નવસારી વિજલપોર નગરપાલિકામાં RTI 2005 લકવાગ્રસ્ત ..!
માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ આજે ૧૫ વર્ષે RCPS 2013 નગરપાલિકા માં ૭ વર્ષે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ નવસારી નગરપાલિકા માં ૭૧ વર્ષે
અમલીકરણ થયેલ નથી.. ?
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને કલેકટર શ્રી નવસારી IASની
જવાબદારી -RTI
નવસારી વિજલપોર નગરપાલિકા ગુજરાત ની પ્રથમ વર્ગ એકની નગરપાલિકા છે જેમાં સર્વાધિક સરકાર શ્રીના ફંડ આવે છે. અને નવસારી નગરપાલિકા માં સૌથી પહેલા સ્વચ્છતાનો એવાર્ડ સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ છે. આજે પણ નવસારી નગરપાલિકા ગુજરાતની સર્વોચ્ચ નગરપાલિકા છે. જેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકા ગુજરાત રાજ્યની પહેલી નગરપાલિકા છે જેમાં ગુજરાત રાજ્ય સરકારના નીતિ નિયમોનો પાલન કરવો અધિકારીઓ ગુનો સમજે છે. નવસારી નગરપાલિકા ગુજરાત રાજ્યની સૌથી પહેલી નગરપાલિકા છે જેમાં પોતાના કર્મચારીઓ, આદિવાસીઓ, દલિતો, આર્થિક પછાત વર્ગ થી આવેલ મજૂરોને સાતમા વેતન પંચ સરકાર ભલે આપવા હુકમ કરી હોય પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત એ હુકમ પર હુકમ કરી રહ્યા છે.પરંતુ અહિં નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અમલ કરવા ગુનો સમજે છે. શાસન માં ભણતરની જરૂર નથી. અને મોટા ભાગે હોય પણ નહીં . અને હોય તો ગરીબો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત માટે ઉપયોગ કરવો એ જરૂરી નથી.
નવસારી વિજલપોર નગરપાલિકામાં જન હિત માટે સરકાર માહિતી અધિકાર અધિનિયમ 2005 નો કાયદો વર્ષ 2005 માં અમલ માં મુકી છે. જેમાં દરેક નિયમો સામાન્ય થી સામાન્ય માણસ સમજી શકે છે. નગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે. એમાં થતાં દરેક કામો એક સેવા સદન માં કરવામાં આવે છે. પરંતુ આજે નવા નવા અધિકારીઓ અહિં પોતાના નિયમો ઘડી રહ્યા છે. કોઈ પણ માહિતી 30 દિવસ માં આપવાની સ્પષ્ટ જોગવાઇ છે. એક માસ મુદ્દત હોવા છતા નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ગ એક ના અધિકારીઓ 30 દિવસ સુધી રાહ શા માટે જોઇ રહ્યા છે. અને 35 દિવસ પછી ફી ભરવાની હુકમ કરવા એ ફક્ત ખોટી માનસિકતા જ નહીં એમની યોગ્યતા અને અનુભવ નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા પણ દર્શાવે છે. સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. કોણા ઉપર હુકમ કરી રહ્યા છે. એ આજે સમજવો જરૂરી છે. સરકાર ની તિજોરી ના એક એક રૂપિયો નાગરિકોની ખૂન પસીના મહેનત મસકકત ની કમાણી ના છે. તિજોરી માં થી એક રૂપિયા પગાર લેવો બક્ષીસ કે કોઈ પણ રીતે મેળવતા એ પબ્લિક સરવેન્ટ છે. પબ્લિક માલિક છે. માલિક સાથે સંવેદનશીલ રહી પોતાની ફરજ બજાવવા બદલે ખોટી રીતે ગુમરાહ કરવો માનસિક ત્રાસ આપવા એ ગુનો છે.
નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામોની આકારણી કોભાંડ માં મોટા મોટા અધિકારીઓ આજે માહિતી ન આપી ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા છે. એ પોતે સાબિત થઈ રહ્યો છે. સરકાર શ્રીના પરિપત્ર મુજબ સીસી અને બીયુસી વગર તમામ બાંધકામો ને રિમોવ ડિમોલીશન કરવા જરૂરી છે. હવે એક સામાન્ય નોટિસ ન આપવા એ સાબિત કરે છે કે અધિકારીઓ સરકાર નો છે કે ઉદ્યોગપતિઓના છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં આકારણી કોભાંડ માટે સરકાર ડિજિટલ ઇન્ડિયાની મદદથી તપાસ કરવા સમાચાર આજે લોકચર્ચા માં વ્યાપ્ત છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ સરકારના સંબંધિત અધિકારીઓ આકારણી કોભાંડ ની તપાસ કરશે ખરા એના ઉપર દરેકની નજર છે.
No comments:
Post a Comment