Tuesday, February 12, 2019

નવસારી જિલ્લાના માર્ગ અને મકાનના મુખ્ય અધિકારી ....?

નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી માં કાર્યપાલક ઈજનેરની કામગીરી કાબીલેતારીફ કે...? નવસારી જિલ્લામાં આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના મુખ્ય જાહેર માહિતી અધિકારીની કામગીરી કાબીલે તારીફ છે.સદર કચેરી મા ભ્રષ્ટાચાર અને શોષણના ફરિયાદ કાયમી ધોરણે થતી હોયછે. જેના અનુસંધાન મા માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ 2005ના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇના કાયદા મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી. જેના જવાબ મળતા એક જોરદાર ખુલાસો થયેલ છે. જેમાં પહેલા જ જાહેર માહિતી અધિકારી શ્રી પાસે જ કોઈ સત્તા નથી. સરકાર શ્રીના પરિપત્ર મુજબ એ કરાર આધારિત છે. એમની પાસે કોઈ પણ સત્તા નથી. ઉપાડ અને વહેચણી કરવાની સત્તા નથી. અને કોઇ પણ સરકાર ની સુવિધાઓ લઈ શકશે નહીં. ગમે એ દિવસે નોકરી માં થી બરતરફ કરી શકાશે. અને કોઇ પણ સહિઓ કરવા માટે ચિખલીના અધિકારી શ્રીને સત્તા સોપવામાં આવી છે. હવે સદર અધિકારી શ્રીને પછી નોકરી માં રાખવાનો હેતુ શૂ છે.? અને ગુજરાત સરકાર નિબૃત ઉચ્ચ અધિકારી નો શોષણ કરી રહી છે એ પણ ન કહેવાય કારણ કે સદર અધિકારી પોતે અરજી કરી છે. અને સદર અધિકારી શ્રી પાસે એવા કોઇ અલગથી નોલેજ પણ નથી. જે અન્ય અધિકારીઓ પાસે નથી. એ કોઈ ભારતના વૈજ્ઞાનિક પણ નથી. શાસનના કોઈ મોટા નેતા પણ નથી કે જીવન્ત પર્યન્ત રાજ કરી શકે. અને હિન્દુસ્તાન આજાદ કરવામાં પણ એ કોઈ ભાગ લીધેલ નથી. કે ભારત સરકાર કોઈ એમને ભારત રત્ન પણ આપેલ.નથી કે ભારત ના સમ્માન માટે રાખવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં સદર કચેરી માં સદર અધિકારી શ્રીને કયા હેતુથી નોકરી ઉપર ફરી રાખવામાં આવ્યું છે. જાગૃત નાગરિકો અને વિદ્વાનો ના અલગ અલગ મંતવ્યો મળેલ છે. પરંતુ મોટા ભાગ ના મંતવ્યો માં સમાનતા પણ છે. જે અહીં લખી શકાય નહીં .પરંતુ એ આજે સમજવુ અઘરૂ નથી.ગુજરાતમાં મોટા ભાગ ના અધિકારીઓ નિવૃત થયા પછી એમની જગ્યાએ નવો અધિકારી મુકવામાં આવે છે. અને કરાર આધારિત એ જગ્યાએ મુકવા માટે ફરી થી જે તે કચેરીના વડા પોતાનીની કચેરી થી એક જાહેરાત સમાચાર પત્રો ના માધ્યમથી વહાર આપે છે કે સ્વેચ્છિક રીતે એ જગ્યાએ કોઇ પણ સમકક્ષ અધિકારીઓ ફિક્સ પગાર માં ફકત ૧૧ માસના કરાર ઉપર શર્તોને આધીન ફરજ બજાવી શકે છે. અને સરકાર ના એક પરિપત્ર એ પણ છે કે જવાબદારી વાળી જગ્યાએ કરાર આધારિત અધિકારી કર્મચારીઓને મુકી શકાય નહીં. પરંતુ નવસારી જિલ્લામાં સદર અધિકારી શ્રીની નિમણૂંક થી વિદ્વાનો અને જાણકારો ના મંતવ્ય મુજબ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે સરકાર ની નીતિ વિષયે એક સવાલિયા નિશાન ઉભો થયો છે. અને આજે ગુજરાત સરકાર પણ દેવાદાર છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ સદર કચેરી ના મુખ્ય અધિકારીઓ ગુજરાત સરકાર ની અન્ય કચેરીઓ ની જેમ કાયદાઓના પાલન કરશે કે પોતાની મરજી મુજબ અલગ કાયદો પોતે બનાવી સરકાર ને બદનામ કરશે. એ જોવાનું બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...