Friday, March 27, 2020

નવસારી જિલ્લા માં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.નયના પટેલ દ્વારા કોરોના સામે આયુર્વેદિક ઉકાળા બિના મુલ્યે વિતરણ


 નવસારી જિલ્લા માં સૌ પ્રથમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી  ડો.નયના પટેલ અને એમની ટીમના ડોક્ટરો દ્વારા કોરોના સામે આયુર્વેદિક  ઉકાળા બિના મુલ્યે વિતરણ





          નવસારી જિલ્લામાં નિયામકશ્રી કચેરી ગાંધીનગર   તથા જિલ્લા આયુર્વેદ  અધિકારી ડો.નયના પટેલ ના માર્ગદર્શન હેઠળ  એમની ટીમના ડોક્ટરો દ્વારા  સબજેલ નવસારી ખાતે  જેલ અધિક્ષકના સહકારથી  કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે,  સંક્રમણ સામે રક્ષણાત્મક આયુર્વેદિક ઉકાળા  તારીખ ૧૯,૨૦,૨૧/૦૩/૨૦૨૦ ના રોજ  જેલ અધિક્ષકશ્રી અને  તમામ જેલના તમામ સ્ટાફ સાથે કૈદી ભાઈ- બહેનો ને પીવડાવવામાં આવેલ  હતો.અનેતા.૧૬થી૧૯/૦૩/૨૦૨૦નારોજ જિલ્લાપંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ હાજર નાગરિકોને પણ સદર આયુર્વેદિક ઔષધીય ઉકાળા બિના મુલ્યે  પીવડાવવામાં આવેલ  હતો , તદઉપરાંત નવસારી જિલ્લામા નામદાર કોર્ટ માં હાજર વકીલ શ્રીઓ ,નાગરિકો ને પણ સદર કોરોના સામે સ્પેશિયલ રોગ પ્રતિકારક ઉકાળા પીવડાવવામાં આવેલ હતુ. વાંસદા ખાતે પોલિસ સર્કલ પાસે પણ નવસારી જિલ્લાના આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ બિના મુલ્યે ઉકાળાના પીવડાવવામાં આવેલ હતુ. નવસારી જિલ્લા માં આયુર્વેદ અધિકારી શ્રી નયના પટેલ ડો. નટવર સિંહ રાજપૂત ડો.મનોજ ભટ્ટ ,ડો.પ્રકાશ ચૌહાણ વગેરેની ઉપરોક્ત કામગીરી ખરેખર એવા સંકટ સમયે કાબીલે તારીફ છે.

Thursday, March 26, 2020

નવસારી જિલ્લા માં કોરોનાના એક પણ દર્દીઓના રિપોર્ટ પોજીટિવ નથી... પોલિસ વિભાગની કામગીરી કાબીલેતારીફ


નવસારી જિલ્લા માં કોરોનાના એક પણ દર્દીઓના રિપોર્ટ પોજીટિવ નથી... 
પોલિસ વિભાગની કામગીરી કાબીલેતારીફ 
વેંટિલરની સુવિધા નવસારી સિવિલ માં ફકત એકજ 
                              ગુજરાતની એતિહાસિ સંસ્કારી નગરી નવસારી જિલ્લા જે આજે વિશ્વ માં સૌથી મહાન હસ્તીઓની જન્મ ભુમિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ નમક આંદોલન નવસારી જિલ્લાની દાંડી થી શરૂવાત કરી હતી.આજે પણ છુટાછવાયા કેસો સિવાય નાગરિકોની એકતાની મિશાલ ઉભી કરી છે. અને નાકે નાકે નવસારી જિલ્લાની પોલિસ વિભાગના જવાનો જે ખડે પગે ૨૪કલાક સેવા આપી રહ્યા છે.મીડિયાના મિત્રો કોઈ પણ સ્વાર્થ કે વેતન વગર ઠેર ઠેર થતી ઘટનાઓની પારદર્શી સમાચારો માટે કોઈ પણ બીક વગર ફોટોગ્રાફ સાથે જીવંત સમાચારો આપી રહ્યા છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રી દિલીપ ભાઈ ભાવસાર અને ડો.શ્રી મહેન્દ્ર ભાઈ ડેલીવાલાની રૂબરૂ મુલાકત કરતા જણાવેલ છે કે કોરોના વાયરસની તપાસ નવસારી જિલ્લા માં જિલ્લા માં ૩૨૦૩૦૩ મકાનો માં  ઘરે ઘરે જઈ રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે . જેમા ૧૪૦૯૧૭૫ નાગરિકોની તપાસ કરાવેલ છે. જેમા શરદી ખાંસી તાવ ના ૬૪૫૭ દર્દીઓ મળી આવેલ છે.અને સ્થળ પર સારવાર ૬૪૪૩ દર્દીઓની કરવામાં આવેલ છે.અને ૧૪ દર્દીઓને રીફર કરવામાં આવેલ છે. ૮ ફેબ્રુઆરી થી ૧૯ માર્ચ સુધી ૧૦ દર્દીઓને સારવાર આપી રજા આપવામાં આવેલ છે. અને આજ દિન સુધી એક પણ કોરાના વાયરસના શંકાસ્પદ કે પોજીટિવ કેસો નથી. 
                            નવસારી જિલ્લામાં કોરોન્ટાઈન માટે સીએચસી ખડસૂપા માં ૧૦ , સીએચસી ચિખલીમાં ૧૦, સીએચસી મંદિર જલાલપોર માં ૨૦,   સીએચસી ગણદેવીમાં ૧૦,   સીએચસી મરોલીમાં ૧૦,   ડો.બાબા સાહેબ આંબેડકર હાલ સરદાર કોલોની વિજલપોર માં ૫૦ , આલીપોર ટ્રસ્ટહોસ્પીટલમાં૨૦,  નવસારી એગ્રીકલચર  યુનિવર્સિટી  કિસાન હોસ્ટલ માં ૫૦, સ્પંદન હોસ્પીટલ ચિખલી ૧૫, અને વીરવાડી હનુમાન મંદિર માં ૧૫ બેડની સુવિધા ઉપલબ્ધ છે. આઈશોલેશન માટે નવસારી સિવિલ માં ૨૦, કોટેજ હોસ્પીટલ વાસદામાં ૧૦ , મેંગુસી હોસ્પીટલ બીલીમોરા ૫ , અને ઓરેંજ હોસ્પીટલ નવસારી ખાતે ૩૨ ની વ્યવસ્થા કરવામાં આવી છે. વેંટિલરની સુવિધા માટે નવસારી જિલ્લામાં હાલના તબક્કે નવસારી સિવિલ હોસ્પીટલ માં ફકત એકની સુવિધા છે. 
                    નવસારી જિલ્લા માં કોરોના વાયરસથી લોકડાઉન, ધારા ૧૪૪ માટે આજે ફકત પોલિસ વિભાગના જવાનો જ ૨૪ કલાક ૭ દિવસ મુજબ નજરે પડી રહ્યા છે. અને હાલના તબક્કે પોલિસ વિભાગની કામગીરી કાબીલે તારીફ છે. નવસારી નગરપાલિકા જે આજે વર્ગ ૧ માં આવે છે.અને સૌથી વધુ જનસંખ્યા અને સરકારી ફંડના વાપરતો નગરપાલિકા કે અન્ય ઉદ્યોગપતિઓની કોરોના થી રાહત કે મદદની કામગીરી ઉપરોક્ત માહિતી માં નામ પણ નથી. 
                  નવસારી જિલ્લા માં દરેક નાગરિકો દ્વારા નિયમોનુ પાલન અને અધિકારીઓ જેમા ખાસ કરીને સુરક્ષા વિભાગની રાત દિવસની મહેનત થી કોરોના થી વિજય મેળવવા મુશ્કેલ નથી. છતા આજે આપણે સૌની એકતાની જરૂર છે. સરકાર દ્વારા દરેક નિયમો માનવજીવનને બચાવવા માટે છે. આજે આ સમાચાર વાંચકોને નમ્ર અપીલ છે કે બને તેમ બહાર નિકળવા ટાળવો. અતિ જરૂરી સંજોગો માં જ ઘરથી બહાર નિકળશો.અને સાબુ થી દરેક વખતે જવા પહેલા અને આવીને હાથ ધોવા અને મોડા ઉપર રૂમાલ કે માસ્ક પહેરવા.અને આનંદ પૂર્વક ઘરમાં પરિવાર સાથે બાકીના દિવસો માં સમય પસાર કરવો. અને આપણા સૌ મિત્રોને સરકારના તમામ નિયમોના પાલન કરવા નમ્રતાથી આગ્રહ કરવો.

Wednesday, March 25, 2020

मुख्य समाचार - लॉकडाउन के दौरान भी राज्य में दूध,सब्जी-भाजी सहित आवश्यक वस्तुएं सरलता से उपलब्ध रहेंगी



         


लॉकडाउन के दौरान भी राज्य में दूध
 सब्जी-भाजी सहित

आवश्यक वस्तुएं सरलता से उपलब्ध रहेंगी


मुख्यमंत्री ने आपूर्ति सुनिश्चित करने टास्क फोर्स का गठन किया,

रोजाना दोपहर टास्क फोर्स की बैठक में होगी समीक्षा



मुख्यमंत्री की अध्यक्षता में कोर कमेटी की बैठक के निर्णयों की

मुख्यमंत्री के सचिव ने की घोषणा


·         मुख्यमंत्री-उप मुख्यमंत्री की अध्यक्षता वाली कोर कमेटी कोरोना वायरस की स्थिति का प्रतिदिन सायं 5 बजे लेगी जायजा
·         31 मार्च तक आवश्यक सेवाओं को छोड़ अन्य सरकारी कार्यालयों में अवकाश घोषित
·         राज्य के स्कूलों के कक्षा 1ली से 8वीं, 9वीं और 11वीं के छात्रों को मिलेगा मास प्रमोशन
·         स्कूल-कॉलेज के शिक्षक व प्राध्यापकों को भी 31 मार्च तक मिली छूट्टी
·         गुजरात में रोजाना 55 लाख लीटर दूध के पाउच का वितरण जारी है
·         1600 अमूल पार्लर और 64 सब्जी मार्केट कार्यरत हैं


वैश्विक महामारी का रूप धारण कर चुके कोविड-19 (कोरोना वायरस) के कारण राज्य में सृजित परिस्थिति में नागरिक सलामत और अपने घर में सुरक्षित रहे यह सुनिश्चित करने के लिए 31 मार्च, 2020 तक पूरे राज्य में लॉकडाउन घोषित किया गया है।

मुख्यमंत्री श्री विजय रूपाणी ने इस दौरान नागरिकों को जीवन आवश्यक वस्तुओं की आपूर्ति नियमित रूप से होती रहे तथा आवश्यक सेवाएं निरंतर जारी रहे उस संदर्भ में कई महत्वपूर्ण निर्णय किए हैं।

कोरोना वायरस की चुनौती से निपटने और सतर्कता के कदम उठाने तथा स्वास्थ्य, कानून व्यवस्था की स्थिति की समीक्षा इत्यादि के लिए मुख्यमंत्री की अध्यक्षता में गठित कोर कमेटी की बैठक में यह निर्णय लिए गए।

मुख्यमंत्री के सचिव श्री अश्विनी कुमार और राज्य नागरिक आपूर्ति विभाग के सचिव श्री मोहम्मद शाहिद ने मीडिया को इन निर्णयों की जानकारी दी।

उन्होंने कहा कि मुख्यमंत्री ने राज्य में किसी भी क्षेत्र, जिले, नगर, गांव या महानगर में कहीं भी नागरिकों को दूध, सब्जी-भाजी, किराना और खाद्यान्न आदि प्राप्त करने  में कोई कठिनाई न हो उस संदर्भ में देखरेख और नियंत्रण के लिए पांच वरिष्ठ अधिकारियों की टास्कफोर्स का गठन किया है।

टास्क फोर्स में खाद्य एवं नागरिक आपूर्ति विभाग के सचिव, मुख्यमंत्री के सचिव, सहकारी मंडलियों के रजिस्ट्रार और एपीएमसी निदेशक तथा खाद्यान्न नियंत्रक अहमदाबाद का समावेश किया गया है। यह टास्क फोर्स लॉकडाउन की परिस्थिति में नागरिकों को जीवन आवश्यक वस्तुओं की पर्याप्त उपलब्धता सुनिश्चित करने के साथ ही यह भी ध्यान रखेगी कि वस्तुओं के निर्धारित मूल्य से अधिक कीमत न वसूली जाए और कालाबाजारी न हो।

टास्क फोर्स की बैठक प्रतिदिन दोपहर 12 बजे होगी और आपूर्ति की स्थिति की समीक्षा करेगी। जिला स्तर पर जिला आपूर्ति अधिकारी इन व्यवस्थाओं को सुनिश्चित करेंगे।

उन्होंने कहा कि सब्जी-भाजी और फल आदि का पर्याप्त उपलब्धता की व्यवस्था की गई है। राज्य में आज की स्थिति में सब्जी-भाजी के 64 मार्केट कार्यरत हैं तथा दूध, सब्जी-भाजी, फल, अनाज और किराना की आपूर्ति में कोई दुविधा नहीं है।

मुख्मयंत्री के सचिव ने कहा कि राज्य में रोजाना 55 लाख लीटर दूध के पाउच का वितरण होता है। इसकी आपूर्ति भी बेरोकटोक जारी रहेगी। गुजरात में स्थित 1,600 अमूल पार्लर में से तकरीबन 1,000 पार्लर अहमदाबाद, वडोदरा, सूरत और राजकोट जैसे महानगरों में कार्यरत हैं। वहीं, 600 पार्लर छोटे नगरों और ग्रामीण इलाकों में स्थित हैं। ये सभी पार्लर चालू हैं और दूध की आपूर्ति वहां जारी रहेगी।

सचिव श्री अश्विनी कुमार ने अधिक जानकारी देते हुए कहा कि कोरोना वायरस का संक्रमण एक-दूसरे के संपर्क में आने से फैलता है। इस संबंध में सतर्कता बरतते हुए राज्य में बड़ी संख्या में लोग कहीं भी एकत्र न हों, भीड़-भाड़ न हो तथा संक्रमण न फैले उसके लिए पूरे राज्य में बस सेवाओं सहित समूची ट्रांसपोर्ट सेवाओं तथा आवश्यक सेवाओं को छोड़कर अन्य कार्यालय व संस्थाओं को भी 31 मार्च, 2020 तक बंद रखने का निर्णय राज्य सरकार ने किया है।

राज्य सरकार के विभिन्न विभागों तथा सचिवालय एवं स्थानीय निकाय की संस्थाओं के दफ्तरों में भी भीड़-भाड़ को रोकने के लिए कर्मचारियों की उपस्थिति को नियंत्रित करने का अहम निर्णय कोर कमेटी की बैठक में लिया गया है।

इस निर्णय के अनुसार आवश्यक सेवाओं के तहत आने वाले पुलिस, स्वास्थ्य एवं परिवार कल्याण विभाग तथा उससे संबद्ध कार्यालय, खाद्य एवं नागरिक आपूर्ति विभाग तथा उससे संबद्ध कार्यालय, कलक्टर कार्यालय, पंचायत तथा आपदा प्रबंधन से जुड़े कार्यालय एवं नगर पालिका, महानगरपालिका की आवश्यक और तत्काल किए जाने वाले कामकाज से जुड़े अधिकारी और कर्मचारियों की सेवाएं जारी रहेंगी।

इसके अतिरिक्त, गैस, विद्युत वितरण कंपनियां, जलापूर्ति से संबद्ध कार्यालय और सूचना प्रसारण विभाग के कार्यालय भी यथावत कार्यरत रहेंगे। उसके अलावा अन्य विभागों के कार्यालय 31 मार्च, 2020 तक बंद रहेंगे।

इसके अलावा, संबंधित विभाग के सचिव काम के महत्व के अनुसार न्यूनतम कर्मचारियों-स्केलेटन स्टाफ के साथ अपना कार्यालय चालू रखने का निर्णय कर सकते हैं।

मुख्यमंत्री की अध्यक्षता में कोर कमेटी ने राज्य में कक्षा 1ली से 8वीं और 9वीं तथा 11वीं के सभी विद्यार्थियों को मास प्रमोशन देकर अगली कक्षा में भेजने का निर्णय भी किया है।

मुख्यमंत्री के सचिव श्री अश्विनी कुमार ने कहा कि राज्य के प्राथमिक, माध्यमिक, उच्चतर माध्यमिक स्कूलों के शिक्षकों और कॉलेज के प्राध्यापकों को भी 31 मार्च तक स्कूल-कॉलेज जाना नहीं होगा। जिला के डीपीओ और डीईओ कार्यालय भी बंद रहेंगे।

राज्य में कोरोना वायरस की स्थिति की योग्य और वास्तविक जानकारी लोगों तक पहुंचाने के लिए नियमित रूप से मीडिया ब्रिफिंग करने की व्यवस्था भी मुख्यमंत्री के दिशा-निर्देश पर सुनिश्चित की गई है।

उन्होंने कहा कि कोरोना वायरस को लेकर स्वास्थ्य विभाग संबंधित जानकारी स्वास्थ्य विभाग की प्रधान सचिव डॉ. जयंती रवि प्रतिदिन सुबह 10 और रात्रि 8 बजे मीडिया को देंगी।

कानून व्यवस्था और लॉकडाउन को लागू करने संबंधी जानकारी पुलिस महानिदेशक प्रतिदिन अपराह्न 4 बजे देंगे तथा जीवन आवश्यक वस्तुओं की आपूर्ति की स्थिति एवं अन्य अहम निर्णयों की जानकारी प्रतिदिन दोपहर 2 बजे सूचना एवं प्रसारण विभाग के सचिव और खाद्य एवं नागरिक आपूर्ति विभाग के सचिव मीडिया को देंगे।

मुख्यमंत्री ने राज्य में कोरोना वायरस के चलते पैदा हुई स्थिति की रोजाना की जानकारी, महत्वपूर्ण निर्णय तथा सर्वग्राही समीक्षा के लिए कोर कमेटी का गठन भी किया है।

उप मुख्यमंत्री, स्वास्थ्य राज्य मंत्री तथा मुख्य सचिव एवं अन्य वरिष्ठ सचिवों की इस कोर कमेटी की बैठक प्रतिदिन सायं 5 बजे मुख्यमंत्री निवासस्थान पर होगी।

सचिव श्री अश्विनी कुमार ने कहा कि सावधानी, सतर्कता, सेल्फ आइसोलेशन (एकांतवास) तथा सामाजिक दूरी बनाकर कोरोना वायरस से अवश्य बचा जा सकता है।

मुख्यमंत्री ने इसके लिए राज्य के सभी नागरिकों से आत्म-अनुशासन और क्वारंटाइन प्रोटोकॉल का पालन करने की अपील भी लगातार की है।

श्री रूपाणी ने सोमवार को राज्य के महानगरों के कोरोना पीड़ित मरीजों के साथ सीएम डैश बोर्ड के कमांड कंट्रोल सेंटर के माध्यम से बात कर उनकी उपचार सुविधाओं की जानकारी हासिल की थी। 

आज मंगलवार को भी मुख्यमंत्री ने राज्य के 4 महानगरों में जो लोग विदेश से आए हैं और होम क्वारंटाइन हैं, उनमें से 7 लोगों के साथ सीएम डैश बोर्ड के जनसंवाद केंद्र के माध्यम से बातचीत की थी और सामाजिक दूरी बनाए रखने के उनके दृष्टिकोण की सराहना करने के साथ ही क्वारंटाइन प्रोटोकॉल का पालन करने का अनुरोध भी किया।

पत्रकार वार्ता में नागरिक आपूर्ति निगम के कार्यकारी प्रबंध निदेशक श्री तुषार धोळकिया, सूचना निदेशक श्री अशोक कालरिया तथा अन्य अधिकारी उपस्थित थे।







Monday, March 23, 2020

નવસારી- વિજલપોર નગરપાલિકા કોરોના સામે યુદ્ધ ધોરણે કામગીરી



 વિજલપોર નગરપાલિકા દ્વારા કોરોના સામે 
યુદ્ધ ધોરણે કામગીરી
નવસારી:- વિજલપોર   નગર પાલિકાના આરોગ્ય વિભાગમાં મોહનભાઈની અધ્યક્ષતા આરોગ્ય ટીમ દ્વારા સરદાર કોલોની,નવદુર્ગા નગર, આંબેડકર નગર, નવદુર્ગા નગર,  ડોળી તળાવ  વિસ્તારમાં ઘરે ઘરે જઈ  જંતુનાશક દવાઓના છંટકાવ કરવામાં આવ્યો, અને  જાહેરમા થુંકવું બદલ દસ હજાર બસો પચાસ રૂપિયા દંડ કરવામાં આવેલ છે. ફાયર ફાઈટર દ્વારા આશાપુરી મંદિર થી  રામનગર સુધીના મેન રોડ ઉપર હાઇડ્રોક્લોરિન પાણી માં મિક્સ કરી છટકાવ કરવામાં આવેલ છે . સેની ટાઈઝર,માસ્ક.અને હાથ મોજા દરેક કામદારોને આપવામાં આવેલ છે.કોરોના થી સુરક્ષા માટે સરકારના જાહેરનામુ મુજબ વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં રીક્ષા દ્વારા જાણ કરવામાં આવે છે. 
                     વિજલપોર નગરપાલિકા વેરા વિભાગના ભુપેશભાઈ  દ્વારા જણાવવામાં આવેલ છે  કે આજ  દિન સુધી ૨.૭૭ કરોડ રૂપિયા વેરા ઉઘરાવવામાં આવેલ છે. જે આશરે ૫૭.૬૯ ટકા છે. જે ખરેખર એક સારી કામગીરી કહી શકાય છે. પરંતુ જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કરોડો રૂપિયા વેરાના બદલે પીવા લાયક ચોખ્ખુ પાણી પણ આપવામાં નિષ્ફળ  છે. શિક્ષા ,સુરક્ષા,અને સ્વાસ્થ્ય ના નામે અહિં ફકત અસામાજિક પ્રવૃતિઓ   ચાલે છે.

Saturday, March 21, 2020

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કોરોના વાઈરસ સામે તકેદારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ શહેર- જિલ્લાની ધાર્મિક સંસ્થાઓના વડાઓને ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવાની અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રીમતિ આદ્રા અગ્રવાલ



જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કોરોના વાઈરસ સામે તકેદારીના

ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

શહેર- જિલ્લાની ધાર્મિક સંસ્થાઓના વડાઓને ધાર્મિક કાર્યક્રમો

મોકૂફ રાખવાની અપીલ કરતાં 
જિલ્લા કલેકટર શ્રીમતિ આદ્રા અગ્રવાલ
નવસારી/શનિવારઃ- નવસારી જિલ્લા કલેકટરશ્રી આદ્રા અગ્રવાલે કોરોના વાયરસ સંદર્ભે ધાર્મિક અગ્રણીઓ તથા સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત હિંદુ-મુસ્લિમ, ખ્રિસ્તી અને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાનિક ધાર્મિક અગ્રણીઓઍ કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે સહકાર આપવા ખાતરી આપી હતી. ખાસ કરીને શહેર અને જિલ્લાની ધાર્મિક સંસ્થાઓને તેમના ધાર્મિક કાર્યક્રમો હાલ મોકૂફ રાખવાની અપીલ કરવામાં આવી હતી. જે સંદર્ભે વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડાઓના  સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને સંબધિત વિભાગો દ્વારા કોરોનાને અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન કરાવવામાં આવી રહયુંં છે, અને શહેર ને જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સાથોસાથ નાગરિકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવાવા તેમજ સરકાર દ્વારા મુદ્રિત અને વીજાણુ માધ્યમો દ્વારા સાવચેતીના જે ઉપાયોની અધિકૃત્ત જાણકારી આપવામાં આવે છે તે મુજબ યોગ્ય તકેદારી લેવા જિલ્લા કલેકટરશ્રીઍ અનુરોધ કર્યો હતો. શહેર આરોગ્યતંત્ર દ્વારા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અટકાયતી તકેદારીઓનો સઘન અમલ કરવામાં આવી રહયો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટરશ્રી કે.જે.રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાવસાર, વિવિધ સંપ્રદાયના ધાર્મિક વડાઓ, સામજીક-સ્વૈચ્છિક સંસ્થાઓના હોદેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા.

                                
નવસારીનો દાંડી બીચ તા.૩૧ મી માર્ચ સુધી બંધ રહેશે

નવસારીઃશનિવારઃ તાજેતરમાં વિશ્વભરમાં પ્રસારીત થયેલા કોરોના વાયરસની હાડમારીના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ તેમજ સરકારશ્રી તરફથી સૂચના અનુસાર કોરોના વાયરસનો વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી માટે નવસારી જિલ્લામાં આવેલો દાંડી બીચ ઉપર મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ઍકઠા થતા હોય છે. જેનાથી કોરોના વાયરસનો ફેલાવાની શકયતા રહેલ છે. જેથી કોરોના વાયરસનો વધુ પ્રસાર ન થાય તેની સાવચેતી માટે નવસારી જિલ્લામાં આવેલ દાંડી બીચ તાત્કાલિક અસરથી આગામી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી બંધ રહેશે. જેની જાહેર જનતાને નોîધ લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નવસારીની યાદીમાં જણાવાયું છે.જણાવાયું છે.

કોરોના સામે સાવચેતી રાખવા નવસારીના ધાર્મિક અગ્રણીઓની લોકોને ઍકસૂરે અપીલ
નવસારીઃશનિવારઃ નવસારી જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંને સંપૂર્ણ સહકાર આપવા સ્થાનિક ધાર્મિક અગ્રણીઓઍ ઍક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે પણ આ અગ્રણીઓઍ અપીલ કરી છે.
નવસારી સ્વામીનારાયણ મંદિરના સંતશ્રી કોઠારી સ્વામીઍ જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાયરસના સંસર્ગમાં આવવાથી તે લાગું પડે છે. તેથી તમામ નાગરિકોઍ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇઍ. બહારથી આવીને હાથ સારી રીતે હાથ ધોવા જોઇઍ. કોઇ પણ માંદગીના લક્ષણ જણાઇ તો તુરંત જ તબીબને બતાવવું જોઇઍ. તેમણે સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચુસ્તપણે અમલ કરવો જોઇઍ. મેળાવડામાં ના જવું જોઇઍ.
ધૃતિમાન નાથ સંપ્રદાય, નવનાથ આશ્રમ, બિલીમોરાના સદ્દગુરૂ શ્રી છોટેદાદાઍ જિલ્લાની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાઇ રહયો છે, ઍનાથી ગભરાઇ ન જતાં સતર્ક રહેવા અને કાળજી રાખવાની ખાસ જરૂરિયાત છે. છીંક આવે, માથું દુઃખે કે તાવ આવે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. છીંક આવે ત્યોરે મોઢું ઢાંકેલું રાખવું જોઇઍ. સ્વતચ્છતા ઉપર ધ્યાન આપીશું. તેમણે સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનો અમલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
ગુરૂદ્વારા બિલીમોરાના જ્ઞાની પ્રેમસીંગે કહયું હતું કે, વારંવાર સાબુથી હાથ ધોવા જોઇઍ. પોતાને બચાવો અને અન્યને પણ બચાવા માટે તકેદારી રાખી સમગ્ર દેશને ભયમુક્ત બનાવવામાં સહયોગ આપવો જોઇઍ. આ વૈશ્વિક મહામારીના સંજોગોમાં નાગરિકોની સજાગતા અને સાવધાની જ તેને અટકાવી શકે તેમ હોવાનું જણાવી જ્ઞાની પ્રેમસીંગે સરકારશ્રીની માર્ગદર્શિકાનું આગામી બે-ત્રણ સપ્તાહ સુધી મક્કમતાથી પાલન કરવા અનુરોધ કર્યો હતો.
નવસારી જિલ્લામાં મુસ્લીમ સમાજના ધાર્મિક અગ્રણી મુફતી સલમાન મેમણઍ કોરોના બાબતે જનસંદેશ આપતા જણાવ્યું કે, કોરોનાનો પ્રભાવ વધતો જાય છે ત્યારે આપણે સૌઍ સાવચેતીના પગલાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઇઍ. સરકાર દ્વારા આ માટે વ્યાપક પ્રચાર કરવામાં આવી રહયો છે તે ધ્યાને લઇ ઍ પ્રમાણે અમલ કરીઍ. અફવાઓથી દૂર રહીઍ. સામાજિક મેળાવડામાં જવાનું ટાળીઍ. જાહેરમાં થુકવું નહી, નમસ્તે કે સલામની આદત પાડી ઍક સલામત અંતર જાળવીઍ. ખોટી મુસાફરી કે અવરજવર ટાળવી જોઇઍ. આપણે સૌઍ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇઍ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇઍ.
નવસારી શહેરમાં વસતા મુસ્લિમ સમાજના અગ્રણી તથા ડો.અખ્તર હુસેન ઍ.મલિકે કોરોના બાબતે લોક અપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હસ્તધનુન ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરો. સરકાર તરફથી પગલાં લેવામાં આવી રહયાં જ છે આપણે પણ સરકારને સહયોગ આપીઍ અને વખતોવખત સરકાર તરફથી કરવામાં આવતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરો. 
                               
કોરોનાના ભય સામે કેટલાક સાવચેતીના પગલા

કોરોનાથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુઃ
નવસારી/શનિવારઃ- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીઍ ભારતીયોને આગામી રવિવાર, ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુંનું આહ્વાન કર્યું છે, ત્યારે કેટલાક શહેરીજનો અફવા અને ભયના કારણે પેનિક બાઈંગકરી રહયાંં છે. આ પેનિક બાઈંગ શું છે ઍ જાણવું જરૂરી છે. આગામી અછત અથવા ભાવ વધારાના અચાનક ભયને કારણે કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા જીવનજરૂરી ચીજવસ્તુઓની મોટી માત્રામાં ખરીદી કરવાને પેનિક બાઈંગ કહેવામાં આવે છે.
વડાપ્રધાનશ્રીઍ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશમાં હાલ જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ કમી નથી, તેમજ ઍવા સંજોગોનું નિર્માણ ન થાય તે માટે તંત્ર ખડેપગે છે. શહેરીજનોઍ ભયગ્રસ્ત બનીને ઘર માટે વધારે પડતો ઘરગથ્થુ સામાન ખરીદવો નહિ, પરંતુ સામાન્ય રીતે કરતા હોય તેમ ખરીદી કરવી. કારણ કે ખાવા-પીવાની ચીજ વસ્તુઓની કોઈ પણ અછત વર્તાશે નહિ.
ઉપરાંત, કોરોનાથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇઍ (૧) બની શકે તેટલું બહાર જવાનું ટાળશો અને ઓફિસનું કામ ઘર બેઠા થઈ શકે તો કરવું.(૨) સમયાંતરે હેન્ડ વોશ વડે હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો (૩) બહારનું બને ત્યાં સુધી ન ખાવુ (૪) ભીડભાડ વાળી જગ્યાઍ જવાનું ટાળો (લાઈબ્રેરી, થિઍટર, રેસ્ટોરન્ટ) (૫) બીજા વ્યક્તિથી ઓછામાં ઓછુ ઍક મીટરનું અંતર જાળવો.(૬) અફવાઓ અથવા ખોટા સમાચારોથી ભરમાવુ નહિં (૭) સોશિયલ મીડિયા પર ખરાઈ કર્યા વગરના સંદેશાઓ ફેલાવવાનું ટાળો (૮) શરદી, ઉધરસ કે તાવ જણાય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરો (૯)  સરકાર દ્વારા આપવામાં આવેલી સુચનાઓનું પાલન કરો.

જિલ્લામાં વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ

સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ

કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર- હોર્ડિંગ લગાવાયા
નવસારી/શનિવારઃ- જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના ચુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા વિવિધ કચેરીઓમાં પ્રવેશ સ્થળે સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. કચેરીમાં પ્રવેશતા તમામ અધિકારીઓ, કર્મચારીઓ સહિત અરજદારોને પણ સાબુ અને પાણીથી હાથ ધોઈ અંદર પ્રવેશવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક કચેરીમાં કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. તમામ ધાર્મિક સ્થાનો પણ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને પ્રવેશદ્વારે હોર્ડિંગ પણ લગાડવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ કચેરીઓમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે.                             
વોટ્સઍપ ઉપર કોરોના હેલ્પડેસ્ક કાર્યરત

૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર પરથી પ્રશ્નો પૂછી શકાશે

કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૦૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને

ટોલ ફ્રી ૧૦૭૫ નંબર કાર્યરત
નવસારીઃશનિવારઃ- ભારત સરકાર દ્વારા લોકોના કોરોના વાયરસ અંગેના કોઈપણ પ્રશ્નોનો ઉકેલ અને યોગ્ય માર્ગદર્શન માટે લોકપ્રિય મેસેજિંગ ઍપ્લિકેશન વોટ્સઍપ પર ચેટબોટ શરૂ કર્યું છે. વોટ્સઍપ ચેટબોટને માય ગોવ કોરોના હેલ્પડેસ્ક કહેવામાં આવે છે અને તે બધા વોટ્સઍપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ ચેટબોટનો ઉપયોગ કરવા લોકોઍ પોતાના ફોનના કોન્ટેક્ટ્સમાં ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર સેવ કરી વોટ્સઍપ પર ઍક સંદેશ મોકલવાનો રહેશે. સંદેશોના પ્રતિસાદમાં સ્વચાલિત, સ્પષ્ટ અને ઝડપી પ્રત્યુત્તર મળશે. આ ચેટબોટ થકી ફેલાતી બિમારી વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો આ ઍક ઉમદા પ્રયાસ છે.
આ વોટ્સઍપ ચેટબોટ ઉપરાંત સરકારે કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર ૦૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને ટોલ ફ્રી ૧૦૭૫ નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ ઇમેઇલ આઈડી ઁણૂંરુ૨૦૧૯ક્િંંરુ.જ્ઞ્ઁ પણ જાહેર કર્યું છે જ્યાં નાગરિકો કોરોના વાયરસ માહિતગાર થઇ શકશે.


કોરોના વાયરસના કારણે નવસારી જિલ્લાના જિમ્નેશીયમ-પાર્ટી પ્લોટ, લગ્નવાડી

તા.૩૧ મી માર્ચ સુધી બંધ રાખવા અંગેનુ જાહેરનામું ઃ

નવસારીઃશનિવારઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઇ, દેશમાં તથા રાજયમાં જાવા મળેલા શંકાસ્પદ દર્દીઅોની સંખ્યા જાતાં રાજયમાં અગમચેતીના પગલાંરૂપે રાજય સરકાર ઘ્વારા કોરોના વાયરસ ઘ્બ્સ્ત્ઝ઼-૧૯  ની ભવિષ્યની અસરોને પહોîચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર ઍપેડેમિક ડીસીઝ ઍકટ ૧૮૯૭ અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વાયરસ પહોîચી વળવા તેમજ રોગ અટકાયત માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે અંતર્ગત નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આદ્રા અગ્રવાલને મળેલ સત્તાની રૂઍ નવસારી જિલ્લામાં આવેલી તમામ જીમ્નેશીયમ, વોટરપાર્ક, અોડીટોરિયમ, ઍમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્નવાડી, ગેમ ઝોન, રીક્રીઍશન કલબ તાત્કાલિક અસરથી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી સતત બંધ રાખવા જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે.  આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
                                         

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ,  ગુજરાત

શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાય
નવસારીઃશનિવારઃ રાજ્યમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોના કુટુંબના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને રુચિ વધે તથા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી ઉચ્ચ પદ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે, તે હેતુથી નોંધાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને શિક્ષણ સહાય પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આગામી સને ૨૦૨૦-૨૧ ના  શૈક્ષણિક સત્રમાં પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ વિવિધ વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બે બાળકો સુધી, તેમજ ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતી શ્રમયોગી લાભાર્થીની પત્નિને શિક્ષણ સહાય આપવામાં આવનાર છે. આ શૈક્ષણિક સહાય મેળવવા પ્રવેશ મેળવ્યા તારીખ/શૈક્ષણિક શત્ર શરુ થયા થી ૩ માસ (૯૦ દિવસ) માં નિયત ધારા-ધોરણ પ્રમાણે નિયત સમય મર્યાદામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જીલ્લા કચેરીને નિયત નમુના/ફોર્મમાં અરજી કરવાની રહેશે.
બાંધકામ શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં જે શ્રમિકોના બાળકો ધોરણ ૧ થી ૪ અભ્યાસ કરે છે. રૂ.૫૦૦/- અભ્યાસ સહાય તથા ધોરણ ૫ થી ૯ માં અભ્યાસ કરતા બાળકોને રૂ. ૧૦૦૦/- ની સહાય આપવામાં આવશે. જ્યારે ધોરણ ૧૦ થી ૧૨ માં માધ્યમિક તથા  ઉચ્ચ માધ્યમિક શાળા અભ્યાસ કરતા બાળકોને રૂ. ૨૦૦૦/- સહાય તથા રૂ. ૫૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. આઈ.ટી.આઈ. માં વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં જોડાયેલા બાળકોને તેમજ પી.ટી.સી., સેનેટરી ઈન્સ્પેકટર કોર્ષમાં અભ્યાસ કરતા બાળકોને રૂ.૫૦૦૦/- અભ્યાસ સહાય આપવામાં આવે છે. ડિપ્લોમા ઍન્જીનિયરમાં, નર્સિગ, પી.જી.ડી.સી.ઍ. માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૨૫૦૦ હોસ્ટેલ સહાય, તેમજ રૂ.૩૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવે છે. જ્યારે બી.બી.ઍ., બી.કોમ, બી.ઍસ.સી, ઍલ.ઍલ.બી., બી.સી.ઍ., બી.ઍડ., જેવા વિદ્યા શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૦૦૦૦ શિક્ષણ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવશે. ઍમ.ઍ., ઍમ.કોમ., ઍમ.ઍડ., ઍમ.ઍસ.સી., ઍમ.ઍસ.ડબ્લ્યુ., ઍલ.ઍલ.ઍમ., ઍમ.સી.ઍ., ઍમ.બી.ઍ., માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦ અભ્યાસ સહાય અને રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. 
ફીઝીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, ફાર્મસી, બી.ફાર્મ, અને બી.ઍસ.સી. નર્સિંગ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ.૧૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ અને રૂ.૫૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવે છે. ઍમ.બી.બી.ઍસ., બી.ડી.ઍસ., ઍમ.ડી.ઍમ.ઍસ., મેડિકલમાં અભ્યાસ કરતા શ્રમિક કુટુંબના બાળકોને રૂ.૨૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૧૦૦૦૦ પુસ્તક સહાય, રૂ. ૫૦૦૦ હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. જયારે ઍન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા રૂ.૨૫૦૦૦ અભ્યાસ સહાય, રૂ.૫૦૦૦ હોસ્ટેલ સહાય, રૂ.૫૦૦૦ પુસ્તક સહાય આપવામાં આવશે. જયારે પી.ઍચ.ડી. અને ઍમ.ફીલ ના અભ્યાસના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યેથી ઍક વખત ઉચ્ચક રૂ.૨૫૦૦૦ ની સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ સહાય માટે જો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય તો તેવા કિસ્સામાં જરૂરી આધાર પુરાવા રજુ કરેથી સહાય મળવા પાત્ર રહેશે.તથા પુસ્તક સહાય માત્ર અભ્યાસના પ્રથમ વર્ષે જ મળવા પાત્ર છે. આ શિક્ષણ સહાય યોજનાનો નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓના બાળકોઍ આગામી વર્ષ-૨૦૨૦-૨૦૨૧ માં પ્રવેશ મેળવ્યા તારીખ/સત્ર શરુ થયા તારીખથી ૩ માસ (૯૦ દિવસ) સુધીમાં જીલ્લા કચેરીઓમાં અરજી કરવાની રહેશે. શિક્ષણ સહાય યોજનાનો નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓના બાળકોને લાભ લેવા માટે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ખાનપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  
                                                         
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ

કોરોના વાયરસના કારણે શ્રમિક અન્નપુર્ણા યોજનાના કેન્દ્રો બંધ કારાયા ઃ
નવસારીઃશનિવારઃ કેન્દ્ર સરકારે કોરોના વાયરસના ફેલાવો ન થાય તે માટે જારી કરેલા માર્ગદર્શિકાના આધારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કોરોના વાયરસથી લોકોના જીવન ધોરણ અને સુરક્ષાની સંબધિત અસરના નિયંત્રણ માટે અગમ ચેતીના પગલાં લેવા માટે માર્ગદર્શન સુચનાઓ આપી છે. તે મુજબ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા સંચાલિત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં આવેલ ઙ્કશ્રમિક અન્નપુર્ણા યોજનાઙ્ખ અંતર્ગત કડીયાનાકા પર ૧૧૯ ભોજન વિતરણ કેન્દ્રો પર ભોજન માટે શ્રમિકોની મોટી સંખ્યા ઍકત્રિત થાય છે, જેથી શ્રમિકો અને સંસ્થાના કર્મચારીઓને કોરોના વાયરસ સામે સુરક્ષા પૂરી પાડવા તથા સાવચેતીના પગલાં રૂપે તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી શ્રમિક અન્નપુર્ણા ભોજન કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે ઍમ સભ્ય સચિવશ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...