Sunday, February 28, 2021

નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં.8મા મતદાન કરવા માટે અપીલ








નવસારી વિજલપોર નગરપાલિકા માં આજે તારીખ 28 ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં દરેકે દરેક ભાઈઓ અને બહેનો  ને મત આપવા માટે પોતે મત આપી અપીલ કરવામાં આવી એ સમૃદ્ધિ અને વિકાસ માટે પોતાના મત આપો આજે જરૂરી છે.આ ચુંટણી માં આપનું એક એક મત થી આપનો દરેક પ્રકારની સુવિધાઓ માટે પોતાના મત મુજબ નગરસેવક નો નિર્ણય કરી શકશો માટે પણ મત આપવા જોઈએ. 

Saturday, February 27, 2021

પોલીસ રક્ષક કે ....? ખેરગામ ના ASI પોલિસ ACB ના લોક આપ માં..! દુર્ભાગ્યપૂર્ણ કે શરમજનક..!







પોલીસ રક્ષક કે ....?  ખેરગામ ના ASI પોલિસ ACB ના લોકઅપ માં..! દુર્ભાગ્યપૂર્ણ કે શરમજનક..!

      નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગના અસિ.પોલિસ સબ ઇન્સ્પેક્ટર પોતાના ડોન તરીકે પ્રખ્યાત દિવાભાઈનો દીવો માં મોંઘુ તેલ રેડાયું છે.ગરીબ આદિવાસી દલિતો શોષિત પછાત વર્ગ ના મજુરો પાસે દારૂના અડ્ડાઓ માં ગોળ વપરાશ કરનારા પાસે હફતાખોર ASI પોલીસ ACB પોલીસ ના સિકંજા માં ભેરવાઈ ગયા.એમ તો ગુજરાત માં દારૂ બંદીનો કાયદો માં ગુજરાત પોલીસ કડક બંદોબસ્ત કરેલ છે.એ દારૂ બંધી આને નવસારી જિલ્લામાં ચુંટણી નો માહોલનો છેલ્લો દિવસ છે.નવસારી પોલીસ વિભાગ ના કડક બંદોબસ્તનો પર્દાફાશ થયા છે.નવસારી જિલ્લામાં દારૂ શરાબના અડ્ડાઓ જે ઠેર ઠેર પાનના ગલ્લાની જેમ ચાલે છે એનો પોલ ખુલી ગયા છે. પત્રકારો ઉપર ત્રાટકી પોલીસ વિભાગના અધિકારીઓ પાસે કદાચ આજે જવાબ પણ ન હશે.નવસારી જિલ્લામાં એસીબી દર માસે દીવાળી ના ત્યોહાર ઉજવતા હોય એમાં કોઈ શક નથી.ખરેખર ગુજરાત સરકાર ને ખરેખર ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મુકવો હોય તો એસીબી ની એક એક કચેરી દર તાલુકામાં ખોલવો જોઈએ ત્યારે ખબર પડશે કે પોલીસ અધિકારી ટુંક સમય માં અમીરીનો રાજ શું છે. જમીની હકીકત માં નવસારી જિલ્લામાં દારૂ શરાબના અડ્ડાઓ ના કેસો કરી હકીકત દર્શાવે છે.સરકાર આજે કોરોના મહામારી માં ભયંકર આર્થિક તંગી થી પસાર થઇ રહી છે.દરેક પ્રકારના સામાન્ય થી સર્વોચ્ચ સુધી મોંઘી કરવા સરકારની મજબૂરી છે.આરક્ષણ, પરમોશન થી પરમોટેડ અધિકારીઓ, સેટિંગ્સ ડોટ કોમથી આવેલ અધિકારીઓ જ મોટા ભાગે ભ્રષ્ટાચાર કરવા મા સોથી આગળ જોવા મળે છે.લોકચર્ચા મુજબ દારૂ શરાબના અડ્ડાઓના ઉદ્યોગપતિઓ  મોટા ભાગના ગરીબ આદિવાસી દલિતો શોષિત મજુર વર્ગના નજરે પડે છે.અને સરકાર એવા વર્ગના ઉત્થાન માટે દર માસે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫મા મળેલ માહિતી મુજબ એ યોજના હેઠળ પણ સરકારી અધિકારીઓ અને સફેદ વસ્ત્ર ધારી નાગરિકો મિલીભગત કરી મોટા ભાગના નાણાં ભ્રષ્ટાચાર કરે છે.અને એ પણ એસીબી વિભાગ ને સોંપવામાં આવે એવી લોકચર્ચા ચાલી રહી છે.નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.દરેકે દરેક નાગરિક પોતાની રક્ષા માટે મોટા ભાગે પોલીસ પાસે ન્યાય મેળવવા આશા રાખે છે . પરંતુ હવે પોલીસ વિભાગ જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલી હોય ત્યારે કોની પાસે અપેક્ષા રાખવો એ આજે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.કોરોના જેવી મહામારી માં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મોઘવારી દર રોજ બધી રહ્યો છે.બેરોજગારોની સંખ્યા આસમાને પહોંચી ગઈ છે.સરકારશ્રીના નાણાં વિભાગના એક પરિપત્ર મુજબ સંયુક્ત સચિવ કે તેથી ઉપર હોદ્દો ધરાવતા અધિકારી ને જ એરકંડીશન સુવિધા ઉપલબ્ધ છે ત્યારે પોલીસ વિભાગ માં ક્યાં અધિકારી નવસારી જિલ્લામાં એ હોદ્દો ધરાવતા છે ? નવસારી જિલ્લા ના મોટા ભાગે દરેક પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીઓની કચેરી માં એરકંડીશન કાર્યરત છે. ગુજરાત વિકાસ કમિશનર શ્રીના હુકમ મુજબ કચેરી કે વાહનોમાં એસી નો બિલ જે-તે કચેરી ના અધિકારીઓના વેતન માંથી વસુલ કરવામાં આવશે. અને જાગૃત નાગરિકો અને જાણકારોના મંતવ્ય મુજબ પોલીસ વિભાગ માં ચાલતી એરકંડીશન એ સરકારની તિજોરી થી જ ભરવામાં આવે છે.ભ્રષ્ટાચારની પરિભાષા પોલીસ વિભાગમાં જુદી છે કે કેમ ?હવે નવસારી જિલ્લા પોલીસ વિભાગના વડા ઉપરોક્ત બાબતોના સાથે ભવિષ્યમાં એવો બનાવ ન બને અને કાયદેસર પોલીસ વિભાગ સંવેદનશીલતા સાથે ગેરકાયદેસર એસી પોતાની કચેરી થી બહાર તત્કાલ કઢાવશે  એવી કાર્યવાહી કરશે ખરા..? એ જોવાનું બાકી રહ્યુ.

Sunday, February 21, 2021

जिस किसान का अपमान कर रहे हैं, उसी का बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है - प्रियंका गांधी


 
 जिस किसान का अपमान कर रहे हैं, उसी का बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है - प्रियंका गांधी
 उत्तर प्रदेश के  लखनउ में कांग्रेस नेता प्रियंका गांधी ने किसानों की मांग नहीं सुनने को लेकर सोमवार को सरकार पर सीधा प्रहार करते हुए किसान आंदोलन पर  कहा कि जिस किसान का आप अपमान कर रहे हैं, उसका बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है। आपको उनका अपमान करने का हक नहीं है।
केन्द्र के नए कृषि कानूनों पर कांग्रेस नेता ने कहा प्रधानमंत्री जी आपने जो यह कानून बनाया है। उससे देश का किसान  इस देश का गरीब संकट में है। रो रहा है अपना अधिकार मांग रहा है। आप उस कानून को वापस लीजिए। इन कानूनों को रद्द कीजिए। जिन्होंने आपको सत्ता दी है उनका आदर कीजिए। उनको अपमानित मत कीजिए।
विजनौर में किसान महा पंचायत को संबोधित कर रहीं गांधी ने नवंबर के अंत से जारी किसान आंदोलन के परिप्रेक्ष्य में कहा कि किसान आपके दरवाजे पर खड़ा है। उसका बेटा आपकी सीमा पर खड़ा है। जिस किसान का आप अपमान कर रहे हैं। उसका बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है।
सरकार को अहंकारी बताते हुए प्रियंका गांधी ने कहा कि नेता दो तरह के होते हैं। कुछ ऐसे होते हैं जिन्हें बहुत अहंकार हो जाता है। वह भूल जाते हैं कि उन्हें सत्ता देने वाला कौन है। देश के इतिहास में बार-बार ऐसा हुआ है जबकि नेता को अहंकार होने पर देशवासी उसे सबक सिखाते हैं। और जब देशवासी उसे सबक सिखाते हैं। तब वह शर्मिंदा होता है। वह समझता है कि उसका धर्म क्या था ?
श्रीमती सोनिया वाड्रा केन्द्र सरकार पर जनता से किए गए वादे पूरे नहीं करने का आरोप लगाते हुए कहा सात साल में जितने वादे किए सारे तोड़ दिए। छोटा व्यापारी था। उसकी कमर तोड़ दी। किसान की कमर तोड़ दी। गरीब की मदद नहीं की। केन्द्र सरकार पर पूंजीपतियों के लिए काम करने का आरोप लगाते हुए प्रियंका गांधी ने किसानों से कहा- मुझे नहीं लगता यह (प्रधानमंत्री नरेंद्र मोदी नीत सरकार) आपके लिए काम करेंगे। लेकिन मुझे आप पर भरोसा है। देश की जनता पर भरोसा है और आपसे बड़ी उम्मीद है। मुझे उम्मीद है कि आप पीछे नहीं हटेंगे। आप अपने अधिकारों के लिए लड़ेंगे और इस लड़ाई में कांग्रेस और उसका हर एक कार्यकर्ता आपके साथ है।(भाषा)
 

વાલી-વિદ્યાથીઓ ધ્યાન આપે-ખેરગામની શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોધણી રદ કરાઇ


વાલી-વિદ્યાથીઓ ધ્યાન આપે

ખેરગામની શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોધણી રદ કરાઇ

શ્રી નરનારાયણ દેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બિનઅનુદાનિત શાળા શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ, ખેરગામ જિ.નવસારી ખાતે ચાલુ વર્ષે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે કે, શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કાયમી ધોરણે રદ કરવામાં આવી છે. ચાલુ વર્ષે આ શાળામાં ધોરણ-૦ માં અભ્યાસ કરતાં નિયિમિત તેમજ રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો આ શાળામાંથી ભરી શકાશે નહિ. ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓના બોર્ડના આવેદનપત્રો ભરવાની છેલ્લી તા.૦૫/૦૩/૨૦૨૧ હોઇ, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સત્વરે આ શાળા સાથે સંકલમાં રહી અન્ય નજીકની શાળામાંથી આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા અંગેની કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો સમયમર્યાદામાં જિલ્લા શિક્ષાણાધિકારી કચેરી, નવસારીનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદામાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ન ભરાશે તો તેની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની રહેશે નહિ જેની સર્વે વાલી-વિદ્યાર્થીઓને ખાસ નોધ લેવા જણાવાયું છે.

નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એસી વાહનો અને કચેરી માં થી કઢાવવા માટે એક બીજાને ખો..! શૈક્ષણિક લાયકાત અનુભવી જવાબદાર અધિકારીની જરૂર..?

નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એસી વાહનો અને કચેરી માં થી કઢાવવા માટે એક બીજાને ખો..! RTI 
શૈક્ષણિક લાયકાત, અનુભવી, જવાબદાર અધિકારીઓની જરૂર..

            નવસારી જિલ્લા પંચાયત આજે ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે. આરટીઆઈ અધિનિયમ ૨૦૦૫ હોય કે આરસીપીએસ ૨૦૧૩ , લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ , સરકાર આજે કાયમી ધોરણે નવા નવા નિયમો ઘડી રહી છે.ગુજરાત વિકાસ કમિશનરશ્રીના હુકમનો એક વર્ષ પૂર્ણ થતા અમલવારી ન કરવો અને નવા નવા નિયમો  દર્શાવે છે કે ભ્રષ્ટાચાર અહિં ચરમસીમાએ રાજ કરી રહ્યા છે. નવસારી જિલ્લા પંચાયત માં કાયદો અમલીકરણ અધિકારીઓ નથી. ગુજરાત વિકાસ કમિશનર ગમે એ કાયદો કે હુકમ કરે નવસારી જિલ્લા પંચાયત માં છેલ્લે "ઢાંક કે તીન પાંત" જ રહેશે. સરકાર શ્રી એસી કાઢવા માટે એક વર્ષ અગાઉ પરિપત્ર કર્યો હતો.ગુજરાત રાજ્યના નાણા મંત્રાલય એ વર્ષ 2004મા સદર બાબતે એક હુકમ કરેલ છે. પરંતુ આજ સુધી એનો કોઈ અમલવારી થયેલ નથી.નવસારી જિલ્લા પંચાયતના જાહેર માહિતી આધિકારી દરેક મુદ્દે સુપ્રિમ કોર્ટના કાયદા મુજબ છટકબારી કરતાને ખબર નથી કે દરેક કચેરી અને વાહનો માં એસી માર્ગ અને મકાન દ્વારા લગાડવામાં આવેલ નથી. પોતાની કચેરીમાં એસી કોન લગાવી ગયા અને હવે કઢાવશે કોણ..?  
            આરટીઆઈ આજે છેલ્લા ચાર માસથી એક બીજા કચેરી માં અટવાઈ રહી છે. દરેક મુદ્દે સુપ્રીમ કોર્ટના કાયદો બતાવનાર અધિકારીની કચેરી માં પણ ગૈરકાયદેસર એસી ચાલી રહી છે.અને હિસાબ રાખનાર અધિકારી એસી કઢાવવા બદલે વીજવાયર છુટો કરાવી સરકાર ઉપર મહેરબાની કરી હોય એવો માહિતી આપેલ છે. સદર બાબતેનીમાં જાણકારોના મંતવ્ય મુજબ  ખરેખર નવસારી જિલ્લા પંચાયતના સર્વોચ્ચ અધિકારી જેની તમામ કાયદાઓના પાલન કરાવવાની કાયદેસર જવાબદારી છે. એની સક્ષમતા અને હુકમનો પાલન ન કરાવી શકતા ઉપર સવાલિયા નિશાન સાથે અનેકો આક્ષેપનો ચર્ચા ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી જણાવ્યું છે કે અમો કોઈ કચેરી માં એસી લગાવી નથી.છતા દરેક કચેરીઓ માં એસી કેવી રીતેે ચાલે  છે? અધિકારીઓ પોતાની ખર્ચે લગાવી નથી. મોટા ભાગના કચેરી માં એસી  છે.એનો બિલ સરકારની તિજોરી થી ભરાય છે. સરકારની કચેરી માં આજે દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ફક્ત ગેરકાયદેસર એસી દ્વારા કરવામાં આવે છે. નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓની કચેરી માં એસી કેવી રીતે આવી ? 
        નવસારી જિલ્લા પંચાયત માં તાલુકા પંચાયત કચેરી આરોગ્ય વિભાગ,હિસાબી અધિકારી, માર્ગ અને મકાન,નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ,તાલુકા વિકાસ અધિકારીઓ,તલાટી કમ મંત્રીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી સાથે તમામ સરપંચ શ્રીઓ ,દરેક વિભાગના પ્રમુખશ્રીઓની કચેરી માં એસી ગેરકાયદેસર છે કે કાયદેસર? એની માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી આપવા માટે અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે. ૩૦ દિવસ પછી માહિતી વિના મૂલ્યે આપવા બાબતનો કાયદો અધિકારીઓને ખબર નથી કેવી રીતે માની શકાય. અહિં અધિકારીઓ પોતાના કાયદો ઘડી રહ્યા છે. વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકાર આજે નવસારી જિલ્લા પંચાયત માં એક જુમલો છે.નવસારી જિલ્લા પંચાયત માં આજે ૨૧વી સદી માં એક ડિજિટલ હાજરી પુરવાની મશીન નથી. કરોડો રૂપિયાનો ફંડ સરકાર શા માટે આપી રહી છે ? ગુજરાત સરકાર આજે કોરોના જેવી મહામારી થી ભયંકર તંગી માં પસાર થઈ રહી છે.અને અહિં અધિકારીઓ પોતે પોતાના માલિક સમજી ગયા છે.એક સામાન્ય હિસાબી અધિકારી કચેરી માં પોતાની કચેરી માં થી એસી કઢાવવા બદલે વીજવાયર છુટો કરી કાયદો ઘડે છે.લોકચર્ચા મુજબ અધિકારીઓ દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચારનો બિલ એમના દ્વારા પાસ કરવામાં આવે છે. જેથી એની સામે આજે સર્વોચ્ચ અધિકારી પણ હિંમત દાખવી શકે નહીં. 
                નવસારી જિલ્લા પંચાયત માં  દરેક તાલુકાના  અધિકારીઓ અને મોટા ભાગના એની તાબા હેઠળના સામાન્ય તલાટીઓ  આજે એસીની સૂવિધા માં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. પરંતુ અહિં નવસારી જિલ્લા પંચાયતના સર્વોચ્ચ અધિકારીઓને સરકાર શા માટે વેતન સાથે રાજાશાહી સુવિધાઓ આપે છે. નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈ પણ એસીની સુવિધા આપવામાં આવેલ નથી. ત્યારે તલાટી થી જિલ્લા વિકાસ અધિકારી સુધી એના સમકક્ષ ક્યા અધિકારી છે? આજે સરકારની આર્થિક તંગી માં એમના જ અધિકારીઓ કાયદેસર જવાબદાર છે. સરકારના હુકમનો અમલવારી તત્કાલ કરાવવા માટે નવસારી જિલ્લા પંચાયત માં આજે શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીઓની તત્કાલ જરૂર છે. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રી ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોંઘ લઈ પોતાના હુકમનો પાલન કરાવી શકશે કે કરાર આધારિત આઇએએસની સરકાર માં ભવિષ્ય માં નોંધણી રદ્દ ન થાય તેથી સમય પસાર કરશે એ જોવાનું બાકી રહ્યું.ગુજરાત વિકાસ કમિશ્નર શ્રીની કચેરીમાં સદર પરિપત્ર મુજબ માહિતી માગવામાં આવેલ છે. હવે જવાબ આપશે કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ જેમ તબ્દીલ કરશે એ આવનાર સમય જ કહી શકશે.
     નવસારી જિલ્લા પંચાયત માં વહીવટી અધિકારીઓ તપાસ અધિકારીઓ અને સૌથી સર્વોચ્ચ અધિકારીઓ કાયદા કાનૂન વ્યવસ્થા માં કોઈ રસ નથી ધરાવતા. ત્રણ કિમી. નજીક નવસારી માં ગોચરની જમીન માં બાંધકામ દૂર કરવા માટે તારીખ પર તારીખ આપી રહ્યા છે. ભ્રષ્ટાચારની ફરિયાદ ઉપર તપાસ કરી કાર્યવાહી કરવા માટે કોની રાહ જોઈ રહ્યા છે. લોકચર્ચા અને જાણકારોના મંતવ્ય અહિં લખી શકાય નહીં. નવસારી જિલ્લા પંચાયત માં મજુરો આદિવાસી, ગરીબો ના શોષણ કરવામાં આવે છે. ફરિયાદની રાહ કેમ જોવા મા આવે છે એ સમજવો અઘરૂ છે. ચારથી છો હજાર રૂપિયા વેતન પામનાર કર્મચારી હોય કે મજુર એ મજૂર નથી મજબૂર હોય છે. શાસન માં ભણતરની જરૂર નથી એટલે પ્રશાસન માં અતિ આધુનિક શિક્ષણ અને અનુભવી અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે.ભારતીય સંબિધાન મુજબ દરેક નાગરિક પાસે દરેક સત્તા અધિકારીઓ પાસે હિસાબ માગવાનો અને દરેક મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ મેળવાનો અધિકાર છે એ અધિકારીઓ આજે કેમ ભુલી ગયા છે. આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર આજે આર્થિક તંગી માં છે.દરેકે દરેકને સહકાર વગર  વિકાસ અને પારદર્શક સમૃદ્ધતા ફરીથી આવી શકે નહિ. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર બાબતે કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનુ બાકી રહ્યુ.

Friday, February 19, 2021

નવસારી જિલ્લામાં નૂડા વિભાગ ના ઈજનેરો ની કામગીરી કાબીલે તારીફ કે....! વર્ક ફ્રોમ હોમની ભવ્ય શરૂઆત ... જવાબદાર અધિકારીઓ કે બાપુ દર્શન...?





નવસારી જિલ્લામાં નૂડા વિભાગના ઈજનેરોની કામગીરી કાબીલે તારીફ કે....! 
વર્ક ફ્રોમ હોમની ભવ્ય શરૂઆત ...
જવાબદાર અધિકારીઓ કે બાપુ દર્શન...?

                             નવસારી જિલ્લામાં આજે નવસારી વિજલપોર નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત , નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ હોય કે વગર પરવાનગી બાંધકામ કરનાર બિલ્ડરો . આજે દરેકે દરેક વિભાગ ના સામાન્ય ઈજનેર થી સર્વોચ્ચ અધિકારી સુધી રાતો રાતે કરોડપતિ બનવા ઈચ્છે છે. પરંતુ મોંઘવારી બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીનો જમાનો છે.રોજે રોજ નવી નવી સુવિધાઓ આવી જાય છે. એ ખરીદવા માટે ભ્રષ્ટાચાર સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. અને એ બધી સુવિધાઓ દરેકને જોઈએ છે. જેથી આજે કોઈ પણ સંજોગોમાં એ છોડી ન શકાય. જેથી દરેક કર્મચારી હોય કે અધિકારી પાસે એના સિવાય કોઈ વિકલ્પ નથી. અને ભ્રષ્ટાચારને સરકાર હવે એફીડેવિટ કરી શિષ્ટાચાર કરી દેવા જોઈએ. મોટા ભાગે જેને જ્યાં મોકો મળે ત્યાં એ રોકડી કરી લે છે. પરંતુ આજે મીડિયા હોય કે સોશિઅલ મીડિયા બિલ્ડરો અધિકારીઓનો એક માથાનો દુઃખાવો થઈ ગયુ છે. અને ઉપરી અધિકારીઓ માટે એ વરદાન સ્વરૂપ છે. નવસારીના ઇજનેરોના ભ્રષ્ટાચાર  હાઈ ઓથોરિટી માટે એક કમાણીનો સાધન છે. અને મીડિયા કોઈ પણ ખર્ચ વગર વાતમીદાર. અને ભ્રષ્ટાચાર એ ઐતિહાસિક છે એ આજે નવો નથી.પરંતુ હવે "બાત નિકલી હૈ તો આગે તક જાયેગી" નવસારી જિલ્લામાં મોટા ભાગના બાંધકામ અધિકારીઓની પરવાનગી એના દેખરેખમાં જ બંધાય છે. ઈજનેરો આજે શોભાના ગાંઠીયા સમાન છે. તપાસ કરવા પછી એની ફરિયાદ કોન સાંભળશે..? ઈજનેરોને બલીના બકરો બનાવવા મા આવે છે.તપાસ કરીને રિપોર્ટ કાયદેસર જ લખવા એના બદલે માસ્તરની જેમ મારે પણ નહીં ભણાવે પણ નહીં.બધા જ ઈમાનદાર કહેવામાં ફાયદો છે. 
                      નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર આકારણી સામે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ ૧૯૭૬ ના કાયદા મુજબ રિમોવ કરવો પુરાવા છતા નવસારી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓની કામગીરી એનો જીવંત પુરાવો આજે પણ રાહ જોઈ રહ્યો છે.નવસારી જિલ્લા માં આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર દરેક વિભાગ માં ચાલી રહ્યો છે. અનેદરેક અધિકારી એક બીજા ઉપર ધોળી છટકબારી કરી રહ્યા છે.
                  નવસારી જિલ્લામાં નૂડાના સદર કાબીલે તારીફ કામગીરી વર્ક ફ્રોમ હોમના કામો નવસારી જિલ્લાના સમાહર્તા જે સદર વિભાગના પણ વડા છે કાયદેસર તપાસ પોતે કરાવશે કે લોક ચર્ચા મુજબ ત્રણ અક્ષર આરએસી અને આરએસી સાહેબ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા અધિકારી નવસારી વિજલપોર નગરપાલિકાની જેમ એજ અધિકારી પાસે વિનંતી પત્ર આપી પોતાના કામગીરી પૂર્ણ માની છુટકારો લેશે એ જોવાનું બાકી રહ્યું...

Sunday, February 14, 2021

અસંગઠિત સંસ્થાઓ ,મજુરો,કર્મચારીઓ,સિક્યુરિટી ગાર્ડો,આદિવાસી મહિલાઓ,કરાર આધારિત ,અન્ય એજન્સીઓ મારફતે નિમણુંક થયેલ કર્મચારીઓ અને મજુરો માટેના કાયદાઓ ...

          અસંગઠિત સંસ્થાઓ ,મજુરો,કર્મચારીઓ,સિક્યુરિટી ગાર્ડો,આદિવાસી મહિલાઓ,કરાર આધારિત ,અન્ય એજન્સીઓ મારફતે નિમણુંક થયેલ કર્મચારીઓ અને મજુરો માટે ના કાયદાઓ

                    સંકલન:- ડો.આર.આર.મિશ્રા

 નાગરિક અધિકાર પત્ર




સત્તાના જોરે ઔઘોગિક શાંતિ પ્રસ્થાપિત કરવી શક્ય નથી. કાયદા અનુસાર કાર્ય કરીને જ ઔઘોગિક શાંતિ સ્થાપિત કરી શકાશે, એનીય ખાતરી નથી. માત્ર સામાજિક ન્યાય દ્વારા જ તે સ્થાપી શકાશે. કામદારે પોતે જ પોતાની ફરજ સમજવી જોઇશે. કામ ટાળવાની વૃત્તિ છોડવી પડશે. માલિક વાજબી વેતન આપે એનુ નામ જ શોષણખોરીનો અંત અને કામ કરવા સગવડભરી પરિસ્થિતિનું નિર્માણ કરવું એનું જ નામ કામદાર.
કલ્યાણ. સરકાર અને સમાજે સારા ઔઘોગિક સંબંધો માટે કાળજી લેવી જોઇએ. આ સાર્વજનિક કાર્ય છે, માત્ર માલિક અને કામદારો વચ્ચેનો કરાર નથી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર


.

પ્રસ્તાવના

.

હેતુ

.

કાર્યપધ્ધતિ

.

અધિકારો અને અપેક્ષાઓ

.

સરકારી શ્રમ અધિકારીની શ્રમ કાયદાઓ અંર્તગત સત્‍તા અને ફરજો.

.

મદદનીશ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો

.

નાયબ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્તા અને ફરજો

.

અધિક શ્રમ આયુકત, ગુજરાત રાજ્યની શ્રમ કાયદાઓ અંર્તગત સત્તાઓ અને ફરજો.

.

શ્રમ આયુકત, ગુજરાત રાજયની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો

નાગરિક અધિકારપત્ર

પ્રસ્તાવના

લોકશાહી એટલે લોકો માટેની સરકાર. નાગરિકોને રાજયના વહીવટતંત્ર પાસેથી સેવા મેળવવાનો હકક છે. કયા કામ માટે કોની પાસે જવું, કેમ અરજી કરવી, કેમ ફરિયાદ નોંધાવવી વગેરે બાબતોમાં નાગરિકો ઠીક-ઠીક મુંઝવણમાં હોય છે. વળી, ધણીખરી વહીવટી કામગીરીઓ માટેના લધુત્તમ સમયમર્યાદા નકકી થયેલી છે. એટલી સમય મર્યાદામાં કામ ન થાય તો નાગરિકે ઉપરી અધિકારી સમક્ષ રજુઆત કરવી જોઇએ. પરંતુ જયારે એને આ બધી બાબતોની જાણ હોય ત્યારે જ નાગરિક રજૂઆત કરી શકે લોકશાહીમાં આ બધી જાણકારી દરેક નાગરિકને પ્રાપ્‍ત થવી જોઇએ. આવી માહિતી આપતા દસ્તાવેજને નાગરિક અધિકારપત્ર કહી શકીએ.
ર૪મી મે ૧૯૯૭ને દિવસે વડાપ્રધાનશ્રી અટલબિહારી બાજપાઇના પ્રમુખ સ્થાને મુખ્યમંત્રીશ્રીઓની પરિષદ મળી તેમાં એવું નકકી કરવામાં આવ્યું કે અસરકારક અને જવાબદાર વહીવટ માટે પગલા લેવાની તાત્કાલીક જરૂર છે. ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્ઠાએ વહીવટી તંત્રના આવશ્યક ગુણો છે. વહીવટી તંત્રની દક્ષતા અને શુધ્ધતા માટે નાગરિક સભાનતા જરૂરી છે. જો નાગરિકને કાર્યવિધિઓની, એ માટે જરૂરી કાગળો / અરજીઓની અને એ માટે નિયત થયેલ સમયની જાણકારી હોય તો દક્ષતા અને શુધ્ધતા બંન્ને હેતુઓ કરી શકે.
આમ અધિકારોના પાયામાં નાગરિકની જાણકારી અને સજજતા રહેલી છે. નાગરિક અગર પોતાના અધિકારો જ જાણતો ન હોય તો તંત્ર પાસેથી યોગ્ય અને સમયબધ્ધ કામગીરી નહી કરાવી શકે. એની આવી જાણકારી અને સજજતાનો પાયે અધિકાર પત્ર નાગરિકને તંત્ર સાથેના વ્યવહારમાં એના અધિકારની જાણ કરતો આ પત્ર લોકશાહી સમાજને માટે પાયાનો દસ્તાવેજ છે.
આ અધિકારપત્રની વિગતોની જાણકારી વધુ ને વધુ નાગરીકો સુધી પહોંચે તેમાં સંચાર માધ્યમોએ પણ ફાળો આપવો જરૂરી છે. માધ્યમો આ અધિકારપત્રની વિગતો નાગરીકો સુધી પહોંચાડી શકે. નાગરિકોના અધિકારોની જાણ કરતા ટી.વી.કાર્યક્રમો, શેરી નાટકો, વાર્તાઓ સુધ્ધાં બની શકે. જાગૃત નાગરિક જ પારદર્શક અને શુધ્ધ વહીવટની ગેરંટી છે. આ અધિકારપત્ર થકી જ નાગરિક જાગૃત અને સજજ બનશે.

હેતુ

નાગરીકોની રજુઆતનો ઝડપી અને ન્યાયપુર્ણ નિકાલ, નાગરિકો સાથે મિત્રતાપુર્ણ વ્યવહાર, વહીવટમાં પારદર્શકતા અને પ્રમાણિકતા. 

કાર્યપધ્ધતિ


૧. દરેક અરજદારને તેમની અરજીની પહોંચ આપવામાં આવશે અને તેના પ્રશ્નો ના નિકાલ અંગેનો તબકકો અને સમય-મર્યાદા પણ જણાવવામાં આવશે.

.

ર. દરેક પ્રકારની રજુઆતના નિકાલ માટે ચોકકસ સમય-મર્યાદા નકકી કરવામાં આવે છે.

.

૩. જુદા જુદા નિર્ણયો લેવા માટેના માપદંડો જાહેર કરવામાં આવશે

.

૪. કોઇપણ વિષય ઉપરની તમામ માહિતી અપવાદરુપ કિસ્સાઓ સિવાય અરજદારને પૂરી પાડવામાં આવશે.

.

પ. નાગરીકો તથા અરજદારોના સુચનોને આવકારવામાં આવશે.

.

૬. અધિકારપત્ર ફકત વહીવટી માર્ગદર્શક સુચનાઓ છે. પરંતુ તેનો ચુસ્ત અને પ્રમાણીક અમલ એ શ્રમ વિભાગ માટે એક પ્રતિબધ્ધતા છે.


અધિકારો અને અપેક્ષાઓ

.

૧. તમામ કચેરીઓ કામકાજના દિવસોમાં સમયસર સવારે ૧૦.૩૦ - ૧૮.૧૦ સુધી ખુલ્લી રહે છે.

.

ર. કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે.

.

૩. કોઇપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે કચેરીના વડાંને રજુઆત કરી શકે છે.

.

૪. વહીવટીતંત્રને જુદી જુદી રજુઆત માટે જણાવેલ પુરાવાઓ- દસ્તાવેજો, વિગતો સયમસર આપવી રજુઆતના ઝડપી નિકાલ માટે જરૂરી છે.

.

પ. લેવાયેલ નિર્ણયોની સ્પષ્ટ કારણોસર જાણ અરજદારને કરવામાં આવશે.

.

૬. પત્રવ્યવહારની ભાષા સરળ અને વિવેકપુર્ણ રહેશે.

.

૭. વહીવટીતંત્રમાં જરૂરી સુધારા અને કર્મચારીઓના વર્તન અંગેની ફરિયાદો ઉપર ત્વરીત ધ્યાન અપાશે.

.

૮. ટેલીફોન, ફેકસ, ઉપર મળેલા સંદેશાઓ ઉપર પણ જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.

.

૯. સર્વ કર્મચારીઓ- અધિકારીઓ પ્રમાણીકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણુંક- બદલી અંગે બાહય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

.

૧૦. નકકી થયેલ કાયદા-નિયમો વિરૂધ્ધ વહીવટતંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહયરીતે દબાણનાં પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

.

૧૧. નાગરિક સંસ્થાઓ લોક ફરિયાદના નિરાકરણ માટે ગોઠવેલી આ વ્યવસ્થામાં સમયાંતરે સૂચનો કરી શકશે.

.

૧ર. અરજદારો - સંસથાઓ તથા જિલ્લાના અન્ય ખાતાના અધિકારીઓ-પદાધિકારીઓ અધિકાર પત્રની બાબતોના અમલમાં સહકાર આપશે.


સરકારી શ્રમ અધિકારીની શ્રમ કાયદાઓ અંર્તગત સત્‍તા અને ફરજો.

.

૧. જિલ્લા સરકારી શ્રમ અધિકારી નીચે જણાવેલ મજૂર કાયદાઓના અમલીકરણ અંગેની કામગીરી કરે છે. અને આ માટે પ્રત્યેક માસે ૩૦ સંસ્થાઓ-એકમોની નીચે જણાવેલ મજૂર કાયદા અન્વયે નિરીક્ષણ કરે છે.


૧)

લધુતમ વેતન ધારો, ૧૯૪૮

ર)

કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, ૧૯૭૦

૩)

આંતરરાજય સ્થળાંતરિત કામદાર અધિનિયમ, ૧૯૭૯

૪)

બોનસ ચૂકવણી ધારો, ૧૯૬પ

પ)

ગ્રેજયુટી ચુકવણી અધિનિયમ, ૧૯૭ર

૬)

બાળકામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬

૭)

સમાન વેતન અધિનિયમ, ૧૯૭૬

૮)

બીડી સિગાર અધિનિયમ, ૧૯૬૬

૯)

મોટર ટ્રાન્સપોર્ટ અધિનિયમ, ૧૯૬૧

૧૦)

વ્યવસાયી પત્રકારો અધિનિયમ, ૧૯પપ

.

ર) વિવિધ મજૂર કાયદાના ભંગ અંગે મળેલ ફરિયાદ અરજીના નિકાલ અંગેની કામગીરી.

.

૩) ૩૦ કરતાં ઓછા કામદારો રોકતી સંસ્થાઓમાં ઔધોગિક વિવાદના સમાધાન અધિકારી તરીકેની કામગીરી.

.

૪) ઉદ્‍ભવેલ મજૂર પરિસ્થિતિમાં ત્વરીત દરમ્યાનગીરી અને તાત્કાલીક અહેવાલ કરવા અંગેની કામગીરી.

.

૫) લધુત્તમ વેતન અધિનિયમ,૧૯૪૮ની અનુસુચિમાં દર્શાવેલ અસંગઠીત ક્ષેત્રના વ્યવસાયોમાં ત્થા ભારત સરકારે તારવેલા અસંગઠીત ક્ષેત્રના વ્યવસાયો પૈકીના કોઇપણ વ્યવસાયોમાં ૧૦(દશ) મુલાકાતો લઇ જયાં લધુત્તમ વેતન ધારો,૧૯૪૮ લાગુ પડતો હોય ત્યાં તેનો અમલ કરાવવાની ફરજો.

.

૬) લધુત્તમ વેતન દર નિયત થયેલ ન હોય તેવા અસંગઠીત ક્ષેત્રના વ્યવસાયોમાં સામાજીક સુરક્ષા યોજનાઓ જેવીકે જનશ્રી વીમા યોજના,શ્રમીક સુરક્ષા યોજના, ત્થા ગંભીર અને અસાધ્ય રોગોમાં તબીબી સહાયની યોજનાઓનો બહોળો પ્રચાર કરવો તેનો લાભ મહત્તમ સંખ્યાના શ્રમયોગીઓ લે તે માટે પ્રયત્નો કરવાની ફરજો.

.

૭) અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગીઓને વિવિધ શ્રમ કાયદાઓ હેઠળ મળવાપાત્ર લાભોનું જ્ઞાન થાય તે માટે માસીક ૩(ત્રણ) કાર્યશીબીરોનું આયોજન તાલુકા કક્ષાએ કરવાની ફરજો.

.

૮)ધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ, ૨૦૦૫ અન્વયે માહિતી અધિકારી અને મદદનીશ માહિતી અધિકારી તરીકેની કામગીરીની ફરજ

.

૯) સમાન વેતન અધિનિયમ,૧૯૭૬ ની કલમ (૭) અન્‍વયે અસમાન વેતનની ફરીયાદોના નિકાલ માટેની અર્ધન્‍યાયીક સત્‍તા.

.

૧૦) શ્રમ વિભાગ ધ્‍વારા જાહેર કરાયેલા સ્‍વયં પ્રમાણીકરણ સહ સંકલીત વાર્ષિક પત્રક યોજનાનો પ્રચાર કરી વધારે સંસ્‍થાઓ આ યોજનામાં જોડાય તેવા શુભ નિષ્‍ઠાથી પ્રયત્‍નો કરવાની ફરજ.

.

૧૧) લઘુતમ વેતન અધિનિયમ,૧૯૪૮ આંતર રાજય સ્‍થળાંતરીત કામદાર અધિનિયમ,૧૯૭૯, કોન્‍ટ્રેકટ લેબર એકટ,૧૯૭૦, બાળ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, ૧૯૮૬ તથા મોટર ટ્રાન્‍સપોર્ટ વર્કસ એકટ, ૧૯૬૧ હેઠળ ફોજદારી કેસો મંજુર કરી દાખલ કરવાની સત્‍તા.(સરકારી, સ્‍થાનીક સ્‍વરાજની, અર્ધ સરકારી સંસ્‍થાઓ વગેરે સિવાય)

.

૧૨) શ્રમ કાયદાઓના ભંગ બદલ કસુરવાર સંસ્‍થાઓ સામે કેસો દાખલ કરવા તથા ફોજદારી કેસો દાખલ કરવા તથા આવા કેસોમાં ફરિયાદી તરીકે હાજર રહી સરકાર પક્ષે બચાવ સંબંધી તમામ આનુસાંગિક કામગીરી કરવાની ફરજ.


મદદનીશ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો

.

૧) નોકરીમાં પુનઃસ્થાપન અંગેની ઔધોગિક વિવાદ અધિનિયમની કલમ-૧૦(૧) હેઠળની વ્યકિતગત ફરિયાદ અરજીઓનાં નિકાલ અંગેની કામગીરી.

.

ર) ગ્રેજયુટી ચુકવણી અધિનિયમ, ૧૯૭ર હેઠળની ગ્રેજયુટી અરજીઓની નિકાલ અંગેની નિયંત્રણ અધિકારી તરીકેની કામગીરી.

.

૩) ૩૦ કરતાં વધુ કામદારો રોકતી સંસ્થાના કિસ્સામાં ઔધોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ હેઠળના ઔધોગિક વિવાદના નિકાલ માટે સમાધાન અધિકારી તરીકેની કામગીરી.

.

૪) મુંબઇ આધોગિક સંબધક અધિનિયમ, ૧૯૪૬ હેઠળ સમાધાનકાર તરીકેની કામગીરી.

.

પ) ઔધોગિક સ્થાયી હુકમો અધિનિયમ, ૧૯૪૬ હેઠળ પ્રમાણિત અધિકારી તરીકેની કામગીરી.

.

૬) કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, ૧૯૭૦ હેઠળની રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેની અરજીઓના નિકાલની કામગીરી.

.

૭) આંતરરાજય સ્થળાંતરીત કામદાર અધિનિયમ, ૧૯૭૯ હેઠળની રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેની અરજીઓના નિકાલની કામગીરી.

.

૮) ૧૦૦ કે તેથી વધારે શ્રમયોગીઓને અસર કરતી શ્રમ પરિસ્થિતિમાં દરમ્યાનગીરી કરી તેનો અંત આવે તેવા પ્ર¬યત્નો કરવાનું તેમજ જીલ્લાની ઔધોગિક શાંતિ જળવાઇ રહે અને ઓછા માનવદિનનું નુકશાન થાય તે અંગે પુરતા ¬પ્રયત્નો કરવાની ફરજ છે.

.

૯) ધી મોટર ટ્રાન્સપોટ વર્કસ એકટ, ૧૮૬૧ની કલમ-૪(ર) હેઠળ નોંધણી માટેના નોંધણી અધિકારી તરીકેની સત્‍તા ધરાવે છે.

.

૧૦) બી.આઇ.આર એકટ, ૧૯૪૬ની કલમ-૫(ર) હેઠળ જાહેર કરાયેલ મદદનીશ રજીસ્ટાર તરીકેની સત્‍તા ધરાવે છે

.

૧૧) સરકારી શ્રમ અધિકારીઓએ અસંગઠીત ક્ષેત્રના વ્યવસાયોમાં કરેલ નિરીક્ષણોના ૨૫ ટકા નિરીક્ષણોની ચેક વીઝીટ કરવી તેમજ સંગઠીત ક્ષેત્ર પૈકી ૧૦ ટકા નિરીક્ષણોની ચેક વિઝીટ કરવાની ફરજ.

.

૧૨) સરકારી શ્રમ અધિકારીઓએ યોજેલ કાર્ય શબીરો,મીટીંગો તથા અન્ય કામગીરી અંગે દેખરેખ રાખવાની ફરજ

.

૧૩) ધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ, ૨૦૦૫ અન્વયે જીલ્‍લા કક્ષાએ એપેલેટ અધિકારી/માહિતી અધિકારી તરીકેની કામગીરી.

.

૧૪) શ્રમ કાયદાઓના અમલીકરણ માટે તમામ શ્રમ કાયદાઓ હેઠળ નિરીક્ષક તરીકેની સત્‍તા.

.

૧૫) સમાન વેતન અધિનિયમ,૧૯૭૬ અન્‍વયે અસમાન વેતનના કિસ્‍સામાં એપેલેટ ઓથોરીટીની સત્‍તા.


નાયબ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્તા અને ફરજો

.

૧) નાયબ શ્રમ આયુકત તેમના કાર્યક્ષેત્રના સરકારી શ્રમ અધિકારી અને મદદનીશ શ્રમ આયુકતની શ્રમ કાયદાઓના અમલીકરણ તથા વહીવટી બાબતોની કામગીરી ઉપર દેખરેખની સત્તા.

.

ર) ૧૦૦ કે તેથી વધારે કામે રાખતી સંસ્થાઓમાં શ્રમયોગીઓને ઔધોગિક વિવાદ અધિનિયમ ૧૯૪૭ હેઠળ કલમ-૨૫ (એમ) હેઠળ લે-ઓફ આપવાની કે કલમ-૨૫ (એન) ની જોગવાઇ હેઠળ છટણીની પરવાનગી આપવી કે ન આપવા બાબતની સત્તા.

.

૩) ધ પેમેન્‍ટ ઓફ ગ્રેજયુઇટી એકટ, ૧૯૭ર ની કલમ-૭(૭) હેઠળ નિયંત્રણ અધિકારીના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારની અપીલની સુનાવણી કરી યથાયોગ્‍ય ચૂકાદો આપવા અંગે એપેલેટ ઓથોરીટી તરીકેની સત્તા.

.

૪) ઔધોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ હેઠળ કલમ-૧૦ અન્‍વયે ૧૦૦ થી ઓછા શ્રમયોગીઓને કામે રાખતી સંસ્થા સામે ઉપસ્થિત થયેલ ડીમાન્ડ કેસોના રેફરન્સની તથા કોઇપણ સંસ્‍થા સામે ઉપસ્‍થિત થયેલ વ્‍યક્તિગત ડીમાન્‍ડ કેસોના રેફરન્‍સની સત્તા.

.

૫) શ્રમ પરિસ્થિતિના કિસ્સામાં દરમ્યાનગીરી કરી ઉકેલ લાવવાની ફરજો.

.

૬) ધી ટ્રેડ યુનિયન એકટ, ૧૯૨૬ ની કલમ-૩ હેઠળ નાયબ નોધણી અધિકારી તરીકેની જીલ્‍લા પૂરતી સત્તા તથા સમગ્ર રાજ્યમાં કાર્યરત હોય તેવા મંડળની નોંધણી માટે નાયબ નોંધણી અધિકારી તરીકેની સત્તા વડી કચેરી ખાતે ફરજ બજાવતાં નાયબ શ્રમ આયુકતશ્રીને છે.

.

૭) વડી કચેરી ખાતે કાર્યરત સંબંધિત નાયબ શ્રમ આયુકતશ્રીને લધુત્તમ વેતનધારા ૧૯૪૮ હેઠળ દર છ માસે ખાસ ભથ્‍થુ નક્કી કરી જાહેર કરવા અંગેના સક્ષમ અધિકારી તરીકેની જવાબદારી બજાવવાની રહે છે.

.

૮) ધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ, ૨૦૦૫ ની કલમ હેઠળ વિભાગીય કક્ષાએ એપેલેટ અધિકારી તરીકેની સત્તા અને વડી કચેરી ખાતે જાહેર માહિતી અધિકારી તરીકેની સત્તા.

.

૯) વડી કચેરી ખાતે કાર્યરત સંબંધિત નાયબ શ્રમ આયુકતશ્રી ઔધોગિક વિવાદ અધિનિયમ-૧૯૪૭ ની કલમ ૪ હેઠળ એક કરતાં વધારે જીલ્‍લામાં કાર્યરત હોય તેવી સંસ્‍થાઓ માટેના સમાધાન અધિકારીની સત્તા.

.

૧૦) શ્રમ વિભાગ ધ્‍વારા જાહેર કરાયેલ સ્‍વયં પ્રમાણિકરણ સહ સંકલિત વાર્ષિક પત્રક યોજનાનો પ્રચાર કરી વધારે સંસ્‍થાઓ આ યોજનામાં જોડાય તેવા શુભ નિષ્‍ઠાથી પ્રયત્‍નો કરવાની ફરજ.


અધિક શ્રમ આયુકત, ગુજરાત રાજ્યની શ્રમ કાયદાઓ અંર્તગત સત્તાઓ અને ફરજો.

.

૧) રાજયના શ્રમ પાંખના અધિકારીઓ પર વહીવટી દેખરેખ તથા શ્રમ કાયદાઓના અમલીકરણની ફરજો.

.

ર) રાજય કક્ષાએ વિસ્તરેલ અને એક કરતાં વધારે જીલ્‍લામાં કાર્યરત હોય એવી સંસ્થાઓ કે જે કોન્ટ્રેકટ કામદારો કામે રાખતી હોય તેવી સંસ્થાઓના રજીસ્ટ્રેશનની તથા કોન્ટ્રાકટરોના લાયસન્સ લેવા માટેના રજીસ્ટ્રેશન અને લાયસન્સીંગ ઓફિસર તરીકે કોન્‍ટ્રાકટ લેબર (નિયમન અને નાબુદી) ૧૯૭૦ ની અનુક્રમે કલમ-૭ અને કલમ-૧૨ હેઠળ સત્તા ધરાવે છે.


૩) બીડી અને સિગાર એકટ, ૧૯૬૬ ની કલમ-૬ હેઠળ મુખ્ય નિરીક્ષક તરીકેની સત્તા ધરાવે છે.


૪) મુંબઇ ઔધોગિક સબંધ અધિનિયમ, ૧૯૪૬ હેઠળ મુખ્ય સમાધાનકાર તરીકેની સત્તા ધરાવે છે.


પ) ધી મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ એકટ, ૧૯૬૧ ની કલમ-૪ હેઠળ મુખ્ય નિરીક્ષકની સત્તા ધરાવે છે.


૬) તમામ શ્રમ કાયદાઓ હેઠળ નિરીક્ષક તરીકેની સત્તા ધરાવે છે.


૭) મહત્વની ઔધોગિક સંસ્થાઓમાં શ્રમ પરિસ્થિતિમાં તાત્કાલીક દરમ્યાનગીરીની ફરજો.

.

૮) ધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એકટ, ૨૦૦૫ અન્‍વયે વડી કચેરી કક્ષાએ એપેલેટ અધિકારી તરીકેની ફરજો.

.

૯) ઔધોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ની કલમ-૩૬ હેઠળ મજૂર અદાલત/આધોગિક ન્‍યાયપંચે આપેલ ચુકાદા કે પક્ષકારો વચ્‍ચે થયેલ સમાધાનના અમલીકરણના અર્થઘટન અંગેના વિવાદો અંગે પક્ષકારોને સાંભળી જરૂર જણાયે અમલીકરણના અર્થઘટન માટે મજૂર અદાલત/ઔધોગિક ન્‍યાયપંચને સુપરત કરવાની કામગીરીની સત્તા.


શ્રમ આયુકત, ગુજરાત રાજયની શ્રમ કાયદાઓ અંતર્ગત સત્‍તા અને ફરજો

.

૧)રાજયના શ્રમ આયુકતશ્રી શ્રમ પાંખના તથા બોયલર પાંખના વડા છે અને બન્ને પાંખ ધ્‍વારા અમલ કરાવવામાં આવતા શ્રમ કાયદાઓની, અમલીકરણની કામગીરી ઉપર તથા વહીવટી કામગીરી ઉપર દેખરેખ રાખવાની સત્‍તા ધરાવે છે.

.

ર) ઔધોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ની કલમ ૨૫(ઓ)ની જોગવાઇઓ અન્વયે ૧૦૦ કે તેથી વધારે કામે રાખતી ઔધોગિક સંસ્થાઓને ઔધોગિક એકમ બંધ કરવાની પૂર્વ પરવાનગી આપવી કે ન આપવા બાબતની સત્‍તા ધરાવે છે.

.

૩) ઔધોગિક વિવાદ અધિનિયમ ,૧૯૪૭ની કલમ-૧૨ હેઠળ ૧૦ થી વધારે કામ કરતાં શ્રમયોગીઓનો વિવાદ ન્‍યાયનિર્ણય માટે મજૂર અદાલત/ઔધોગિક ન્‍યાય પંચને સુપ્રત કરવાની સત્‍તા ધરાવે છે.

.

૪) ઔધોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ ધી પેમેન્‍ટ ઓફ બોનસ એકટ,૧૯૬૫ સમાન વેતન અધિનિયમ,૧૯૭૬ ની તમામ કલમોના ભંગ બાબતના પ્રોસીકયુશન મંજુર કરવાની સત્‍તા ધરાવે છે.

.

૫) શ્રમ કાયદાઓના અમલીકરણ માટે તમામ શ્રમ કાયદાઓ હેઠળ નિરીક્ષક તરીકેની સત્‍તા ધરાવે છે.

.

૬) ઔધોગિક સંસ્થાઓમાં શ્રમ પરિસ્થિતિમાં તાત્કાલીક દરમ્યાનગીરીની ફરજો.

.

૭) ધી કોન્ટ્રેકટ મજૂર અધિનિયમ, ૧૯૭૦નીકલમ-૧૫ તથા આંતરરાજય સ્થળાંતરિત કામદાર અધિનિયમ, ૧૯૭૯ની કલમ-૧૧ હેઠળ એપેલેટ ઓથોરીટી તરીકે ની સત્‍તા ધરાવે છે. તથા કોન્‍ટ્રેકટ શ્રમયોગીઓ મુખ્‍ય માલીકે કામે રાખેલા શ્રમયોગીઓ જેવુ જ કામ કરતા હોય ત્‍યારે કોન્‍ટ્રેકટ શ્રમયોગીઓને મુખ્‍ય માલીકે કામે રાખેલા શ્રમયોગીઓ જેટલું જ વેતન તથા અન્‍ય લાભો મળવા જોઇએ તેવી ફરીયાદ/રજુઆત સ્‍થળ તપાસ કોન્‍ટ્રકટ લેબર એકટ,૧૯૭૦ હેઠળના લાયસન્‍સની શરત-૫ હેઠળ સત્‍તા ધરાવે છે.

.

૮) શ્રમ યોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદના અધ્‍યક્ષ તરીકેની ફરજો છે.

.

૯) ગુજરાત અસંગઠીત કામદાર કલ્‍યાણ બોર્ડ,(ખેત શ્રમિકો સિવાય) ના અધ્‍યક્ષ તરીકેની ફરજો.

.

૧૦) અમદાવાદ કાપડ બજાર બોર્ડના અધ્‍યક્ષ તરીકેની ફરજો.

.

૧૧) સ્‍વયં પ્રમાણીકરણ સહ સંકલીત વાર્ષિક પત્રક યોજના ૨૦૦૩ હેઠળ સંસ્‍થાની નોંધણી કરવી કે ન કરવાની સત્‍તા ધરાવે છે.

.

૧૨) મુંબઇ ઔધોગિક સંબંધક અધિનિયમ,૧૯૪૬ નીકલમ-૪ હેઠળ મુખ્‍ય સમાધાનકાર તરીકેની સત્‍તા ધરાવે છે.

.

૧૩) કોન્‍ટ્રેકટ લેબર એડવાઇઝરી બોર્ડના સભ્‍ય તરીકેનીફરજો.

.

૧૪) પ્રોવિડન્‍ડ ફંડ એકટ તથા ઇ.એસ.આઇ એકટ હેઠળની સમિતિમાં સભ્‍ય તરીકેની ફરજો.






 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...