Monday, February 18, 2019

નવસારી: વિજલપોર રેલ્વે ફાટક ઓવર બ્રિજ માટે જવાબદાર બિરોધ પક્ષ કે ...?

નવસારી: વિજલપોર રેલ્વે ફાટક ઓવર બ્રિજ માટે જવાબદાર બિરોધ પક્ષ કે ...?
વિજલપોર રામ ભરોસે ..!
નાગરિકો ત્રાહિમામ
 "જાયે તો જાયે કહાં" 
       નવસારી જિલ્લા આજે ગુજરાત માં વિકાસશીલ જિલ્લો છે. ગુજરાતની ઐતિહાસિક નગરી અને દેશ ને મહાન ઉદ્યોગપતિઓ આપેલ છે. નવસારી શહેર નો ઇતિહાસ ગુજરાત માટે સૌથી જુનુ છે. નવસારી જિલ્લામાં નવસારી એગ્રીકલ્ચર કોલેજ ભારત જ નહિ  એશિયા માં સ્થાન ધરાવે છે. દેશના મહાન ઉદ્યોગપતિઓની જન્મ સ્થળી છે. આજે જિલ્લા ના સ્વરૂપે બીજા દશક માં પ્રવેશ કરી ચુક્યો છે. અને અહિં સત્તા પક્ષ માં ધારા સભ્ય હોય કે સંસદ સભ્ય આજે છેલ્લા ૧૫ વર્ષ થી એક જ પક્ષ વિરાજમાન છે. વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકા બન્ને નગરપાલિકાઓ માં આજે પણ સત્તા પક્ષ નો રાજ છે. 
              જમીની હકીકત માં સત્તા પક્ષ નવસારી જિલ્લા માં એક સમ્રિદ્ધશાલી વિકાસ કરેલ છે. જેવા કે દારૂ શરાબનો અડ્ડો અસમાજિક તત્વો ના વિકાસમાં ગુજરાતમાં સૌથી આગણ છે. બન્ને નગરપાલિકાઓ માં દર વર્ષે કરોડો રૂપિયાના કાયદેસર કોભાંડો કરવામાં આવે છે. કાયદેસર કાર્યવાહી કરવામાં ફકત અધિકારીઓની બદલી કરી દેવા આવે છે. નવસારી જિલ્લો ફકત ગુજરાત પુર્તુ જ છે. ભારત સરકારની તમામ કચેરીઓ જેવા કે ભારતીય પોષ્ટ ખાતુ ,રેલ્વે , દ.ગુ.વી.કં. લી. ભારતીય દૂર સંચાર ટેલીફોન વિભાગ માં આજે પણ નવસારી એક સામાન્ય શહેર છે. 
                       નવસારી શહેરને તદ્દ્ન અડી ને આવેલ વિજલપોર નગરપાલિકા માં વર્ષોથી એક ચિફ ઓફિસર કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી આજે પણ ગુજરાત સરકાર નિમણુંક કરી શકતી નથી. અહિ મોટા ભાગે રહમ રાહે અન્ય વિભાગોથી ફાજલ થયેલ અધિકારીઓ કે નિવૃત્ત થયેલ એક્સપાઈરી ડેટ રિજેક્ટેડ જેમની પાસે કોઈ કાયદેસર વહીવટનો જ્ઞાન નથી . એવા અધિકારીઓ આજે નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા ના  વિકાસ અને પારદર્શક સરકાર માં કામ કરી રહ્યા છે. આજે વિજલપોર માં પ્રાથમિક સુવિધાઓ જેવા કે પીવા માટે ચોક્ખુ પાણી પણ અહિં શાસન અને પ્રશાસન મળીને ઉપલ્બ્ધ કરાવી નથી શકતી.અહિંના એક સર્વોચ્ચ નેતા પોતાના વક્તવ્ય માં પાણીના બદલે દારૂ અહિં મળે છે. જે ખરેખર નગરિકો માટે દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક છે. ગાંધી બાપુના નામે દેશ વિદેશો માં પ્રચાર પ્રસાર કરતી સરકાર ખરેખર ગાંધી બાપુના દિલથી સમ્માન કરી રહી છે. આ સમાચાર આમ નાગરિકો  માં ચર્ચાઈ રહ્યુ છે. ઉપરોક્ત વધી જવાબદારી એમ તો વિરોધપક્ષની જ  છે. અને એમા પણ પાડોસી દેશનો હાથ હોઈ શકે છે. અન્યથા આજ સુધી માં વિજલપોર ફાટક ઓવર બ્રિજ પણ બની જતે. અને વિજલપોર નગરપાલિકા માં પણ રહમરાહે અધિકારીની જગ્યા કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીની નિમણુંક થઈ જતે. અને કોભાંડ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકતે. 
      વિજલપોર નગરપાલિકા ના બે બાળકો જેમાં એક રેલવે ફાટકની સામે બાળકો ના રમત ગમત માટે બનાવેલ બાગના દરવાજો પડી જતા થયેલ હતા અને એની તપાસ પ્રાત અધિકારી નવસારી કરી રહ્યા હતો. અને એક શિવાજી ચોક પાસે સત્તા પાર્ટી ની સભા માં ગેરકાયદેસર બીજ જોડાણ માં કરંટ થી થયેલ હતો આજ સુધી તપાસ માં કોઈ રિજલ્ટ કે કાર્યવાહી ની ખબર નથી. હાલમાં તળાવમાં એક નવયુવક ડુબી ગયું. પોલીસ અને પ્રશાસન પાસે કોઇ જવાબ નથી. 
    નવસારી જિલ્લામાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂ શરાબનો અડ્ડો ખૂલેઆમ ચાલી રહ્યો છે. પ્રશાસનિક ઉચ્ચ અધિકારીઓ બંદ કરાવવા માં નિષ્ફળ છે. 
વિજલપોર પોલીસ પણ એજ રીતે ચાલી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ એક બોર્ડ નથી. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 ના કાયદો નવસારી જિલ્લા ની વડી કચેરી પણ અમલીકરણ માં ગુનો સમજે છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 નવસારી પોલીસ માં ક્યાં છે..શોધવુ મુશ્કેલ છે. 
  નાગરિક અધિકાર પત્ર નવસારી પોલીસ ની કચેરી માં ગાયબ છે. 
વિજલપોર નગરપાલિકા માં નાગરિકો રામ ભરોસે છે. નેતાઓ મોટા ભાગે બાગી થઈ ગયા. હાલત બદથી બદતર છે. બાગી નેતાઓ નો કોઈ સાભળવા તૈયાર નથી. 
સરકાર શ્રીના એક પરિપત્ર મુજબ નગરપાલિકા ના મુખ્ય અધિકારીને ત્રણ થી પોચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવું ફરજીયાત છે. પરંતુ હકીકતમાં 
વિજલપોર નગરપાલિકાના  મુખ્ય અધિકારી નવસારી જિલ્લો રહેવા લાયક નથી સમજતો. જેથી નવસારી જીલ્લા માં વિજલપોર નગરપાલિકા ની હાલત સમજી શકાય. 
સમાચારની ગંભીરતા લેવાની જરૂર નથી. હવે સમાચારો પોતે હલ્કી કક્ષાનો નશામાં હશે એવું સર્જન થઈ રહ્યો છે. નવસારી જિલ્લા કચેરી માં પણ સમાચારો માટે રહમરાહેનો પણ અધિકારી નથી. 
નેતાઓ મસ્ત ..અધિકારીઓ પસ્ત ..... નાગરિકો ત્રસ્ત..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...