Wednesday, October 2, 2019

કમિશ્નર શ્રી મ્યુનિશ્પાલિટી એડમીનીસ્ટ્રેશન ગાંધીનગરના હુકમની ઐસી કી તૈસી કરતા ચિફ ઓફિસર શ્રી !

કમિશ્નરશ્રી મ્યુનિશ્પાલિટી એડમીનીસ્ટ્રેશન ગાંધીનગરના હુકમની ઐસી કી તૈસી કરતા ચિફ ઓફિસર શ્રી....!
ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...?

મિશ્નરશ્રી પોતાના હુકમના  અપમાન કરવા બદલ શિસ્તભંગ અને કાયદાનો ઉલંઘન કરવા બદલ કાર્યવાહી કરી  શકશે ખરા..? 

 ગુજરાત રાજ્યના તમામ વર્ગના નગરપાલિકાઓ માં કાયદેસર થતો ભ્રષ્ટાચારને સદંતર બંધ કરવા માટે  ગુજરાત સરકાર પહેલા દરેક જિલ્લા દીઠ મ્યુનિસપલ ઓફિસની રચના કરી .પરંતુ ભ્રષ્ટાચાર વધી જતા પ્રાદેશિક કમિશ્નરની કચેરી ઘડી ગુજરાતને  ૬ ભાગ પાડી કાયદેસર સુપર ક્લાસ વન આઈ.એ.એસ.જેવા તજજ્ઞ વિદ્વાન અધિકારીઓ સાથે એક ફૌજ તૈનાત કરી . સરકારના નીતિ અને નિયમ  ભ્રષ્ટાચાર નાથવા માટે ખરેખર એક કાબીલે તારીફ કામગીરી કહેવાય. જેની જમીની હકીકત હવે કઈ જ અલગ જોવાઈ રહી છે. ગુજરાત રાજ્યના પ્રાદેશિક કમિશ્નર કચેરીના વડાઓ આજે શોભાના ગાઠીયા સમાન ફકત ટાઈમ પાસ કરી રહ્યા હોય એવા લોક ચર્ચા ચાલી રહી છે . જેમા પ્રાદેશિક કમિશ્નર સુરતની કચેરીના તાબા હેઠળના ૨૨ નગરપાલિકાઓના કાયદેસર એક મા.અ.અ.૨૦૦૫ મુજબ પર્દાફાસ થયા. છતા આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. 
                    તારીખ ૦૧/૦૨/૨૦૧૯ના રોજ કમિશ્નર શ્રી મ્યુનિશ્પાલિટી એડમીનીસ્ટ્રેશન ગાંધીનગર થી ગુજરાત રાજ્યના તમામ પ્રાદેશિક કમિશ્નરશ્રીઓને કાયદા મુજબ તમામ કાયદાઓના અમલ કરાવવા માટે ભ્રષ્ટાચાર ઉપર કાર્યવાહી કરવા એક નોટિસ આપી છે. જેની એક નકલ અહિં મુકવામાં આવી છે. પરંતુ આજ સુધી નવસારી જિલ્લા કે વલસાડ, સુરત, ભરૂચ તાપી કે રાજપીપલા વગેરેના તમામ નગરપાલિકાઓના ચિફ ઓફીસરો સદર કાયદાની ઐસી કી તૈસી કરી શું સાબિત કરવા માગે છે .આજે સમજવો અઘરૂ છે. અહિં તમામ નગરપાલિકાના ચિફ ઓફિસરો શ્રીઓ પોતાના નામ ભ્રષ્ટાચાર માં કોઈ પણ સંજોગો માં પાછડ નહિ રહે એના માટે સદંતર રાત-દિવસ પ્રયત્નશીલ રહે છે. એમા કોઈ પણ જાતના વિરોધ નથી. ભ્રષ્ટાચાર સંબધિત કામો કરવામાં અહિં કોઈ પણ જાતના ભેદ ભાવ પણ નથી રાખતા. એમા જાત પાતના ભેદભાવ કે આરક્ષણ કે કોઈ અન્ય બચ્ચે નથી આવી શકે. 
            પુરાવા માટે આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા ૨૨ નગરપાલિકાઓ માં એક પણ નગરપાલિકા માં કાયદેસર મા.અ.અ.૨૦૦૫ કે ૬ વર્ષ પૂર્ણ થતા જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે આજાદી ના ૭૦ વર્ષ પછી ગરીબો, આદિવાસીઓ, દલિતો, મહિલાઓના અધિકાર મુજબ લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ,ભ્રષ્ટાચાર નિવારણ  અધિનિયમ ૧૯૮૬, ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧વગેરે પાલન થતો નથી. 
                 પ્રાદેશિક કમિશ્નર સુરતના તાબા હેઠળના મોટા ભાગના ચિફ ઓફિસરો પોતે પાક સાફ અને રાજા હરિશ્ચન્દ્રના ખાનદાન માં થી આવેલ અધિકારીઓને આજે ઉપરોક્ત કાયદાઓ મુજબ તપાસ કરાવે ત્યારે એક પણ અધિકારી વહાર જોવા મળશે નહિ. વિદ્વાનોના મંતવ્યો મુજબ જે માહિતી મળી રહી છે એના માટે અહિં લખવા માટે શબ્દાવલી માં શબ્દો મળી શકે નહિ.  આજે ગુજરાત સરકાર અને ભારત સરકાર જ્યારે પોતે સ્વીકાર કરી રહી છે કે ભ્રષ્ટાચાર જ આજે દેશને પાછડ લઈ જઈ રહ્યો છે.ત્યારે દરેક જિલ્લા દીઠ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૬ ની અમલવારી કરાવવા માટે એક નવી કચેરીની રચના કરવી જોઈએ. પરંતુ છેલ્લા ૨૦ વર્ષોમાં જે કાયદાઓ સરકાર ઘડી છે. એમા એક નવો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. પુરાવા સ્વરૂપે સુરત જિલ્લામાં પ્રાદેશિક કમિશ્નર કચેરી આજે પોતે જ ભ્રષ્ટાચારમાં ભેરવાઈ ગઈ છે. એમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. આરટીઆઈ કરનાર કે જાગૃત નાગરિકો અને અરજદારો આજે ત્રાહિમામ જોવા મળે છે. જેમા ૨૨ નગરપાલિકાઓની સાથે એક ઉમેરો થઈ જતા ૨૩ સંખ્યા થઈ છે. નગરપાલિકાઓના અપીલ સત્તા અધિકારી શ્રીને પોતે જ કાયદાનો ખબર નથી એવો  ન બને. પરંતુ એ સાહેબ મળેલ માહિતી મુજબ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ થી આવેલ છે.અગાઉ એક માહિતી નિરીક્ષણ માટે માગેલ જેમા ગેરકાયદેસર નાણા ભરાવેલ હતા અને અપીલ કરતા એના મોટા અધિકારી શ્રી ન્યાય કરવા બદલે પક્ષપાત કરી હતી. હવે સરકાર જે રાત દિવસ મહેનત મસક્કત કરી કરોડો રૂપિયા ખર્ચે છે એ આજે કાયદેસર ભ્રષ્ટાચાર કરી નાગરિકો સુધી પહોંચતા જ નથી. એમા જ ભાગલા પડી જતા હોય ત્યારે વિકાસ કેવી રીતે થશે. આજે દરેક નગરપાલિકાઓ દ્વારા બનાવેલ ડામર રોડો હોય કે આરસીસી ,ખાડા માં રોડ છે કે રોડ માં ખાડા સમજવો અઘરૂ છે.મ્યુનિસ્પલ ઈજનેરોને શા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે . અહિં અધિકારીઓ પોતાના હક સમજી બેઠા છે. દરેક નગરપાલિકાઓ માં ટ્રાફિક સમસ્યાની જડ ગેરકાયદેસર બાંધકામો છે જેની જવાબદારી પણ લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધા લેનાર ઈજનેરો સાથે ચિફ ઓફિસરોની છે. ગુજરાત સરકાર દારૂનો અડ્ડો મળે ત્યારે પોલિસ ઈંસપેક્ટરને સીધો રાજીનામુ આપવા કહે છે ત્યારે અહિં ભ્રષ્ટાચાર સાબિત થયા પછી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. આજે ઉપરોક્ત તમામ ચર્ચાઓ દરેક ગલી મોહલ્લામાં ચાલી રહી છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ તપાસ અને જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી થાય એવી ચર્ચા અને સમયની માંગ છે. 

No comments:

Post a Comment

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવાન્સ નાણા લેવાતુ અંગે નોટિસ ફટકારતા ખાનગી શાળાઓ માં હળકંપ

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા સર જે.જે .પ્રાથમિક અને હાઈસ્કૂલ માં આર.ટી.ઈ. ૨૦૦૯નો ભંગ સાથે અન્ય વધારાનો એડવા...