Sunday, October 10, 2021

નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં માનસિક રોગો , વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવાથી લઈને વાળની સમસ્યા અને માથાના દુખાવા માટે અક્સીર માં અક્સીર સારવાર શિરોધારા પદ્ધતિ




નૈસર્ગિક ઉપચાર પદ્ધતિમાં માનસિક રોગો , વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવાથી લઈને વાળની સમસ્યા અને માથાના દુખાવા માટે અક્સીર માં અક્સીર સારવાર  શિરોધારા પદ્ધતિ

              શિરોધારા એક આયુર્વેદિક નૈસર્ગિક શાસ્ત્રોક્ત પદ્ધતિ છે જેમાં ઔષધીય સિદ્ધ કરેલ તેલ વડે માથા ઉપર એકધારુ તેલ રેડવામાં આવે છે. ટૂંકમાં તેલથી માથા ઉપર કરવામાં આવતી ધારા એટલે જ શિરોધારા.આવી જ રીતે ઔષધિથી સિદ્ધ કરેલ છાશ વડે માથા ઉપર કરવામાં આવતી ધારા એટલે તક્રધારા. 

આ બંને નૈસર્ગિગ  સારવાર વાળને પોષણ આપી વાળની સમસ્યાઓ દૂર કરે છે. વાળને કાયમ માટે સુંદર-સ્વસ્થ, તંદુરસ્ત અને તરોતાજા રાખવા માટે દર વર્ષે એક વખત આ બંને શિરોધારા અને તક્રધારા ટ્રીટમેન્ટ તબીબની દેખરેખ હેઠળ કરાવવી જ જોઈએ.


વાળની સમસ્યાઓ માં ઉપયોગી શિરોધારા
-
શિરોધારા સારવાર રોગ હોય કે ન હોય દરેક સ્વસ્થ વ્યક્તિએ શિરોધારા પદ્ધતિ એક વખત કરાવવી જ જોઈએ. જેનાથી વાળનું સૌંદર્ય અકબંધ રહે છે.શિરોધારામાં ઔષધ સિદ્ધ તેલ ધારા રૂપે પડતું હોવાથી તેલ વાળના મૂળમાં જઈને રક્તવાહિનીઓને ઉત્તેજિત કરીને માથામાં રક્તનું પરિભ્રમણ સુધારે છે. જેથી વાળનું ઉચિત રક્ષણ અને પોષણ થવાથી ખરતા વાળ, ખોડો, અકાળે સફેદ થઈ ગયેલા વાળ, ઉંદરી, ટાલ પડવી, વાળ રૂક્ષ તથા બરછટ થઈ જવા વગેરે વાળનાં રોગો ઉદભવતા જ નથી.



માથાના દુ:ખાવા માં ઉપયોગી શિરોધારા:-

શિરોધારા સરવાર માથાના દુખાવાને પણ દૂર કરે છે. યાદશક્તિ વધારે છે. મગજને પોષણ આપી રકત્તનું પરિભ્રમણ સારી રીતે થવાથી ઘસઘસાટ ગાઢ નિંદ્રા આવી જાય છે. આમ અનિદ્રા, યાદશક્તિ ઓછી હોવી, જ્ઞાનતંતુની બીમારી, ભણવાનું થોડી જ વારમાં ભૂલાઈ જતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ શિરોધારા ખૂબ જ અક્સીર સાબિત થઈ છે.  આજે દોડધામ ભરી વ્યસ્ત જિંદગીમાં દરેક વ્યક્તિ સતત તાણ અનુભવતો હોય છે. માનસિક તનાવની સીધી અસર વાળ ઉપર થાય છે. હજુ તો યુવાનીમાં પદાર્પણ પણના થયું હોય ત્યાં સફેદ વાળ માથામાં પગદંડો જમાવી દે છે. આમાં પણ શિરોધારા એક અકસીર આશીર્વાદરૂપ ઇલાજ છે.


શિરોધારાના અન્ય ફાયદા

ખોડો- શિરોધારા ખોડા માટે પણ એક ઉત્તમ અને અકસીર ઇલાજ છે. ખોડો દૂર કરવા માટે કરંજબીજ તેલ, ધતુરપત્રાદિ તેલ વગેરે તેલથી માથા ઉપર શિરોધારા કરવાથી ખોડો જળમૂળમાંથી દૂર થાય છે. આયુર્વેદમાં ખોડાને કફજન્ય વ્યાધિ ગણવામાં આવે છે. ખોડો એટલે કે ડેન્ડ્રફ જેમાં એક જાતની સફેદ ફોતરી માથામાં લાગી જાય છે. ખૂબ જ ખંજવાળ આવે છે. અને માથામાં ઝીણી-ઝીણી સફેદ ફોતરી ખર્યા કરે છે.  આમાં શિરોધારા ઉત્તમ પરિણામ આપે છે.

અનિદ્રા:-

- શિરોધારા ટ્રીટમેન્ટ અનિદ્રાના રોગી માટે પણ ઉપકારક છે. શિરોધારામાં તેલની ધાર સતત માથા ઉપર થતી હોવાથી માથામાંથી ગરમી તેલ દ્વારા બહાર નીકળી જતી હોવાથી માથામાં એકદમ ઠંડક થઈ જાય છે. ઉપરાંત ધારા રૂપે તેલ પડતું હોવાથી રક્તનું પરિભ્રમણ સારી રીતે થઈ મૂળની અંદર તેલ પહોંચી માથાનું ઉચિત રક્ષણ અને પોષણ કરે છે. અને દર્દીને સરસ નિંદ્રા આવે છે.


યાદશક્તિમાં વૃદ્ધિ-

     શિરોધારા ટ્રીટમેન્ટ મગજને પોષણ આપીને યાદશક્તિ પણ વધારે છે. જ્ઞાનતંતુની બીમારીમાં, યાદશક્તિ ઓછી હોવી, ભણવાનું થોડીવારમાં ભૂલાઈ જતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ શિરોધારા એક અક્સીર ઇલાજ છે. શિરોધારા એક જાતનું પેસિવ મેડિટેશન છે કે જે મનને શાંતિ પ્રદાન કરે છે. જેના દ્વારા બુદ્ધિ વિકસતિ હોય છે, ધ્યાન કેન્દ્રિત થાય છે અને મનને આરામ મળે છે. એક રિલેક્સ થઈ જાય છે. આથી જ તો ડોક્ટર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર, વિદ્યાર્થીઓ તથા સતત પ્રવૃતિમય રહેતી ગૃહણીઓ માટે શિરોધારા આશીર્વાદરૂપ છે. આથી જ તો દરેકે દરેક માણસે પોતાના સ્વાસ્થ્યપૂર્ણ સૌંદર્યના રક્ષણ અને જતન માટે આયુર્વેદિક નૈસર્ગિક ઉપચાર કરનાર તબીબની સલાહ મુજબ શિરોધારા કરાવવી જ જોઈએ.


શિરોધારા માટે આજે જ સંપર્ક કરો 

લોકરક્ષક હેલ્થ કેર 

કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ 

અલકાપુરી સોસાયટી વિજલપોર નવસારી ગુજરાત 

મો. ૯૮૯૮૬૩૦૭૫૬  ૯૩૨૮૦૧૪૦૯૯

 


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...