Friday, February 22, 2019

વિકાસ સમૃદ્ધ પારદર્શક ગુજરાત ...? શિક્ષા સ્વાસ્થય સુરક્ષા પ્રશાસન .....? અચ્છે દિન .......?

             વિકાસ સમૃદ્ધ પારદર્શક ગુજરાત ...?
            શિક્ષા સ્વાસ્થય સુરક્ષા  પ્રશાસન .....? 
અચ્છે દિન .......?અચ્છે દિન .......?અચ્છે દિન .......?
          ગુજરાત હિન્દુસ્તાન ના સૌથી વિકસિત સમૃદ્ધ પારદર્શક રાજ્ય છે. વર્ષો થી એક જ ગીત સંપૂર્ણ ભારત જ નહિ દુનિયાના દરેક સ્થળે ચાલી રહ્યુ છે. ખરેખર જમીની હકીકત માં આજે શિક્ષા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ , પરિવહન વિભાગ હોય કે અન્ય આજે મોટા ભાગે દરેક વિભાગ ના અધિકારીઓ સરકારના શાસન સામે રસ્તા ઉપર સુત્રોચ્ચાર કરી રહ્યા છે. પારદર્શક સરકાર ગરીબો દલિતો ની સરકાર ખેડુતો અને નવયુવકો ની સરકાર ક્યાં છે..? આજે શોધવો મુશ્કેલ છે. એ અગાઉ ગુજરાતની તમામ નગરપાલિકાઓ ના અધિકારીઓ કર્મચારીઓ એ જ મુદ્દો સાથે હળતાલ ઉપર અને ધરના પ્રદર્શન કરેલ હતા.અને આજે દરેક વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ ખેડુતો નવયુવકો ને સરકારથી સંતોષ નથી. એક ને ગોણ અને એકને ખોણ ...?
       ગુજરાત સરકાર આજે દરેક ક્ષેત્રે વિકાસ કરી રહી છે. પરંતુ નાગરિકો ને નજરે નથી આવતો . મળેલ માહિતી મુજબ ગુજરાત માં મોટા ભાગે ફાઈલો માં જ વધુ વિકાસ થઈ રહ્યો છે. અને ગુજરાત સરકાર દેવાદાર છે. પરંતુ જાહેર ખબર કે સત્તા પક્ષ ના નેતાઓ ટીવી ચેનલો સમાચાર પત્રો માં વધુ ખર્ચ કરી રહી છે. અને એક વિભાગ ને મોટી રકમ દાન વેતન સ્વરૂપે અને એક ને લઘુત્ત્મ માસિક વેતન પણ આપી નથી શકતી જેથી આજે આમ નાગરિકો દુખી છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...