નવસારી નગરપાલિકા દ્વારા કરોડોના પાણી
બિલ બાકી ...! જવાબદાર કૌણ...?
નવસારી નગરપાલિકા માં દર વર્ષે કરોડો રૂપિયાના બિન જરૂરી કામો કરવામાં આવે છે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરૂ પાડવા માટે નગરપાલિકા લાખો રૂપિયા વેરા દર માસે ઉઘરાણી કરે છે.પરંતુ નાગરિકો પાસે મહેનત મસકકત ખુન પસીનાની કમાણીના નાણાં ક્યાં ખર્ચ કરવો . ? એ સમજવો અઘરૂ છે.પરંતુ એ સમજવા માટે લાખો રૂપિયા દર માસે વેતન સાથે સરકાર રાજાશાહી જેવી સુવિધાઓ અધિકારીઓને ઉપલબ્ધ કરાવે છે. અને અધિકારીઓને શા માટે વેતન મળે છે . એ આજે અધિકારીઓ કદાચ પોતે ભુલી ગયા છે.અને આમ નાગરિકો માટે સમજવું અઘરું છે. નાગરિકો પાસે થી ઉઘરાણી કરેલ વેરા જેમાં પાણીની અત્યંત જરૂર હોય છે. નવસારી નગરપાલિકા દ્વારા દુધિયા તળાવ માં પાણીના બિલો આશરે ૨૫ થી ૩૦ કરોડ થી વધુ બાકી છે. હવે અંબિકા વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓની મિલીભગત થી નાગરિકોથી ઉઘરાણી કરેલ પાણીના વેરા આજે ક્યાં છે. ..? આજે પાણીનો સંકટ નવસારી નગરપાલિકાના ગરીબ શોષિત દલિત મધ્યમ વર્ગના નાગરિકો ઉપર છે. સરકાર ગમે એ યોજનાઓ લાવે પરંતુ અહીં અધિકારીઓને કઇ ફરક નથી પડતો. આજે સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે.હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ વર્ષો થી પોતાની જાગીર સમજતા અધિકારીઓની સદર બાબતે તપાસ કરી કાર્યવાહી જિલ્લા પ્રશાસનિક અધિકારીઓ કરશે ખરા...? વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ નગરપાલિકાઓ માં પણ કલેક્ટર કચેરી ની જેમ પરમોશન અને બદલીની પ્રક્રિયા કરવો જોઈએ. મોટા ભાગના અધિકારીઓ ટાઈમ થી હાજર નથી રહેતા.. નવસારી જિલ્લાના સમાહર્તા સાથે પ્રાદેશિક કમિશ્નર શ્રી સદર બાબતે તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..?
No comments:
Post a Comment