નવસારી : ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના હુકમની ઐસી કી તૈસી કરતી એઆરટીઓ સહાયક પ્રાદેશિક
વાહન વ્યવહાર કચેરી નવસારી
નવસારી જિલ્લા માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ૧૯૭૧ સાથે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે જેવા જન હિત થી સંકળાયેલ કાયદોના કાયમી ધોરણે ધજાગરા ઉડાડવામાં આવે છે. નવસારી જિલ્લા માં આરટીઆઈ ૨૦૦૫ની બીજી અપીલ માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીઆર.આર. વરસાણી એ પોતે કબૂલ કરેલ છે. કે નવસારી જિલ્લા માં મા.અ.અ.૨૦૦૫ અજુ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી. અને સુનવણી દરમ્યાન અરજદાર ડો.મિશ્રાને એક પરિપત્ર ની અમલીકરણ માટે ધન્યબાદ આપેલ હતા. અને સદર કાયદાઓની જવાબદારી નવસારી કલેક્ટરશ્રીની પણ હોવાથી નવસારી કલેક્ટર શ્રીને પણ એક પક્ષકાર તરીકે ગણી હુકમ પણ કરેલ છે.અને એક નકલ નવસારી કલેક્ટર શ્રીને પણ આપવા આદેશ કરેલ છે. પરંતુ જમીની હકીકત માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નવસારીના અધિકરીઓ ને કોઈ ફર્ક નથી પડતો.નવસારી જિલ્લા કલેક્ટર સાથે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના હુકમનો અપમાન કરી માહિતી કાયદેસર આપેલ નથી. નવસારી જિલ્લામાં કલેક્ટર કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધ્યક્ષ ની કચેરી હોય કે નર્મદા જળ સંપત્તિ એક પણ કચેરી કાયદેસર કાયદાઓની અમલીકરણ કરવા રાજી નથી.
હવે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના પોતાના હુકમ મુજબ એમના હુકમ ના અપમાન કરવા બદલ કાર્યવાહી કરશે કે પોતે પક્ષકાર બની પોતાની તપાસ અને કાયદાની અમલવારી કરાવવા માં નિષ્ફળ થઈ સરકારને બદનામ કરવા અધિકારીઓ માં નામ નોધાવશે. નવસારી જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર સાથે જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કલેક્ટર શ્રી એ ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમના પાલન કરાવશે ખરા..? એ જોવાનુ બાકી રહ્યુ .. જાણકારો ના મંતવ્ય મુજબ નવસારી કલેક્ટરશ્રીના કચેરી માં પણ મા.અ.અ.૨૦૦૫ કે અન્ય જન હિતથી સંકળાયેલ કાયદાઓનો અમલવારી થતો નથી. અને જાહેર માહિતી અધિકારીને પોતે પણ કઈ ખબર નથી. અરજાદારો પાસે નાણા ભરાવી છતા માહિતી આપવા માટે આનાકાની કરી અરજદારો સાથે ગેરવર્તન કરતા ફરિયાદો મળે છે.
નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અધિકારીઓ શાસન ના ફાલોઅર બની કાયદો એક સાઈડ કરેલ છે. નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી વ્યવસ્થા માં કાયદો ની અમલીકરણ માટે પોતાના મળેલ સત્તા મુજબ કાર્યવાહી કરશે એ આજે સૌથી જરૂરી અને સમયની માગ છે.
No comments:
Post a Comment