નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ લકવા ગ્રસ્ત ..! જવાબદાર કૌણ..?
આજે ગુજરાત સરકાર ગરીબો મજલુમો દલિતો ની મોટી મોટી બાતો અને ગરીબો ની સરકાર હોય એના માટે કરોડો રૂપિયા જનતાની ખૂન પસીના અને મહેનત મસક્કત ની કમાઈ ને મોટા મોટા બેનરો અને જાહેરાત કરવામાં ખર્ચ કરી રહી છે. દલિતો અને ગરીબો ની સરકાર ખરેખર ગરીબો દલિતો મજુરોને જ એમની મજુરી કાયદેસર અપાવી નથી શકતી. નવસારી જિલ્લામાં લધુત્તમ માસિક વેતન અપાવવા માટે લાખો રૂપિયા વેતન ધરાવતા અધિકારીઓના પેટના પાણી પણ હલતો નથી. કાયદા મુજબ જવાબદારી દરેક કચેરી ના મુખ્ય અધિકારીઓ ની છે.
ગરીબો મજલુમો દલિતોના નેતાઓ ક્યાં છે...? એ સમજવો અઘરૂ છે. સરકારશ્રીની કચેરીઓ માં જ શોષણ કરવામાં આવી રહ્યુ છે. નવસારી જિલ્લાની સીટી સર્વે જમીન નિરીક્ષકની કચેરી મહિલા કર્મચારીઓ ને સાંજે ૬:૧૦ પછી શાં માટે જવા નથી દેતી ? એ આજે દરેકને ખબર છે. કલેક્ટર કચેરી હોય કે પ્રાંત કચેરી જિલ્લા વિકાસ અધિકારી હોય કે તાલુકા વિકાસ અધિકારી ફકત ૫ થી ૬ હજાર રૂપિયા માં જ કર્મચારીઓ પાસે કામ કરાવે છે.
જિલ્લા જલ સ્ત્રાવની કચેરી માં ફકત ૫ હજાર રૂપિયા માં ૫ વર્ષનો કરાર થયેલ છે. ભાજપા ના મોટા ભાગ નેતાઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. અને બીજી તરફ એના જ ભાઈઓ પાસે બે ટાઈમ ખાવાના ફાફા છે. સરકારી અધિકારીઓ માં નગરપાલિકાઓ માં કાયદેસર હિટલરશાહી ચાલી રહી છે. ભાજપા સરકાર હોય કે કાંગ્રેસ સરકાર કે અન્ય મોટા ભાગ ના નેતાઓ પાસે કોઈ આવક નો પુરાવા નથી. છતા એમની મિલ્કત કેવી રીતે વધી રહી છે. એજ હાલત સરકારના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓની છે. એક સર્વે મુજબ આજે સરકાર તપાસ કરાવે ત્યારે મોટા ભાગના અધિકારીઓ અને નેતાઓ સંપત્તિના લીધે જ જેલ જવાનો વાર આવી શકે છે. જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ગુજરાત માં કોઈ પણ સંજોગે અમલ થઈ શકે નહિ . એવો દાવો અમલીકરણ અધિકારીઓ કરી રહયા છે.માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ગુજરાત માં અજુ કાયદેસર લાગુ થયેલ નથી. એ ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી પોતે સ્વીકાર કરેલ છે. આજે અમીર અમીર અને ગરીબ વધુ પ્રમાળ માં ગરીબ બની રહ્યો છે.આજે ફકત ૯ નાગરિકો પાસે ૫૦% નાણા છે. 25 નાગરિકો પાસે 30% અને બાકી 25 % માં ૧૩૦ કરોડ પરિવાર ગુજરાન કરી રહ્યા છે.
સરકાર ભલે બદલાય પરંતુ આજે સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તન જરૂરી છે. સાથે સાથે રાજનીતિ માં શિક્ષા ની અત્યંત જરૂર છે.આજે વર્ગ એક અને બે ના અધિકારીઓ અંગુઠા છાપ નેતાઓની સલાહ સુચન થી કામ કરવા અને સલામતી માટે પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યા છે.
No comments:
Post a Comment