Wednesday, February 3, 2021

નવસારી જિલ્લા પંચાયત માં ગૈર કાયદેસર એસી કચેરી અને વાહનો માંથી કાઢવા માટે એક બીજાને ખો ....! જવાબદાર સક્ષમ અધિકારીની તાતી જરૂર..?



નવસારી જિલ્લા પંચાયત માં ગૈર કાયદેસર એસી કચેરી અને વાહનો માંથી કાઢવા માટે એક બીજાને ખો ....!
30 દિવસ પછી અપીલ અધિકારી દ્વારા અરજદાર પાસે નાણાં ભરી માહિતી આપવા હુકમ ભ્રષ્ટાચાર , કાયદો વિશે જાણકારી આરક્ષણ પરમોશન કે સેટિંગ્સ ડોટ કોમના સૂચક 
જવાબદાર શૈક્ષણિક લાયકાત  સક્ષમ અધિકારીની જરૂર..?
                                                               નવસારી જિલ્લા પંચાયત આજે ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે. આરટીઆઈ હોય કે આરસીપીએસ , લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ , સરકાર આજે કાયમી ધોરણે નવા નવા નિયમો ઘડી રહી છે.નવા નવા નિયમોની જરૂર દર્શાવે છે કે જિલ્લા પંચાયત માં કાયદો અમલીકરણ અધિકારીઓ નથી. ગુજરાત વિકાસ કમિશનર ગમે એ કાયદો કે હુકમ કરે નવસારી જિલ્લા પંચાયત માં છેલ્લે "ઢાંક કે તીન પાંત" જ રહેશે. સરકાર શ્રી એસી કાઢવા માટે એક વર્ષ અગાઉ પરિપત્ર કર્યો હતો. પરંતુ આજ સુધી એનો કોઈ અમલવારી થયેલ નથી . આરટીઆઈ  આજે છેલ્લા ચાર માસથી એક બીજા કચેરી માં અટવાઈ રહી છે. દરેક મુદ્દે સુપ્રીમ કોર્ટના કાયદો બતાવનાર અધિકારીની કચેરી માં પણ ગૈર કાયદેસર એસી ચાલી રહી છે.અને હિસાબ રાખનાર અધિકારી એસી કઢાવવા બદલે વીજવાયર છુટો કરાવી .એ માહિતી ખરેખર નવસારી જિલ્લા પંચાયત ના સર્વોચ્ચ અધિકારી જેની તમામ કાયદાઓ ના પાલન કરાવવાની કાયદેસર જવાબદારી છે એની સક્ષમતા અને હુકમનો પાલન ન કરાવી શકતા ઉપર સવાલિયા નિશાન સાથે અનેકો આક્ષેપ ચર્ચા ચાલી રહી છે.  માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી જણાવ્યું છે કે અમો કોઈ કચેરી માં એસી લગાવી નથી.છતા દરેક કચેરીઓ માં એસી કેવી રીતે આવી છે. અધિકારીઓ પોતાની ખર્ચે લગાવી નથી. છતાં મોટા ભાગના કચેરી માં એસી વર્ષોથી ચાલી રહી છે.એનો બિલ સરકાર ની તિજોરી થી ભરાઈ છે. સરકાર ની કચેરી માં આજે દર વર્ષે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર ફક્ત ગેરકાયદેસર એસી દ્વારા કરવામાં આવે છે.      
 નવસારી જિલ્લા પંચાયતની
મોટા ભાગના કચેરીના મુખ્ય અધિકારીઓની કચેરી માં કાઢવાની ફરજ જેતે કચેરીના મુખ્ય અધિકારીની છે. નવસારી જિલ્લા પંચાયત માં માર્ગ અને મકાન માં મુખ્ય અધિકારીની ભરતી પ્રકૃયા લોક ચર્ચા મુજબ શંકાસ્પદ છે.એક જ જિલ્લામાં પરમોશન મળવો જાણકારો એની સામે પણ આક્ષેપ કરવાની ચર્ચા આજે પસરી રહી છે. માર્ગ અને મકાન માં સોથી વઘુ સરકાર ફંડ આપે છે પરંતુ એ કચેરી માં કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી અધિકારીઓની પણ આજે જરૂર હોય એવા નાગરિકોનો મંતવ્યો મળી રહયો છે.                                 
  નવસારી  જિલ્લા પંચાયત માં મોટા ભાગના અધિકારીઓ પોતે એસી લગાવી છે એને હવે પોતાના ખર્ચે કાઢવાની હોય છે.જયારે કાયદેસર એસી કઢાવવા બદલે વીજવાયર પ્લગ માં થી છુટો કરી એસી કઢાવી છે એવો બિનજરૂરી પ્રમાણપત્ર આપવા બાબતની માહિતી  મળી રહી છે. આરોગ્ય વિભાગ સામે અહિં ઉચ્ચ અધિકારીઓ બેબસ અને લાચાર નજરે પડી રહ્યા છે.  નવસારી જિલ્લા પંચાયત માં ખરેખર આજે વર્ષોથી આરટીઆઈ હેઠળ કાયદેસર જવાબદાર અને જાણકાર અધિકારી નથી. આરક્ષણ અને બાપુ દર્શન કે પ્રમોશન થી બિનજરૂરી ભરતી અધિકારીઓ આજે સરકારનો કાયદો સામે પણ છટકબારી કરી રહ્યા છે. ત્રણથી ચાર વર્ષ માં વર્ગ એક થી ચાર સુધીનો અધિકારીઓ અને કર્મચારીઓનીની બદલી કરવો ફરજીયાત હોવા છતા આજે બદલી કરવાની માહિતી આપવા બદલે સુપ્રીમ કોર્ટનો હુકમ શોધી રહ્યા છે. પ્રોએક્ટિવ ડિસ્કલોઝર ઓડિટ કરાવી રાખવો એનેક્ષર એ અને બી માં ફરજિયાત છે.પરંતુ અહિં નવસારી જિલ્લા પંચાયત માં અધિકારીઓને ખબર નથી. જેના માટે ગુજરાત રાજ્ય કમિશનર શ્રી આર વરસાણી સાહેબનો સ્પષ્ટ હુકમ થયેલ છે અને એ હુકમની નકલ નવસારી કલેકટર શ્રી દરેક કચેરીઓ માં કાયદેસર મોકલેલ છે.પરંતુ આજે એ હુકમની અમલવારી કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ બતાવનાર અધિકારીને કોન સમજવાશે. આજે ગુજરાત સરકાર આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે.છતા દર માસે કાયદેસર વેતન આપી રહ્યો છે.ગરીબો ,મજુરો, કર્મચારીઓને લઘુતમ માસિક વેતન ,ઈએસઆઇસી કે સામાન્ય પ્રાથમિક સુવિધાઓ આપવા માટે અહીં અધિકારીઓ છટકબારી કરતા જોવા મળે છે. અધિકારીઓને સરકાર શા માટે વેતન આપે છે ? એ એના બદલે પોતાની ફરજ બજાવવા બદલે હવે એનો હક સમજે છે. આરક્ષણ ફકત ભરતી માટે છે . પરંતુ આરક્ષણ હવે સરકાર માટે આજે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા સામે સવાલિયા નિશાન છે? નવસારી જિલ્લા પંચાયત માં મોટા ભાગની કચેરીઓના અધિકારીઓની કચેરી માં ચાલતી એસીના વીજ બિલો એના વેતન માં થી વસુલ કરવા માટે સરકારની સ્પષ્ટ જોગવાઈ છે.કાયદેસર વીજ બિલ લેવામાં આવે ત્યારે કરોડો રૂપિયા વર્ષે ફાયદો થશે. જેની અમલીકરણ કરવા માટે કાયદેસર સક્ષમ અને જવાબદાર અધિકારી નથી. અને ગુજરાત વિકાસ કમિશનર પણ ફકત હુકમ જ બહાર કાઢવા માટે હોય એવી લોકચર્ચા ચાલી રહી છે. મોટા ભાગના ગુજરાતના સર્વોચ્ચ અધિકારીઓની કામગીરી ફકત ફાઈલો માં જ હોય છે.અને ગુજરાત ની મુખ્ય કચેરી માં મોટા ભાગે સર્વોચ્ચ અધિકારીઓ નિવૃત્ત પછી કરાર આધારિત રાખવામાં આવેલ છે. જેથી એ આજે કાયદેસર કાર્યવાહી કરવા બદલે સરકાર ની તાજપોશી કરવા મજબૂર છે.કાયદેસર કામગીરી કરાવવા માટે અધિકારી જમીની હકીકત માં શોધવો મુશ્કેલ છે. ભ્રષ્ટાચારની ફરિયાદ કાયદેસર પુરાવો હોવા છતા આજે નવસારી થી ગાધીનગર સુધી અધિકારીઓ ફકત એક બીજાને ખો આપી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. ગુજરાત સરકારને બદનામ કરવા હવે વિરોધ પક્ષની જરૂર નથી એના જ લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ધરાવતા અધિકારીઓ જ સક્ષમ છે. હવે ગુજરાતના વિકાસ કમિશ્નર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ પોતાનું હુકમ આપેલ એનો અમલવારી કરાવશે કે હુકમનો પાલન ન કરાવી શકનાર અધિકારીઓને ફરી એક વિનંતી પત્ર આપી સરકારની આર્થિક તંગી વઘારવા માં સહભાગી....


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...