નવસારી જિલ્લામાં લઘુતમ માસિક વેતન ધારો 1948 લકવાગ્રસ્ત ...!
જવાબદાર કૌણ...?
નવસારી જિલ્લામાં લઘુતમ માસિક વેતન ધારો 1948 ના આજે 70 વર્ષ પૂર્ણ થયા. પરંતુ આજ સુધી કાયદેસર સરકારની કચેરીઓના અધિકારીઓ પોતાની કચેરી માં જ અમલ કરવામાં નિષ્ફળ છે. અને ગરીબ દલિત શોષિત મજલુમ સબકા સાથ સબકા વિકાસની કરોડો રૂપિયા પ્રચાર પ્રસાર માં ખર્ચ કરતી સરકારના નેતાઓ લઘુત્તમ માસિક વેતન સરકારી કચેરીઓ માં પણ અમલ કરાવવામાં નિષ્ફળ છે. લેબર એક્ટ 1971 મુજબ મુખ્ય જવાબદારી પ્રિન્સિપલ એમ્પલોયર એટલે જેતે કચેરી ના મુખ્ય અધિકારીની છે.
લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ભોગનાર અધિકારીઓ અને રાજનેતાઓ મોટા ભાગે એજ વર્ગ માં થી આવેલ છે. દર વર્ષે સરકાર અને જીલ્લાના સમાહર્તા તરીકે કલેક્ટર શ્રી એક પરિપત્ર જાહેરનામુ વહાર પાડે છે. અને લઘુતમ માસિક વેતન માટે સરકાર એક જિલ્લા દીઠ શ્રમ અધિકારી સાથે શ્રમ આયુક્ત લેબર કમિશનરની ટીમ સાથે કચેરીની રચના કરી છે. પરંતુ નવસારી જીલ્લામાં મોટા ભાગે ગરીબ મજદૂરો સિક્યુરિટી ડ્રાઈવરો કે દરેક કચેરી ખાતે કર્મચારીઓના શોષણ થઈ રહ્યો છે. એની ફરિયાદ કે તપાસ કરવા બાબતે નવસારી જીલ્લાના અધિકારીઓ કાયદેસર જવાબ આપી શકતા નથી.નવસારી જીલ્લાના સમાહર્તા હવે સમાચાર ઉપર ગંભીરતા થી ક્યારે વિચાર કરશે ..? આજે નવસારી જીલ્લાના ગરીબ શોષિત દલિત મજલૂમો કર્મચારીઓ સિક્યુરિટીના ચોકીદારો કચેરી માં કોમ્યુટર ઓપરેટિંગ કરતી મહિલાઓ મજુરો પટાવાળા વગેરે એની રાહ જોઈ રહ્યા છે....
1 comment:
Best
Post a Comment