Sunday, October 10, 2021

નવસારી વિજલપોર નગરપાલિકામાં ફાતેમા એપાર્ટમેન્ટ માં સીસી બીયુસી આકારણી કરનાર અધિકારીઓ બહાર કેમ..?



નવસારી વિજલપોર નગરપાલિકામાં ફાતેમા એપાર્ટમેન્ટ માં સીસી બીયુસી આકારણી કરનાર અધિકારીઓ બહાર કેમ..?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં હાઈકોર્ટેના  જસ્ટિસના હુકમ ગેરકાયદેસર બિલ્ડીંગો ને એક અઠવાડિયા માં ડીમોલેશન કરવા હુકમ નવસારી જિલ્લામાં અમલ કરવો જરૂરી..

 ગેરકાયદેસર બાંધકામો માં સીસી બીયુસી વગર  આકારણી ન કરવા કલેકટર શ્રીનો હુકમ રદ્દ કરાવનાર અધિકારીઓ ઉપર ફરજમાં બેદરકારી, શરતભંગના કેસ ન કરનાર અધિકારીઓ હજુ સુધી બહાર..!

                                      નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો દારૂ શરાબ નો અડ્ડોની જેમ આજે ઠેર ઠેર ગરબો રમી રહ્યા છે. અને સંબંધિત તમામ અધિકારીઓ અને નેતાઓ સાથે સાથે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન બિલ્ડરો પાસે કરાવી રહ્યા છે. સરકાર હજુ સુધી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સર્વોચ્ચ મંત્રીશ્રીઓ બદલી કરી છે.પરંતુ એમાં કોઈ મોટો ફેરફાર થશે એ હજુ સુધી નજરે પડતો નથી. સરકાર માં જ ગેરકાયદેસર બાંધકામો કરનાર બિલ્ડરો સર્વોચ્ચ હોદ્દા ધરાવતા હોય ત્યારે એની સામે અધિકારીઓ કાયદેસર પગલા ભરી શકે નહીં. અધિકારીઓ કાયદેસર કરવા માટે સક્ષમ હોય છતા આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવા હિતાવહ નથી સમજતા એની પાછળનો રહસ્ય હવે દરેક ને સમજવો અઘરુ નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો સામે ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા હવે તદ્દન સહજ હોય કારણ કે ગુજરાત હાઇકોર્ટેનો ચુકાદો સ્પષ્ટ છે કે નોટિસ આપી ટુંક સમયમાં જ ડીમોલેશન કરવા જરૂરી છે.  સૂત્રોના હવાલે થી મળેલ માહિતી મુજબ નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવા માટે અહિંના મોટા ભાગના અધિકારીઓ આરતી પૂજા પાઠ યજ્ઞ હવન માં વધુ પ્રમાણમાં વિશ્વાસ કરતા હોય જેથી બલિ અનિવાર્ય હોવા છતાં પોતાની બદલીનો રાહ જોઈ રહ્યા છે. 


            નવસારી વિજલપોર નગરપાલિકામાં ફક્ત દસ વર્ષની નવી નવેલી આધુનિક પદ્ધતિ થી રંગ રોશન કરેલ બિલ્ડીંગનો પાયો માં ખામી સર્જાતા અધિકારીઓ અને નેતાઓનો પ્રેસર ડાઉન થયા હોય એવો સમાચાર આજે લોકચર્ચા માં વ્યાપ્ત છે. આજની આધુનિક પદ્ધતિ માં અધિકારીઓ અને નેતાઓની મિલીભગત વગર એક ઈંટ મુકવો શક્ય નથી.અને સરકાર શ્રીના નિયમ મુજબ જમીન માં બાંધકામ માટે ખોદકામ થી જ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ટીમ , ઓર્કટેક ઇજનેર વગેરે દર રોજ તપાસ કરતા હોય છે. વહીવટી જવાબદાર ચીફ ઓફિસર શ્રી એના ઉપર નજર રાખવા માટે નિમણૂંક થયેલા છે. બિલ્ડીંગ માં થતો દરેક કામો માં પાયા થી લઈને આખિરી મંજિલની આખિરી ઈંટ સુધી ખાનગી હોય કે સરકારી , તમામ અધિકારીઓની નેજા હેઠળ કાર્યવાહી થતી હોય છે. પરંતુ જમીની હકીકત માં આજે તદ્દન નવી નવેલી રંગ રોશન થી સુસજ્જિત બહુમાળી બિલ્ડીંગનો પાયો જ તદ્દન ઉતરતી કક્ષાનો છે. અને માહિતી મુજબ સમાધાન કરી છે.પરંતુ ક્યા આધારે નાણાં અપાયા કે શું થયુ એ હજુ સુધી રહસ્ય છે. અને લોક ચર્ચા મુજબ નવસારી વિજલપોર નગરપાલિકામાં જ ઘણી બિલ્ડીંગ સદર બિલ્ડર અને ઓર્કટેક ઇજનેર શ્રી દ્વારા બનાવવામાં આવેલ છે. અને એ બધી મોટા ભાગે એજ પદ્ધતિ થી બનાવવા માં આવેલ છે. અને નાણાં આપી સમાધાન કે ન્યાય કોઇ પણ સંજોગોમાં કહી શકાય નહીં. જેથી નવસારી જિલ્લા કલેકટર શ્રી અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત હવે સદર બાબતે ન્યાયિક કાર્યવાહી કરશે ખરા એના માટે રાહ જોવાઇ રહી છે.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...