Saturday, February 27, 2021

પોલીસ રક્ષક કે ....? ખેરગામ ના ASI પોલિસ ACB ના લોક આપ માં..! દુર્ભાગ્યપૂર્ણ કે શરમજનક..!







પોલીસ રક્ષક કે ....?  ખેરગામ ના ASI પોલિસ ACB ના લોકઅપ માં..! દુર્ભાગ્યપૂર્ણ કે શરમજનક..!

      નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગના અસિ.પોલિસ સબ ઇન્સ્પેક્ટર પોતાના ડોન તરીકે પ્રખ્યાત દિવાભાઈનો દીવો માં મોંઘુ તેલ રેડાયું છે.ગરીબ આદિવાસી દલિતો શોષિત પછાત વર્ગ ના મજુરો પાસે દારૂના અડ્ડાઓ માં ગોળ વપરાશ કરનારા પાસે હફતાખોર ASI પોલીસ ACB પોલીસ ના સિકંજા માં ભેરવાઈ ગયા.એમ તો ગુજરાત માં દારૂ બંદીનો કાયદો માં ગુજરાત પોલીસ કડક બંદોબસ્ત કરેલ છે.એ દારૂ બંધી આને નવસારી જિલ્લામાં ચુંટણી નો માહોલનો છેલ્લો દિવસ છે.નવસારી પોલીસ વિભાગ ના કડક બંદોબસ્તનો પર્દાફાશ થયા છે.નવસારી જિલ્લામાં દારૂ શરાબના અડ્ડાઓ જે ઠેર ઠેર પાનના ગલ્લાની જેમ ચાલે છે એનો પોલ ખુલી ગયા છે. પત્રકારો ઉપર ત્રાટકી પોલીસ વિભાગના અધિકારીઓ પાસે કદાચ આજે જવાબ પણ ન હશે.નવસારી જિલ્લામાં એસીબી દર માસે દીવાળી ના ત્યોહાર ઉજવતા હોય એમાં કોઈ શક નથી.ખરેખર ગુજરાત સરકાર ને ખરેખર ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મુકવો હોય તો એસીબી ની એક એક કચેરી દર તાલુકામાં ખોલવો જોઈએ ત્યારે ખબર પડશે કે પોલીસ અધિકારી ટુંક સમય માં અમીરીનો રાજ શું છે. જમીની હકીકત માં નવસારી જિલ્લામાં દારૂ શરાબના અડ્ડાઓ ના કેસો કરી હકીકત દર્શાવે છે.સરકાર આજે કોરોના મહામારી માં ભયંકર આર્થિક તંગી થી પસાર થઇ રહી છે.દરેક પ્રકારના સામાન્ય થી સર્વોચ્ચ સુધી મોંઘી કરવા સરકારની મજબૂરી છે.આરક્ષણ, પરમોશન થી પરમોટેડ અધિકારીઓ, સેટિંગ્સ ડોટ કોમથી આવેલ અધિકારીઓ જ મોટા ભાગે ભ્રષ્ટાચાર કરવા મા સોથી આગળ જોવા મળે છે.લોકચર્ચા મુજબ દારૂ શરાબના અડ્ડાઓના ઉદ્યોગપતિઓ  મોટા ભાગના ગરીબ આદિવાસી દલિતો શોષિત મજુર વર્ગના નજરે પડે છે.અને સરકાર એવા વર્ગના ઉત્થાન માટે દર માસે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫મા મળેલ માહિતી મુજબ એ યોજના હેઠળ પણ સરકારી અધિકારીઓ અને સફેદ વસ્ત્ર ધારી નાગરિકો મિલીભગત કરી મોટા ભાગના નાણાં ભ્રષ્ટાચાર કરે છે.અને એ પણ એસીબી વિભાગ ને સોંપવામાં આવે એવી લોકચર્ચા ચાલી રહી છે.નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.દરેકે દરેક નાગરિક પોતાની રક્ષા માટે મોટા ભાગે પોલીસ પાસે ન્યાય મેળવવા આશા રાખે છે . પરંતુ હવે પોલીસ વિભાગ જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલી હોય ત્યારે કોની પાસે અપેક્ષા રાખવો એ આજે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.કોરોના જેવી મહામારી માં નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મોઘવારી દર રોજ બધી રહ્યો છે.બેરોજગારોની સંખ્યા આસમાને પહોંચી ગઈ છે.સરકારશ્રીના નાણાં વિભાગના એક પરિપત્ર મુજબ સંયુક્ત સચિવ કે તેથી ઉપર હોદ્દો ધરાવતા અધિકારી ને જ એરકંડીશન સુવિધા ઉપલબ્ધ છે ત્યારે પોલીસ વિભાગ માં ક્યાં અધિકારી નવસારી જિલ્લામાં એ હોદ્દો ધરાવતા છે ? નવસારી જિલ્લા ના મોટા ભાગે દરેક પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારીઓની કચેરી માં એરકંડીશન કાર્યરત છે. ગુજરાત વિકાસ કમિશનર શ્રીના હુકમ મુજબ કચેરી કે વાહનોમાં એસી નો બિલ જે-તે કચેરી ના અધિકારીઓના વેતન માંથી વસુલ કરવામાં આવશે. અને જાગૃત નાગરિકો અને જાણકારોના મંતવ્ય મુજબ પોલીસ વિભાગ માં ચાલતી એરકંડીશન એ સરકારની તિજોરી થી જ ભરવામાં આવે છે.ભ્રષ્ટાચારની પરિભાષા પોલીસ વિભાગમાં જુદી છે કે કેમ ?હવે નવસારી જિલ્લા પોલીસ વિભાગના વડા ઉપરોક્ત બાબતોના સાથે ભવિષ્યમાં એવો બનાવ ન બને અને કાયદેસર પોલીસ વિભાગ સંવેદનશીલતા સાથે ગેરકાયદેસર એસી પોતાની કચેરી થી બહાર તત્કાલ કઢાવશે  એવી કાર્યવાહી કરશે ખરા..? એ જોવાનું બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...