DGVCL વલસાડના અપીલ સત્તા અધિકારી અધી.ઈજનેરશ્રીની
કામગીરી કાબીલેતારીફ ....?
કામગીરી કાબીલેતારીફ ....?
સત્તા પરિવર્તન નહિ વ્યવસ્થા પરિવર્તનની જરૂર
આજે દ.ગુ.વીજ.કંપની માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યા છે. અધિકારીઓ મોટા ભાગે સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક થયેલ છે. જેથી કાયદા કાનુન થી કામ કરવો ગુનો સમજીને સમાધાન કરવામાં વધુ માને છે. અને એ સમાધાન થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે.અને ઠેર ઠેર સરકારની સામે એવા અધિકારીઓ ના ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ નાગરિકો સત્તા પરિવર્તન ના મુડ માં રેલી ઓ કાઠી રહ્યા છે. સરકાર ના અધિકારીઓ સામે આવેદન પત્ર આપી રહ્યા છે. પરંતુ ગુજરાત માં સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. આજે ગુજરાતના મોટા ભાગના અધિકારીઓ ભણતર કે શૈક્ષણિક લાયકાતના બદલે આરક્ષણ કે સેટિંગ અથવા પરમોશન થી ઉચ્ચ હોદ્દો ઉપર કામ કરી રહ્યા છે. અને ગાધીબાપૂની ઓણખાન માં આવેલ હોય જેથી કાયદા કાનુનથી અજાણ હોય .સરકાર ગમે એ કાયદો ઘડે અહીં અધિકારીઓને કશું ફરક પડતો નથી. દ.ગુ.વી.કં.લી. માં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહી છે. કાયમી ફરિયાદોની સત્યતા જાણવા માટે એક માહિતી નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. જલાલપોર વિભાગીય કચેરી માં માગવામાં આવી . અને કાયદેસર જવાબ ન મળતા અપીલ કરવામાં આવી. અપીલનો હુકમ મુજબ જવાબ આપવો કે માહિતી અથવા કાર્યવાહી કરવો અહીં અધિકારીઓ માટે ગુનો છે.અપીલ અધિકારીને કાયદા મુજબ એમના હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ પોતાની કચેરી માં માહિતી આપવાની હોય છે. આજે પણ દ.ગુ.બી.કં.લી.જલાલપોર વિભાગીય કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી કાયદેસર નવસારી જિલ્લામાં રહેઠાણ નથી. કોઈ પણ અકસ્માતની અહીં અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે. અપીલ સત્તા અધિકારી પોતાના મળેલ સત્તા મુજબ ક્યારે ફરજ બજાવશે..? એ અહીં નાગરિકો રાહ જોઈ રહ્યા છે. એજ હાલત એરૂ પેટા વિભાગીય કચેરીના છે. એક વખત અપીલની સુનવણી કરી ફરી થી એજ અરજીની અપીલની સુનવણી શા માટે કરવામાં આવે છે.? અને છતાં અપીલની સુનવણી કરવામાં માટે અરજદારને સુનવણીની તારીખ પછી પત્ર પાઠવી શું સાવિત કરવા માગે છે. એ સમજવું અઘરું છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ ઉર્જા મંત્રી કડક કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરશે કે સત્તા પરિવર્તન માં ભાગ લેશે એ જોવાનું બાકી રહ્યુ...
વલસાડના દ.ગ.વી.કં.લી. અપીલની સુનવણી માટે 28/01/2019 ના રોજ સહિ કરી તારીખ 01/02/19ના રોજ રજી નં. RG858822157 IN દ્વારા આરપીએડી કરી છે. અને પ્રથમ અપીલ સુનવણી તારીખ 02/02/2019 ના રોજ બપોરે 12:15 રાખેલ છે. આજે તારીખ 06/02/19 ના રોજ અરજદાર ને પત્ર મળેલ છે. હવે પાછણની તારીખ ઉપર અરજદાર કેવી રીતે હાજર થઇ શકે. માહિતી અધિકારના કાયદા મુજબ 7 થી 15 દિવસ નો અંતરાલ ફરજીયાત છે. હવે ગુજરાતનો વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકારનો મુખ્ય આધાર દ.ગુ.વી.કં.લી. વલસાડના મુખ્ય જાબાજ શૈક્ષણિક લાયકાત અને ખાસ અનુભવી અધિકારી અધીક્ષક ઈજનેર શ્રી ની સદર બાબતે કાબીલેતારીફ કામગીરી ખરેખર પ્રશંશનીય છે. જેથી એમની તાબા હેઠણના અધિકારીઓના કામોનુ આંકલન કરી શકાય છે.
આજે એવા અધિકારી ઓ પાસે ગુજરાત સરકાર ખોટી આશા રાખી રહી છે. આજે જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનનુ જરૂર છે. ટુક સમયમા પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા તમામ અધિકારીઓ અને મંત્રીઓને તત્કાલ કાયદા વ્યવસ્થા માં પરિવર્તન કરી સુધારો લાવવા પત્રો પાઠવવામાં આવશે.
No comments:
Post a Comment