Friday, February 19, 2021

નવસારી જિલ્લામાં નૂડા વિભાગ ના ઈજનેરો ની કામગીરી કાબીલે તારીફ કે....! વર્ક ફ્રોમ હોમની ભવ્ય શરૂઆત ... જવાબદાર અધિકારીઓ કે બાપુ દર્શન...?





નવસારી જિલ્લામાં નૂડા વિભાગના ઈજનેરોની કામગીરી કાબીલે તારીફ કે....! 
વર્ક ફ્રોમ હોમની ભવ્ય શરૂઆત ...
જવાબદાર અધિકારીઓ કે બાપુ દર્શન...?

                             નવસારી જિલ્લામાં આજે નવસારી વિજલપોર નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત , નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ હોય કે વગર પરવાનગી બાંધકામ કરનાર બિલ્ડરો . આજે દરેકે દરેક વિભાગ ના સામાન્ય ઈજનેર થી સર્વોચ્ચ અધિકારી સુધી રાતો રાતે કરોડપતિ બનવા ઈચ્છે છે. પરંતુ મોંઘવારી બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીનો જમાનો છે.રોજે રોજ નવી નવી સુવિધાઓ આવી જાય છે. એ ખરીદવા માટે ભ્રષ્ટાચાર સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. અને એ બધી સુવિધાઓ દરેકને જોઈએ છે. જેથી આજે કોઈ પણ સંજોગોમાં એ છોડી ન શકાય. જેથી દરેક કર્મચારી હોય કે અધિકારી પાસે એના સિવાય કોઈ વિકલ્પ નથી. અને ભ્રષ્ટાચારને સરકાર હવે એફીડેવિટ કરી શિષ્ટાચાર કરી દેવા જોઈએ. મોટા ભાગે જેને જ્યાં મોકો મળે ત્યાં એ રોકડી કરી લે છે. પરંતુ આજે મીડિયા હોય કે સોશિઅલ મીડિયા બિલ્ડરો અધિકારીઓનો એક માથાનો દુઃખાવો થઈ ગયુ છે. અને ઉપરી અધિકારીઓ માટે એ વરદાન સ્વરૂપ છે. નવસારીના ઇજનેરોના ભ્રષ્ટાચાર  હાઈ ઓથોરિટી માટે એક કમાણીનો સાધન છે. અને મીડિયા કોઈ પણ ખર્ચ વગર વાતમીદાર. અને ભ્રષ્ટાચાર એ ઐતિહાસિક છે એ આજે નવો નથી.પરંતુ હવે "બાત નિકલી હૈ તો આગે તક જાયેગી" નવસારી જિલ્લામાં મોટા ભાગના બાંધકામ અધિકારીઓની પરવાનગી એના દેખરેખમાં જ બંધાય છે. ઈજનેરો આજે શોભાના ગાંઠીયા સમાન છે. તપાસ કરવા પછી એની ફરિયાદ કોન સાંભળશે..? ઈજનેરોને બલીના બકરો બનાવવા મા આવે છે.તપાસ કરીને રિપોર્ટ કાયદેસર જ લખવા એના બદલે માસ્તરની જેમ મારે પણ નહીં ભણાવે પણ નહીં.બધા જ ઈમાનદાર કહેવામાં ફાયદો છે. 
                      નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર આકારણી સામે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ અધિનિયમ ૧૯૭૬ ના કાયદા મુજબ રિમોવ કરવો પુરાવા છતા નવસારી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓની કામગીરી એનો જીવંત પુરાવો આજે પણ રાહ જોઈ રહ્યો છે.નવસારી જિલ્લા માં આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર દરેક વિભાગ માં ચાલી રહ્યો છે. અનેદરેક અધિકારી એક બીજા ઉપર ધોળી છટકબારી કરી રહ્યા છે.
                  નવસારી જિલ્લામાં નૂડાના સદર કાબીલે તારીફ કામગીરી વર્ક ફ્રોમ હોમના કામો નવસારી જિલ્લાના સમાહર્તા જે સદર વિભાગના પણ વડા છે કાયદેસર તપાસ પોતે કરાવશે કે લોક ચર્ચા મુજબ ત્રણ અક્ષર આરએસી અને આરએસી સાહેબ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા અધિકારી નવસારી વિજલપોર નગરપાલિકાની જેમ એજ અધિકારી પાસે વિનંતી પત્ર આપી પોતાના કામગીરી પૂર્ણ માની છુટકારો લેશે એ જોવાનું બાકી રહ્યું...

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...