નવસારી લેબર કમિશનરનીકચેરીની કામગીરી કાબીલે તારીફ ........?
"ગરીબો, દલિતોના શોષણ , ભ્રષ્ટાચાર રોકવા માટે આજે ફરી ગુજરાત મા
મોદી રાજની જરૂર"
ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા આજે વિશ્વમાં પોતાની અસ્તિત્વ ધરાવે છે. આજે નવસારી જિલ્લાના રૂપમાં બીજો દશક માં પ્રવેશ કરી રહ્યો છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ માં પણ નવસારી જિલ્લો સૌથી આગણ છે.
પરંતુ જમીની હકીકતમાં પારદર્શક સરકાર ગરીબો અને દલિતો મજલુમો મજુરોની સરકાર
જમીની હકીકત માં ક્યાં છે? એ શોધવુ આજે દરિયામાં મોતી શોધવો બરાબર છે. અહિં ગરીબો
મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ
વર્ગના નાગરિકોના શોષણ કરવામાં ખાનગી સંસ્થાઓ ઉદ્યોગ પતિઓની સાથે સાથે સરકારના પ્રશાસનિક અધિકારીઓની
ભુમિકા ખરેખર કાબીલે તારીફ છે. અહિં
સરકારશ્રી દ્વારા કાયદેસર નિમણુંક અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે આપી રહી
છે. એ આજે નાગરિકો સાથે સરકાર પોતે કન્ફ્યુજ
છે. સરકાર ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ
વર્ગ ના નાગરિકોની આર્થિક હાલત સુધારવા માટે રાત દિવસ મહેનત મસક્ક્ત કરી નવી નવી યોજનાઓ ઘડી કરોડો રૂપિયા ખર્ચ કરી અધિકારીઓ/કર્મચારીઓ ને લાખો રૂપિયા દરમાસે વેતન આપવા સાથે રાજાશાહી સુવિધાઓ આપવા છતા આજે બદનામ થઈ રહી
છે.એના મુખ્ય કારણ સરકારશ્રીના અધિકારીઓ જ છે. નવસારી જિલ્લા માં બહુમાણી બિલ્ડિંગ થી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી કાલિયાવાડી જવા પછી મોટા
ભાગના અધિકારીઓ એમની મરજી મુજબ જ આવે છે. હાલમાં નવસારી કલેક્ટર શ્રી દ્વારા તપાસ
કરતા મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર મળેલ હતા. અને મુખ્ય અધિકારીઓ હોય કે
કર્મચારીઓની હાજરી માટે કોઈ ડિઝિટલ સુવિધા નથી. અને અધિકારીઓને કચેરીથી ૩ થી ૫ કિલોમીટર
રહેવાના કાયદાઓ ઉપર કોઈ અંકુશ કે તપાસ ન હોવા થી મોટાભાગના અધિકારીઓ આજે પણ નવસારી જિલ્લા રહેવા લાયક સમજતા નથી. અને નવસારી જિલ્લાના મોટા ભાગના મુખ્ય અધિકારીઓ નવસારી માં રહેતા જ નથી. અને કાયમી હાજર પણ રહેતા નથી. .
સરકાર એમનો કોઈ પણ જાતની વેતન માં કપાત પણ કરતી નથી.
નવસારી જિલ્લામાં મદદનીશ
શ્રમ આયુક્તની કચેરી જેની આજે ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ વર્ગના
નાગરિકોને સૌથી વધુ જરૂર છે . એ
કચેરીના સરનામુ ફકત ઉદ્યોગપતિઓ પાસે જ છે. ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે
મધ્યમ વર્ગના નાગરિકો માટે આ કચેરી દ્વારા કોઈ
ન્યાય આપવામાં આવતો નથી . એક સૌથી જુની નવસારી જિલ્લાના પ્રખ્યાત જે.પી.બિસ્કિટ બેકરીમાં ચાલુ નોકરી એ એક એમની કંપની માં જ મૃત્યુ પામેલ હતા જેને આજ દિન સુધી ન્યાય નહિ મળ્યુ કેમ કે એ નાગરિક ગરીબ હતો . ફકત ૨૧ હજાર રૂપિયા માં એની ૪૦ વર્ષની નોકરી ફંડ બોનસ ના હિસાબ કરી દેવામાં આવ્યો. અને નવસારી જિલ્લાની સદર કચેરી ફરિયાદ કરવા છતા એક નોટિસ નહિ આપી શકે એનો કારણ શુ હોઈ શકે એ લખવાની જરૂર નથી. અને આજે પણ નવસારી જિલ્લાની તમામ બિસ્કિટ બેકરીઓ માં લઘુત્તમ માસિક વેતન ના બદલે શોષણ થઈ રહ્યો છે. અને અહિં નવસારી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી
દ્વારા કોઈ તપાસ કાયદેસર કરવામાં નથી આવતો . ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી
કરવામાં કેમ નથી આવતી એ અહિં લખી શકાય નહિ. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ની
અમલીકરણ અધિકારી હોવા છતા સદર કચેરી શોભાના ગાઠીયા સમાન છે. આજે સદર કચેરીના
કામગીરી થી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતા કોઈ ફરક નથી પડતુ. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા
લેખિત અને મોખિક ફરિયાદ કરવા છતા અહિં કાયદેસર તારીખો જ આપવામાં આવે છે. અને
ગુજરાત સરકારની મુખ્ય કચેરી કે સુરતની કચેરી માં પણ એજ હાલત છે.
આજે નવસારી જિલ્લાની તમામ
કચેરીઓ નગરપાલિકાઓ જિલા પંચાયત હોય કે મામલતદાર કચેરી પ્રાંત કચેરી હોય કે કલેક્ટર
કચેરી આજે સરકારશ્રી હસ્તક કચેરીઓ માં જ લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ની અમલવારી
કરાવી ન શકનાર અધિકારી ખાનગી સંસ્થાઓ માં કેવી કામગીરી કરતો હશે?
હવે દર ત્રણ માસે લઘુત્તમ
માસિક વેતન ધારો ૧૯૪૮ માટે પરિપત્ર નવસારી કલેક્ટર શ્રી શાં માટે આપે છે. એની
અમલવારી માટે કયા અધિકારી સરકારશ્રી નિમણુંક કરી છે ? એ જાણવા
માટે એક માહિતી માગવામાં આવેલ હતી પરંતુ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર
માહિતી અધિકારી શ્રી જેમની પાસે ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી મુજબ મા.અ.અ.૨૦૦૫ના
જ્ઞાન જ નથી. માહિતી આપવા માટે છટકબારી કરી હતી. હવે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮
નવસારી જિલ્લામાં અમલવારી કરાવવા માટે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી પાસે ફરિયાદો
કરવામાં આવી છે. આજે સરકાર માં સત્તા પરિવર્તન કરતા વ્યવસ્થા પરિવર્તનની સૌથી વધુ
જરૂર છે. આજે સમાચારની ગંભીરતાથી નોધ લઈ ગુજરાત સરકારશ્રીના મુખ્ય મંત્રી શ્રી જે
આજે પોતે કાયદાનો તજજ્ઞ છે. સદર બાબતે વ્યવ્સ્થા પરિવર્તન માટે કાર્યવાહી કરશે એ
જોવાનુ બાકી રહ્યુ .
No comments:
Post a Comment