શહેરી વિસ્તારના કોઇપણ નાગરિક પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે રાજય સરકાર ચિંતત છે .
-સાંસદશ્રી સી.આર.પાટીલ
રાજ્ય સરકાર પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા હંમેશા તત્પર
-મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ
આજરોજ નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ તથા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલની અધ્યક્ષતામાં બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૨૩ લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ. ગણદેવી તાલુકાના સરકારી યોજનાના લોાભાર્થીઓને કાર્ડ વિતરણ તેમજ બિલીમોરા કેળવણીમંડળ સંચાલીત બી.એઙકોલેજના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારનો કોઇપણ નાગરિકો પ્રાથમિક સવલતોથી વંચિત ન રહે તે માટે સરકાર ચિંતિત છે. સાંસદશ્રી પાટીલે છેવાડાના વિસ્તારમાં વિજળીની સુવિધા મળી રહે તેવું આયોજન તાત્કાલિક ધોરણે કરવા તેમજ હાલ નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસકામો ગુણવત્તસભર અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પણ સબંધિતોને સુચના આપી હતી.
આ અવસરે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવી છે, આ યોજનાઓના માધ્યમથી લોકોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, બિલીમોરા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ વિપુલાબેન મિસ્ત્રી તેમજ પદાધિકારીઓ તથા નગરજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
નવસારી શહેરના રામજીમંદિર ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રનાં સયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વીસીસ કેમ્પ યોજાયો
નવસારી શહેરના રામજીમંદિર ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રનાં સયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વીસીસ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લીગલ સર્વીસીસ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની સેવાઓનો લાભાર્થીઓને તત્કાલ સ્થળ પર જ લાભ અપાયો હતો. કેમ્પમાં ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી બી.એન.મકવાણા સહિતનાં ન્યાયતંત્રના મહાનુભાવોએ લાભાર્થીઓને સીધા જ મંજૂરી પત્ર આપીને કેમ્પનો આરંભ કર્યો હતો.
આ મેગા સર્વીસીસ કેમ્પમાં લીગલ સર્વીસીસ ઉપરાંત વહીવટીતંત્રના આરોગ્ય, મહેસુલ, સમાજ કલ્યાણ, પશુપાલન સહિતના વિવિધ વિભાગોના સ્ટોર લગાવવામાં આવ્યા હતા. જેનો નવસારીના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. અહીં એક જ સ્થળેથી રાશનકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, હેલ્થ કેમ્પ, કોવીડ રસીકરણ કેમ્પ સહિત વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિકોને વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી પણ કર્મયોગીઓ દ્વારા ઉપલબ્ધ કરાઇ હતી.
આ મેગા કેમ્પમાં કોવીડ ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. લાભાર્થી નાગરિકોને તબક્કાવાર પ્રવેશ આપીને કેમ્પ ખાતે નિયત સંખ્યા રાખવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક અંતર, માસ્ક તેમજ સેનિટાઇઝર જેવી બાબતોનું પણ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ અવસરે અધિક જિલ્લા ન્યાયધીશ કુ.એસ.વી.વ્યાસ, તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એમ.એમ.શેખ, ફુલ ટાઇમ સેક્રેટરી અને સિવિલ જજ, જિલ્લા કાનુની સેવા સત્તામંડળ શ્રી એમ.ડી.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એસ.મોરી, નાયબ કલેકટર શ્રી પ્રિતીબેન ઠકકર સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ન્યાયતંત્રના કર્મચારી/અધિકારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.
No comments:
Post a Comment