાકાત માં જાણવા મળ્યું છે કે એમાં ગ્રામ પંચાયત હોય કે શહેરી વિસ્તાર છેલ્લા કેટલાક સમયથી સામાન્ય હોય કે હાઈરાઇજ બિલ્ડિંગ નવસારી જિલ્લામાં પરવાનગી આપવા બાદ અધિકારીઓ કે ઈજનેરો તપાસ કરવા જતાં જ નથી. ફરિયાદ પછી ફક્ત એક નોટિસ આપી આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવી ભગવાન ભરોસે છોડી દે છે. માહિતી અધિકાર અધિનિયમ મુજબ માં ખાનગી ગણી માહિતી આપવામાં છટકબારી કરતા હોય છે. અને સ્વભંડોળ માટે આકારણી કરી મોટા કોભાંડ થી રહ્યો છે.અને સ્વભંડોળ માટે આકારણી કરવા હોવાથી એવી તમામ બહુમાળી બિલ્ડીંગ કાયદેસર થતી નથી.ભવિષ્ય માં એમાં ખૂન પસીના મહેનત મસકકત કરી ખરીદી કરી રહેતા નાગરિકોનો ભવિષ્ય ભયજનક છે. જેથી નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સંબંધિત અધિકારીઓની જવાબદારી આપી કાયદેસર કાર્યવાહી કરવા માટે હુકમ અને પોતાની કચેરી માં મંગાવી એની સમીક્ષા કરવા આજે અત્યંત જરૂરી છે.
No comments:
Post a Comment